Book Title: Suratna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 11
________________ સુરતનાં જિનાલયોના વહીવટદારોએ માહિતી આપીને મદદ કરી છે. શ્રી ચંદુભાઈ પટવા, શ્રી સંદીપ વાન, શ્રી હસમુખ શાહ વગેરે મારા વિદ્યાર્થીમિત્રોએ સુરતની વિવિધ સંસ્થાઓ, જિનાલયોના વહીવટદારો તથા અન્ય વ્યક્તિઓની સાથે સંપર્ક કરાવીને અનન્ય સેતુકર્મ બજાવ્યું છે. ઉપરાંત જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં રૂબરૂ આવીને સમગ્ર કાર્યમાં ખૂબ જ મદદરૂપ બન્યા છે. સુરતના અતિથિગૃહ ‘સુરત જૈન ભોજનશાળા’ના સંચાલકોએ રહેવાની ઉત્તમ સુવિધા પૂરી પાડી છે. તેમનો પણ હું આભાર માનું છું. તદુપરાંત આ કાર્યમાં સંબોધિ સંસ્થાનના ઉપક્રમે સુરતનાં જિનાલયોની છબીકલા માટે શ્રી સ્નેહલભાઈ શાહનો સહયોગ પ્રાપ્ત થયો છે. १० ખાસ તો સુરત, નવસારી તથા વલસાડ જિલ્લાનાં ગામોનાં જિનાલયોમાં રૂબરૂ મુલાકાત લઈને શ્રી કેતનભાઈ શાહે ભગીરથ પ્રયાસ કર્યો છે અને કષ્ટસાધ્ય કાર્યને સુગમ બનાવ્યું છે. સમગ્ર ગ્રંથના સંપાદનમાં મદદનીશ તરીકે કુ. શીતલ શાહે ખૂબ જ નિષ્ઠાપૂર્વક અને સમર્પિત ભાવે સેવાઓ આપી છે. જિનાલયોના ગ્રંથના આ સમગ્ર પ્રોજેક્ટ દરમ્યાન મારી પત્ની રસીલા કડીઆનો સાથસહકાર ઉપરાંત બહુમૂલ્ય માર્ગદર્શન મળ્યાં છે. તેના સમર્પિત ભાવથી જ આ યજ્ઞકાર્ય સરળતાપૂર્વક અને સફળતાપૂર્વક પાર પડ્યું છે. અહીં આ સૌનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરું છું. અંતે, એક વાત ખાસ જણાવવાની કે આ ગ્રંથમાં કોઈ વિગતદોષ જણાયો હોય અથવા જિનાલયો વિશેની વધુ માહિતીની કોઈને જાણ હોય તો તેઓ તેની અચૂક જાણ કરે તેવી નમ્ર વિનંતિ છે. પ્રસ્તુત ગ્રંથલેખનમાં શાસ્ત્રોક્ત દૃષ્ટિએ જો કોઈ દોષ રહી ગયો હોય તો અંતઃકરણપૂર્વક ખમાવું છું. શ્રી એલ. આર. જૈન બોર્ડિંગ ટી.વી. ટાવર સામે ડ્રાઇવ-ઇન રોડ અમદાવાદ-૩૮૦ ૦૫૪. ફોન : ૬૮૫૮૯૨૬ તા: ૨૪-૪-૨૦૦૧. Jain Education International For Personal & Private Use Only ચંદ્રકાન્ત કડિયા www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 594