Book Title: Suratna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 9
________________ ઝવેરી, ઉષાબેન અજિતભાઈ શાહ, ગીતાબેન નીતીનચંદ્ર શાહ, દક્ષાબેન નરેશભાઈ શાહ, પારૂલબેન હેમંતભાઈ પરીખ તથા કુ. શીતલ શાહ વગેરે ભાઈ-બહેનોની ટીમનો સહયોગ પ્રાપ્ત થયો છે. અનેક પ્રતિકૂળતાઓ તથા મુશ્કેલીઓમાં પણ ખૂબ જ સમતાપૂર્વક, ખંતથી અને નિષ્ઠાપૂર્વક બહેનોએ આ કાર્ય કર્યું છે અને કરી રહી છે. તેઓએ જિનાલયોની પ્રત્યક્ષ મુલાકાત લઈને નિયત કરેલ પત્રકમાં માહિતી એકઠી કરી છે. ઉપરાંત દક્ષાબેન શાહે સુરતની જૈન ઘટનાઓની તવારીખ તથા જિનાલયોના કોષ્ટક પ્રકરણમાં મદદનીશ તરીકે સહય કરી છે. આ ગ્રંથમાં સુરત શહેરનાં ૧૩૬ જિનાલયોની માહિતી ઉપરાંત સુરત જિલ્લાનાં ૪૮ જિનાલયો, વલસાડ જિલ્લાનાં ૫૭ જિનાલયો તથા નવસારી જિલ્લાનાં ૩૫ જિનાલયો ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશનાં પ જિનાલયોની માહિતી સમાવિષ્ટ કરવામાં આવી છે. પ્રત્યક્ષ મુલાકાત ઉપરાંત આ ગ્રંથલેખનમાં ચૈત્યપરિપાટીઓનો બહુમૂલ્ય ફાળો છે. ઉપા શ્રી વિનયવિજયરચિત સુરત ચૈત્યપરિપાટી (સં. ૧૬૮૯), લાધાશાહરચિત સૂર્યપૂર ચૈત્યપરિપાટી (સં. ૧૭૯૩), સુરતનાં જિનાલયોના કડીબદ્ધ ઇતિહાસ માટે આ બન્ને ચૈત્યપરિપાટીઓ ખૂબ જ ઉપયોગી નીવડી છે. - સુરતનાં પ્રાચીન જિનાલયોની ભવ્યતા તથા અનુપમ કલા-કારીગરીનો અંશતઃ પણ ખ્યાલ આવે તે હેતુથી જિનાલયોનો શક્ય તેટલો વિગતવાર વર્ણન કરવાનો અહીં ઉપક્રમ રાખ્યો છે. કોષ્ટકમાં પ્રતિમાઓ તથા પટની સંખ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગણતરીમાં આરસપ્રતિમાની સંખ્યામાં મૂળનાયકની પ્રતિમાની ગણતરી સામેલ છે. જ્યાં આવી ગણતરી સામેલ કરી નથી ત્યાં સ્પષ્ટતા કરી ગણતરી આપવામાં આવી છે. દેવ-દેવીઓની મૂર્તિઓને ગણતરીમાં સમાવિષ્ટ કરી નથી. માત્ર તીર્થકરોની જ પ્રતિમાઓને ગણતરીમાં સામેલ કરવામાં આવી છે. પ્રતિમાનાં નામ જ્યાં આપ્યાં નથી અથવા લાંછન દ્વારા ઓળખી શકાઈ નથી ત્યાં તીર્થકર ભગવાનનું નામ આપી શકાયું નથી. એનો ઉલ્લેખ આરસપ્રતિમા તરીકે કર્યો છે. આરસના પથ્થરમાં અથવા સાદા પથ્થરમાં કે કાષ્ઠમાં ઉપસાવેલ હોય અથવા ચિત્રાંકન થયેલ પટ હોય તેવા પટોની સંખ્યાને કોષ્ટકમાં ગણતરીમાં લીધેલ છે. તીર્થકરોનાં જીવનચરિત્ર તથા અન્ય પ્રસંગોના ચિત્રકામ અંગેની નોંધ કોષ્ટકમાં મૂકી નથી. જિનાલયના વર્ણનમાં જ્યાં ડાબી બાજુ જમણી બાજુનો ઉલ્લેખ થયો હોય ત્યાં મૂળનાયકની ડાબી બાજુ, મૂળનાયકની જમણી બાજુ સમજવાની છે. જિનાલય ઘરમાં હોય કે ઘરદેરાસર તરીકે ગણાતું હોય ત્યાં ઘરદેરાસર શબ્દ પ્રયોજવામાં આવ્યો છે. સંવતના ક્રમ અનુસાર તથા તીર્થંકરના ક્રમ અનુસાર અલગ અલગ યાદી આપવામાં આવી છે. જિનાલયની સમયનિર્ધારણા કરવી એ કપરું કામ હતું. આ માટે અમે ચૈત્યપરિપાટીઓ, અન્ય સંદર્ભ ગ્રંથો તથા સંદર્ભ નોંધોનો વિનિયોગ કર્યો છે. પ્રાય: સૌથી વિશેષ આધારભૂત સ્રોત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 594