Book Title: Suratna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 7
________________ આ ગ્રંથમાં ઇતિહાસ પછીના ભાગમાં જિનાલયોનાં કોષ્ટકોમાં જિનાલયો સંબંધી માહિતી આપવામાં આવી છે. પૂર્વે જણાવ્યું તે પ્રમાણે વિભિન્ન સંસ્થાઓ અંગેની માહિતીઓથી ગ્રંથ વધુ ઉપાદેય બન્યો છે. પરિશિષ્ટમાં આપવામાં આવેલ જુદી-જુદી ચૈત્ય પરિપાટીઓ સુરતની તીર્થ તરીકેની ખ્યાતિનો ખ્યાલ આપે છે. જુદા-જુદા સમયે રચાયેલી ચૈિત્યપરિપાટીઓ સુરતના તે-તે કાળના ઇતિહાસની નોંધ માટેનું એક સબળ સાધન છે. તેમાં તે-તે સમયે વિદ્યમાન જિનમંદિરો તેની વિશેષતાઓ અને અન્ય માહિતી માટેનું પ્રમાણભૂત સાધન છે. તેનો ઉપયોગ પ્રસ્તુત ગ્રંથ તૈયાર કરવામાં આધારભૂત સામગ્રી તરીકે કર્યો છે. આમ તે ચૈત્યપરિપાટીઓનો ઉપયોગ લેખનકાર્યમાં તો થયો જ છે. પરંતુ તેને મૂળ સ્વરૂપે પણ પ્રકાશિત કરવામાં આવી છે જેથી વિદ્વાનોને તેનો સંદર્ભ જોવો હોય તો સુલભ થઈ શકે. સુરતમાં જુદાં-જુદાં વર્ષોમાં જિનશાસનની પ્રભાવનાનાં અનેક નાનાં મોટાં કાર્યો થતાં આવ્યાં છે. તેમાંથી જે મુખ્ય કાર્યો થયાં તેનો ખ્યાલ આવે તે માટે સુરતની તવારીખ પણ આપવામાં આવેલી છે. આમ આ ગ્રંથ ખરેખર સુરતમાં જૈનધર્મ વિશેની માહિતીનો સર્વ સંગ્રાહક ગ્રંથ બની શક્યો છે. આ ગ્રંથના લેખક શ્રી ચંદ્રકાન્ત કડિયાએ ગ્રંથ તૈયાર કરવામાં ખૂબ જ મહેનત અને પ્રમાણભૂત માહિતી એકઠી કરવા માટે ભારે જહેમત ઉઠાવી છે તેમ જ ખૂબ જ ટૂંક સમયમાં આ કાર્ય પૂર્ણ કરી આપ્યું છે તે માટે તેમની જેટલી અનુમોદના કરીએ તે ઓછી જ છે.. ગ્રંથ તૈયાર કરવા માટે સહયોગ કરનાર તમામનો આભાર માનવામાં આવે છે. ગ્રંથપ્રકાશનમાં સહયોગ આપવા બદલ સંબોધિ સંસ્થાનનો પણ આભાર માનવામાં આવે છે. આ ગ્રંથમાં કોઈ ક્ષતિ રહી જવા પામી હોય તો તે અંગે અમારું ધ્યાન દોરવા નમ્ર વિનંતી છે જેથી બીજી આવૃત્તિમાં તે અંગે ખ્યાલ રાખી શકાય. અનેક ઇતિહાસવેત્તાઓ અને જિજ્ઞાસુઓને આ ગ્રંથ ઉપયોગી નીવડશે તેવી આશા છે. અને સુરતના પ્રત્યેક રહેવાસી માટે તો એક સંગ્રહણીય ગ્રંથ બન્યો છે. તેઓ પણ આ ગ્રંથને અવશ્ય આવકારશે. જિતેન્દ્ર બી. શાહ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 594