Book Title: Sudharmaswami
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 3
________________ શ્રમણભગવતો મહાવીરની આ ગહન જ્ઞાનશક્તિ અને વાત્સલ્યભર્યું વલણ જેઈ ઇન્દ્રભૂતિના જ્ઞાનને ગર્વ ગળી ગયો. વાદ-વિવાદ કરવાનું પણ એ વીસરી ગયા અને પોતાની શંકાનું સમાધાન પામી, ભગવાન મહાવીરને સમર્પિત થઈ પિતાના પ૦૦ શિષ્ય સાથે ઢીક્ષા લઈ, ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય-ગણધર બની કૃતકૃત્યતા અનુભવી રહ્યા. શ્રી ગૌતમસ્વામી પ્રથમ ગણધરપદનું તેમ જ ગુરુ- શિષ્યના આદર્શનું અદ્વિતીય અને વિરલ આદરમાન પામ્યા છે. ભગવાન અને ગૌતમસ્વામી વચ્ચે સંવાદ સમગ્ર જિનાગમશાસ્ત્રમાં મહત્વનું બની ગયો છે. તેઓ વચ્ચેના સૌથી વધુ પ્રશ્નોત્તર આશરે ૩૬ હજાર – ભગવતીસૂત્રમાં જોવા મળે છે. ૨૩મા તીર્થકર શ્રી પાર્શ્વનાથ પ્રભુની પરંપરાના શ્રી કેશી ગણધર સાથેના વાર્તાલાપમાં, તેમના દરેક સંશયાનું સમાધાન કરનાર અને ભગવાન મહાવીરની પરંપરાને અંગીકાર કરાવનાર શ્રી ગૌતમસ્વામી બુદ્ધિનિધાન હતા, તેમ અતિ ઉગ્ર તપ, ઉત્તમોત્તમ ભાવ અને ધ્યાનના કારણે તેઓ લલ્પિનિધાન પણ હતા. દીપિલ્લવીના દિને ચેપડાપૂજનમાં શ્રી ગૌતમસ્વામીની લબ્ધિ હ’ એમ લખવાની અને બેસતા વર્ષે મંગલ પ્રભાતે ધર્મસ્થાનમાં “શ્રી ગૌતમસ્વામીના રાસ’નું માંગલિક રૂપે શ્રવણ કરવાની પરંપરા આજ વર્ષોથી ચાલતી આવી છે. શ્રી વીરશાસનના સંઘનાયક, પ્રથમ પટ્ટધર શ્રી સુધીમાં સ્વામીનું જીવન-દર્શન : વિ. સં. પૂર્વે ૪૧૭ના આ વદિ અમાસની પાછલી રાત્રિએ ભગવાન મહાવીરસ્વામી નિર્વાણ પામ્યા અને તેના બીજા જ દિવસે વહેલી સવારે શ્રી ગૌતમસ્વામી કેવલજ્ઞાન પામ્યા. ભગવાન મહાવીરસ્વામીની વિદ્યમાનતામાં ૯ ગણધર નિર્વાણ પામ્યા હતા અને અન્ય બે વિદ્યમાન ગણધમાં શ્રી ગૌતમસ્વામી ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી અલ્પ સમયમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરતા (ભગવાન મહાવીરસ્વામીના પ્રથમ પટ્ટધર અને ચતુર્વિધ સંઘના નાયક શ્રી સુધર્માસ્વામી થયા. શ્રી સુધર્માસ્વામીને જન્મ વિ. સં. પૂર્વે ૫૫૦માં મગધદેશના કેલ્લાગશનિવેશ ગામે થયો હતો. ભગવાન મહાવીર (વર્ધમાન)નાં જે જન્મનક્ષત્ર અને જન્મરાશિ હતાં, તે જ ઉત્તરા ફાગુની નક્ષત્ર અને કન્યારાશિમાં શ્રી સુધર્માસ્વામીને જન્મ થયો હતો. તેમના પિતાનું નામ ધમ્મિલ અને માતાનું નામ ભકિલા હતાં. તેઓ અગ્નિશ્યાયન ગોત્રીય બ્રાહ્મણ હતા. (શ્રી સુધર્માસ્વામી વિદ્યોપાસનામાં કફ, સામ, યજુ, અથર્વ એ ચાર વેદો, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્તિ, છંદ અને તિષ એ છ વેદાંગે; અને મીમાંસા, ન્યાય, ધર્મદર્શન અને પુરાણ એ ચાર ક્રિયાકાંડ આદિના પ્રકાંડ પંડિત અને આચાર્ય બન્યા હતા. તેમની પાડશાળામાં પ૦૦ વિદ્યાર્થીઓ-શિષ્ય વિદ્યાભ્યાસ કરતા હતા. એ સમયે યાને ખૂબ જ મહિમા હતા. મિલ નામના વિપ્રદેવે પાપાનગીમાં એક મહાયજ્ઞ યોજ્યો હતા. તેમણે આ યના ક્રિયાકાંડ માટે દેશના ખ્યાતનામ પંડિત-ત્વિજેને નિમંચ્યા હતા. તેમાં પધારેલા અગિયાર પ્રકાંડ આચાર્ય પંડિતમાં શ્રી સુધમાં પણ પધાર્યા હતા. એ જ સમયે ભગવાન મહાવીર, કેવલજ્ઞાન પ્રાપ્ત કરી દેશના આપવા. અપાપાપુરી પધાર્યા હતા. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7