Book Title: Sudharmaswami Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 6
________________ શાસનપ્રભાવક એના જવાબમાં શ્રી જંબુસ્વામીને પૂર્વભવ આપણને બીજીવાર જાણવા મળ્યું. આ પૂર્વે સમ્રાટ શ્રેણિકે વિદ્યુમ્માલી દેવને જોઈને, તેમના વિષે જાણવાની જિજ્ઞાસા ભગવાન સમક્ષ વ્યક્ત કરી ત્યારે ભગવાને જે બૂસ્વામીના પૂર્વ ભવની વાત કહી હતી અને તેમના જન્મની આગાહી કરી હતી.] આ તે ત્રણ પ્રસંગે છે, પરંતુ તેઓના જીવનની મહત્ત્વની અને શકવતી ઘટના તેઓએ રચેલી “ દ્વાદશાંગી નું પ્રદાન છે. ભગવાન મહાવીર સ્વામીના ઉપદેશ પ્રમાણે તેમના અગિયારે ગણધરેએ જિનાગમના મુખ્ય એવાં ૧૨ અંગ-શાસ્ત્રની રચના કરી હતી. આ બાર અંગ-શા એ જ ‘દ્વાદશાંગી”. દરેક ગણધરે દ્વાદશાંગી' રચી હતી. અને તેઓ પિતાના ગણ (શિષ્ય)ને તેનું અધ્યયન કરાવતા હતા. તેમાં ૯ ગણધરે ભગવાન મહાવીરની વિદ્યમાનતામાં જ નિર્વાણ પામતા અને ગૌતમસ્વામી ભગવાન મહાવીરના નિર્વાણ પછી અલપ સમયમાં જ કેવલજ્ઞાન પ્રાપ્ત કરતા, આ દશેય ગણધરેનો શિષ્ય પરિવાર, અર્થાત્ સમસ્ત શ્રમણસંઘ શ્રી સુધર્મા સ્વામીને આજ્ઞાવતી બનતા, અને આ પરિસ્થિતિમાં ૧૦ ગણધરની દ્વાદશાંગીનું પઠન-પાઠન કમે ક્રમે બંધ પડતાં, એક માત્ર શ્રી સુધર્માસ્વામી રચિત દ્વાદશાંગીનું પઠન-પાઠન ચાલું રહ્યું અને આજે એ જ દ્વાદશાંગી વિધમાન રહી જગત ઉપર પરમ ઉપકાર કરી રહી છે. વર્તમાન જૈનશાસન તેના આધારે જ પ્રવર્તી રહ્યું છે. આ દ્વાદશાંગી એ જ જૈનધર્મનું મૌલિક અને પ્રધાન શ્રતસાહિત્ય છે. આ દ્વાદશાંગીબાર અંગે (શા)ના નામ નીચે મુજબ છે : (૧) આચારાંગ, (૨) સૂત્રકૃતાંગ, (૩) સ્થાનાંગ, (૪) સમવાયાંગ, (૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતીસૂત્ર), (૬) જ્ઞાતાધર્મકથા, (૭) ઉપાસકદશા, (૮) અંતકૃતદશા, (૯) અનુત્તરૌપતિકદશા, (૧૦) પ્રશ્નવ્યાકરણ (૧૧) વિપાકશુત અને (૧૨) દષ્ટિવાદ. આ બારમા અંગના પાંચ વિભાગમાં (૧) પરિકર્મ, (૨) સૂત્ર, (૩) પૂર્વ, (૪) ચૂલિકા (૫) અનુગ હતા. તેમાં ત્રીજા વિભાગ પૂર્વમાં ૧૪ ભેદ, જે આ પ્રમાણે હતા : ઉત્પાદ, અગ્રાયણ, વીર્ય, અસ્તિ-નાસ્તિ, જ્ઞાનપ્રવાદ, સત્યપ્રવાદ, આત્મપ્રવાદ, કર્મપ્રવાહ, પ્રત્યાખ્યાનપ્રવાં, વિદ્યાનુપ્રવાદ, અવંધ્ય, પ્રાણાયુ, ક્રિયાવિલ અને લેકબિંદુસાર, આ ચૌદ પૂર્વોની રચના અગિયારે ગણધરોએ ગણધરપદની પ્રાપ્તિ થઈ એ જ સમયે કરી હતી. દ્વાદશાંગીની પહેલાં જ આ વિભાગની રચના થઈ હતી, તેથી તેને “પૂર્વ’ એવી સંજ્ઞા આપવામાં આવી હતી. આ ચૌદ પૂર્વ સહિત આખુંય બારમું અંગ દષ્ટિવાદ વીર સં. ૧૦૦૦માં વિચ્છેદ પામ્યું છે. ) શ્રી સુધર્માસ્વામીએ પચાસ વર્ષની વયે દીક્ષા અંગીકાર કર્યા પછી ભારતવર્ષમાં વિચરી ભગવાન મહાવીરના દિવ્ય સંદેશને મધુર અને બેધક વાણીથી સુંદર પ્રચાર કર્યો હતો. તેમના ધર્મોપદેશથી અનેક આત્માથી ભવિ છએ જેનધર્મ સ્વીકારી આત્મકલ્યાણ સાધ્યું હતું. તેમાં અનેક રાજા-મહારાજાઓ, રાજકુંવરો, મંત્રીઓ, શ્રેષ્ઠીવર્યો અને અન્ય ક્ષેત્રના મહારથીઓ પણ હતા. તેમાંના કેટલાયે પિતાનાં અઢળક ધનસંપત્તિ અને વૈભવ-વિલાસને ત્યાગીને સંયમમાર્ગને સ્વીકાર કરી દીક્ષા ગ્રહણ કરી હતી. શ્રી સુધર્માસ્વામીએ જેમ જિનશાસનની અદ્દભુત શાસનપ્રભાવના કરી હતી, તેમ ભગવાન મહાવીરની ઉત્તમોત્તમ સેવા-ભક્તિ પણ કરી હતી. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7