Book Title: Sudharmaswami
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ASZESESZEREZZESZESSZEESEE પરમ પ્રભાવક-પ્રતાપી પૂર્વાચાર્યો EZSASSASSAGESSeSSPSISESESZSCH ચરમ તીર્થકર શ્રી મહાવીર પરમાત્માના પંચમ ગણધર અને પ્રવર્તમાન શ્રી વીરશાસન શ્રમણ પરંપરાના પ્રથમ પટ્ટધર શ્રી સુધર્માસ્વામીજી ગણધર ભગવંત તીર્થકર ભગવાન મહાવીરસ્વામીના તીર્થ( શાસન)ની સ્થાપના : આ અવસણિીકાળમાં પરમાત્મા શ્રી રાષભદેવ વગેરે ૨૪ તીર્થકર ભગવાન થયા. તેમાં અંતિમ તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીર સ્વામી થયા, જેમનું આ કાળે જિનશાસન પ્રવર્તે છે, જ્યવંતુ વતે છે. વિ. સ. પૂર્વે ૫૪૩માં પરમાત્મા શ્રી વર્ધમાનને જન્મ થયો હતે. ૩૦ વર્ષની વયે તેઓશ્રીએ પ્રવજ્યા-દીક્ષા અંગીકાર કરી; અને ૧૨ા (સાડાબાર) વર્ષપર્યત ઘોર તપશ્ચર્યા કરી, અનેક ઉપસર્ગો સહ્યાં અને પરમ સમતા અને અખંડ આત્મસાધનાપૂર્વક કેવલજ્ઞાન પામ્યા. કેવલજ્ઞાનપ્રાપ્તિના બીજા જ દિવસે, વિ. સં. પૂર્વે ૫૦૧માં વૈશાખ સુદિ ૧૧ના વહેલી સવારે, તીર્થકર ભગવાન શ્રી વર્ધમાનસ્વામી અપાપાનગરી (પાવાપુરી)ના મહાસેન વનમાં પધાર્યા હતા. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7