Book Title: Sudharmaswami Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 7
________________ શ્રમણભગવતે ભગવાન મહાવીરના નિર્વાણ સમયે સુધર્માસ્વામીની વય 80 વર્ષની હતી. ૯ર વર્ષની વયે, વીરનિર્વાણ સં. 12 (વિ. સં. પૂર્વે ૪પ૮)માં, તેઓને કેવલજ્ઞાન પ્રાપ્ત થતાં, તેમના ઉત્તરાધિકારી શ્રી જંબુસ્વામીની સમસ્ત શ્રમણગણ સહિત ચતુર્વિધ સંઘના નાયકપદે સ્થાપના થઈ હતી. આઠ વર્ષ સુધી કેવલી પણે વિચરી, 100 વર્ષની વયે, વિ. સ. પૂર્વે ૪૫૦માં, શ્રી સુધર્માસ્વામી રાજગૃહીના વૈભારગિરિ ઉપર એક મહિનાના અનશનપૂર્વક નિર્વાણ પામી મોક્ષગામી બન્યા હતા. તેઓના એક બીજા શિષ્ય શ્રી પ્રભવસ્વામી પણ શ્રી જબૂસ્વામી પછી સંઘનાયક થયા હતા. (જેન પરંપરાને ઇતિહાસ” અને અન્ય ગ્રંથ-લે આદિમાંથી સાભાર) ભરતક્ષેત્રે વર્તમાન ચોવીશીના અંતિમ કેવલજ્ઞાની-મોક્ષગામી આચાર્ય શ્રી જંબુસ્વામીજી મહારાજ ચરમ તીર્થપતિ શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં સંઘનાયકની બીજી પાટે આચાર્ય જંબૂસ્વામી થયા. જંબુસ્વામીના ગુરુ ભગવાન મહાવીરના પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામી હતા. જંબૂવામીએ શ્રી સુધર્માસ્વામી પાસે દ્વાદશાંગીને સોપાંગ અભ્યાસ કર્યો હતે. આથી જંબુસ્વામીના દીક્ષાગુરુ અને વિદ્યાગુરુ શ્રી સુધર્માસ્વામી હતા. જબૂ કુમારનો જન્મ વીરનિર્વાણ પૂર્વે ૧૬મા વર્ષે રાજગૃહીંનગરમાં છે. તેમના પિતાનું નામ વભદત્ત અને માતાનું નામ ધારણ હતું. તેમને નામ પ્રમાણે ગુણવાળી (1) સમુદ્રશ્રી, (2) પદ્મશ્રી, (3) પદ્મસેના, (4) કનકસેના, (5) નભસેના, (6) કનકશ્રી, (7) કનકાવતી, (8) જ્યશ્રી નામે આઠ પત્ની હતી. ઉષભદત્ત રાજગૃહનગરના શ્રેષ્ઠી હતા. અપાર લક્ષ્મીના સ્વામી હતા. તેમને ધારિણે નામે સદ્ધર્મચારિણી સ્ત્રી હતી. એક વખત ધારિણીના ગર્ભમાં મહાન તેજસ્વી વિદ્યન્માલદેવને જીવ ગર્ભપણે ઉત્પન્ન થશે. તે વખતે ધારિણીએ સ્વમમાં શ્રત સિંહ જોયો અને પિતાના ઉદરમાં રહેલા પુત્રને સુસંસ્કારી બનાવવા માટે વિશેષપણે સંયમપૂર્વક રહીને ધર્માચરણ કરવા લાગી. ગર્ભસ્થિતિ પૂર્ણ થયે ધારિણીએ તેજસ્વી પુત્રને જન્મ આપે. માતાએ ગર્ભધારણ વખતે જંબુદ્વીપના અધિષ્ઠાતા દેવને ઉદ્દેશીને 108 આયંબિલપૂર્વક આરાધના કરી હતી, આથી શુભ મુહૂતે તેનું નામ જંબૂ પાડવામાં આવ્યું. બાળક જબૂ રૂપસંપન્ન અને તેજસ્વી હતો. તેનામાં અનુક્રમે વિનયાદિ ગુણે વિકાસ પામ્યા. યૌવનવયમાં તેમનું રૂપ વિશે ખીલી ઊઠયું. એક વખત જંબૂએ મગધસમ્રાટ શ્રેણિકના ગુણશીલ નામના ઉદ્યાનમાં શ્રી સુધર્માસ્વામીનું ભવસંતાપહારી પ્રવચન સાંભળ્યું. તેનાથી તેના હૃદયમાં સંયમ ગ્રહણ કરવાને તીવ્ર અભિલાષ જાગ્રત થશે. જંબૂએ શ્રી સુધર્માસ્વામી પાસે જઈને Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7