Book Title: Sudharmaswami
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Catalog link: https://jainqq.org/explore/249056/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ASZESESZEREZZESZESSZEESEE પરમ પ્રભાવક-પ્રતાપી પૂર્વાચાર્યો EZSASSASSAGESSeSSPSISESESZSCH ચરમ તીર્થકર શ્રી મહાવીર પરમાત્માના પંચમ ગણધર અને પ્રવર્તમાન શ્રી વીરશાસન શ્રમણ પરંપરાના પ્રથમ પટ્ટધર શ્રી સુધર્માસ્વામીજી ગણધર ભગવંત તીર્થકર ભગવાન મહાવીરસ્વામીના તીર્થ( શાસન)ની સ્થાપના : આ અવસણિીકાળમાં પરમાત્મા શ્રી રાષભદેવ વગેરે ૨૪ તીર્થકર ભગવાન થયા. તેમાં અંતિમ તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીર સ્વામી થયા, જેમનું આ કાળે જિનશાસન પ્રવર્તે છે, જ્યવંતુ વતે છે. વિ. સ. પૂર્વે ૫૪૩માં પરમાત્મા શ્રી વર્ધમાનને જન્મ થયો હતે. ૩૦ વર્ષની વયે તેઓશ્રીએ પ્રવજ્યા-દીક્ષા અંગીકાર કરી; અને ૧૨ા (સાડાબાર) વર્ષપર્યત ઘોર તપશ્ચર્યા કરી, અનેક ઉપસર્ગો સહ્યાં અને પરમ સમતા અને અખંડ આત્મસાધનાપૂર્વક કેવલજ્ઞાન પામ્યા. કેવલજ્ઞાનપ્રાપ્તિના બીજા જ દિવસે, વિ. સં. પૂર્વે ૫૦૧માં વૈશાખ સુદિ ૧૧ના વહેલી સવારે, તીર્થકર ભગવાન શ્રી વર્ધમાનસ્વામી અપાપાનગરી (પાવાપુરી)ના મહાસેન વનમાં પધાર્યા હતા. 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક યોગાનુયેગ, એ જ સમયે, એ જ અપાપાનગરીમાં મિલ નામના ધનાઢય બ્રાહ્મણે એક મહાયર અને એ માટે દેશના મોટા મોટા નામાંકિત બ્રાહ્મણ પંડિતને આમંચ્યા હતા. તેમાં સારા મગધદેશમાં અદ્વિતીય ગણાય એવા વૈદિક આચાર્ય ગૌતમ ગેત્રીય (૧) શ્રી ઇન્દ્રભૂતિ અને તેમના બે લધુ બંધુઓ : (૨) શ્રી અગ્નિભૂતિ અને (૩) શ્રી વાયુભૂતિ તેમ જ અન્ય દિગ્ગજ આચાર્ય પંડિતે, જેવા કે (૪) ભારદ્વાજ ગોત્રીય શ્રી વ્યક્ત, (પ) અગ્નિવૈશ્યાયન ગોત્રીય શ્રી સુધર્મા, (૬) વાસિષ્ઠ ગોત્રય શ્રી મંડિત, (૭) કાશ્યપ શેત્રી શ્રી મૌર્યપુત્ર, (૮) ગૌતમ ગોત્રી શ્રી અંકપતિ, (૯) હરિત ગોત્રી શ્રી અલભ્રાતા, (૧૦) કૌડિલ ત્રીય શ્રી મેતાર્થ અને (૧૧) કોંડિલ ગોત્રીય શ્રી પ્રભાવ પિતાના વિશાળ શિષ્ય પરિવાર સાથે પધાર્યા હતા. અપાપાનગરીમાં આ દિવસે ચોમેર લચલ મચી ગઈ હતી. એક બાજુ હજારો લોકે વિપ્રદેવ મિલે આદરેલા મહાયાના દર્શને જઈ રહ્યા હતા, તો બીજી બાજુ માનવમહેરામણ તીર્થકર પરમાત્મા શ્રી મહાવીરસ્વામીની ધર્મપર્ષદામાં ઊમટી રહ્યો હતો. વળી, જોતામાં નગરીનું આકાશ પણ દેવવિમાનોથી છવાઈ ગયું હતું. એ દેવવિમાને સર્વજ્ઞ-સર્વદર્શી ભગવાન મહાવીર સ્વામીના સમવસરણ તરફ જઈ રહ્યાં હતાં. મહાયજ્ઞમાં ઉપસ્થિત અગિયારે દિગ્ગજ પંડિતોએ પિતાની ધારણાથી વિરુદ્ધ આ દ્રશ્ય જોઈ અને પિતાથી પણ વધુ રાની-સર્વજ્ઞ આવ્યાનું જાણી, તેમનાં આશ્ચર્ય સાથે અભિમાન ઘવાયું છે તેને થયું કે શું અમારાથી વધુ વિદ્વાન કઈ હેઈ શકે? ગૌતમ બન્યા ગણધર... કંઈક કુતૂહલથી, કંઈક વિદ્યાના અભિમાનથી અને સર્વજ્ઞ મહાવીરનો શાસ્ત્રાર્થમાં પરાજ્ય કરવાના આશયથી સર્વ પ્રથમ પ્રકાંડ પંડિત શ્રી ઈદ્રભૂતિ ભગવાન મહાવીરની ધર્મપર્વ દામાં જાય છે. તેમને થાય છે કે ક્યારે વાદ-વિવાદ કરું અને મહાવીરને પરાજય કરી મારી વિદ્યાનો જ્યજયકાર કરું? તેમની આ ઉત્સુકતાના અંતની ઘડી આવી પહોંચી. તેઓ ભગવાન મહાવીર સમીપ પહોંચી ગયા. ભગવાનના અતિશય જોઈને ઇન્દ્રભૂતિ પળવાર અહભાવ અનુભવી રહ્યા: કેવું પ્રશાંત રૂપ, કે આત્મવૈભવ અને કેવું દિવ્ય તેજ !!! અને જ્યાં ઇન્દ્રભૂતિ ભગવાનની બરાબર સન્મુખ ખડા થયા, ત્યાં જ ભગવાન મહાવીરે વાત્સલ્ય નીતી વાણીમાં તેમને આવકારતાં કહ્યું : “ઇન્દ્રભૂતિ ગૌતમ! પધારો! તમારું સ્વાગત છે !” ઇન્દ્રભૂતિ પિતાનું નામ સાંભળીને એક ક્ષણ તે વિસ્મય પામ્યા, પણ બીજી જ ક્ષણે તેમનો અહં પિકારી ઊઠ્યો : ના, ના! મને કણ ન ઓળખે? હું વિખ્યાત પંડિત, મને સહુ કઈ જાણે! મારા નામથી મને બેલા એમાં શી નવાઈ! હા, તેઓ મારા મનની શંકાને પામી, એનું સમાધાન કરી આપે તે ખરા જ્ઞાની માનું. ભગવાન મહાવીરે એ જ પળે કહ્યું: “ઇન્દ્રભૂતિ ગૌતમ! જીવનું અસ્તિત્વ છે કે નહિ, એ શંકા તમારા હૃદયને સંતાપી રહી છે, ખરું ને? ... ઇન્દ્રભૂતિ ચમકીને વિચારમાં પડી ગયા ? મારી આ શંકા મેં ક્યારેય કેઈ ને જણાવી નથી, તે આમને ક્યાંથી ખબર પડી? ભગવાન 2010_04 Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતો મહાવીરની આ ગહન જ્ઞાનશક્તિ અને વાત્સલ્યભર્યું વલણ જેઈ ઇન્દ્રભૂતિના જ્ઞાનને ગર્વ ગળી ગયો. વાદ-વિવાદ કરવાનું પણ એ વીસરી ગયા અને પોતાની શંકાનું સમાધાન પામી, ભગવાન મહાવીરને સમર્પિત થઈ પિતાના પ૦૦ શિષ્ય સાથે ઢીક્ષા લઈ, ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય-ગણધર બની કૃતકૃત્યતા અનુભવી રહ્યા. શ્રી ગૌતમસ્વામી પ્રથમ ગણધરપદનું તેમ જ ગુરુ- શિષ્યના આદર્શનું અદ્વિતીય અને વિરલ આદરમાન પામ્યા છે. ભગવાન અને ગૌતમસ્વામી વચ્ચે સંવાદ સમગ્ર જિનાગમશાસ્ત્રમાં મહત્વનું બની ગયો છે. તેઓ વચ્ચેના સૌથી વધુ પ્રશ્નોત્તર આશરે ૩૬ હજાર – ભગવતીસૂત્રમાં જોવા મળે છે. ૨૩મા તીર્થકર શ્રી પાર્શ્વનાથ પ્રભુની પરંપરાના શ્રી કેશી ગણધર સાથેના વાર્તાલાપમાં, તેમના દરેક સંશયાનું સમાધાન કરનાર અને ભગવાન મહાવીરની પરંપરાને અંગીકાર કરાવનાર શ્રી ગૌતમસ્વામી બુદ્ધિનિધાન હતા, તેમ અતિ ઉગ્ર તપ, ઉત્તમોત્તમ ભાવ અને ધ્યાનના કારણે તેઓ લલ્પિનિધાન પણ હતા. દીપિલ્લવીના દિને ચેપડાપૂજનમાં શ્રી ગૌતમસ્વામીની લબ્ધિ હ’ એમ લખવાની અને બેસતા વર્ષે મંગલ પ્રભાતે ધર્મસ્થાનમાં “શ્રી ગૌતમસ્વામીના રાસ’નું માંગલિક રૂપે શ્રવણ કરવાની પરંપરા આજ વર્ષોથી ચાલતી આવી છે. શ્રી વીરશાસનના સંઘનાયક, પ્રથમ પટ્ટધર શ્રી સુધીમાં સ્વામીનું જીવન-દર્શન : વિ. સં. પૂર્વે ૪૧૭ના આ વદિ અમાસની પાછલી રાત્રિએ ભગવાન મહાવીરસ્વામી નિર્વાણ પામ્યા અને તેના બીજા જ દિવસે વહેલી સવારે શ્રી ગૌતમસ્વામી કેવલજ્ઞાન પામ્યા. ભગવાન મહાવીરસ્વામીની વિદ્યમાનતામાં ૯ ગણધર નિર્વાણ પામ્યા હતા અને અન્ય બે વિદ્યમાન ગણધમાં શ્રી ગૌતમસ્વામી ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી અલ્પ સમયમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરતા (ભગવાન મહાવીરસ્વામીના પ્રથમ પટ્ટધર અને ચતુર્વિધ સંઘના નાયક શ્રી સુધર્માસ્વામી થયા. શ્રી સુધર્માસ્વામીને જન્મ વિ. સં. પૂર્વે ૫૫૦માં મગધદેશના કેલ્લાગશનિવેશ ગામે થયો હતો. ભગવાન મહાવીર (વર્ધમાન)નાં જે જન્મનક્ષત્ર અને જન્મરાશિ હતાં, તે જ ઉત્તરા ફાગુની નક્ષત્ર અને કન્યારાશિમાં શ્રી સુધર્માસ્વામીને જન્મ થયો હતો. તેમના પિતાનું નામ ધમ્મિલ અને માતાનું નામ ભકિલા હતાં. તેઓ અગ્નિશ્યાયન ગોત્રીય બ્રાહ્મણ હતા. (શ્રી સુધર્માસ્વામી વિદ્યોપાસનામાં કફ, સામ, યજુ, અથર્વ એ ચાર વેદો, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્તિ, છંદ અને તિષ એ છ વેદાંગે; અને મીમાંસા, ન્યાય, ધર્મદર્શન અને પુરાણ એ ચાર ક્રિયાકાંડ આદિના પ્રકાંડ પંડિત અને આચાર્ય બન્યા હતા. તેમની પાડશાળામાં પ૦૦ વિદ્યાર્થીઓ-શિષ્ય વિદ્યાભ્યાસ કરતા હતા. એ સમયે યાને ખૂબ જ મહિમા હતા. મિલ નામના વિપ્રદેવે પાપાનગીમાં એક મહાયજ્ઞ યોજ્યો હતા. તેમણે આ યના ક્રિયાકાંડ માટે દેશના ખ્યાતનામ પંડિત-ત્વિજેને નિમંચ્યા હતા. તેમાં પધારેલા અગિયાર પ્રકાંડ આચાર્ય પંડિતમાં શ્રી સુધમાં પણ પધાર્યા હતા. એ જ સમયે ભગવાન મહાવીર, કેવલજ્ઞાન પ્રાપ્ત કરી દેશના આપવા. અપાપાપુરી પધાર્યા હતા. 2010_04 Page #4 -------------------------------------------------------------------------- ________________ ૪ શાસનપ્રભાવક તેમની દેશના સાંભળવા માનવગણ તેમ જ દેવાને પણ દેવિમાનમાં જતાં જોઈ, યજ્ઞમાં ઉપસ્થિત પતિ આશ્ચય અને આધાત પામ્યા. પેાતાને વિદ્યામાં સશ્રેષ્ઠ માનતા આ પડિતે તેનુ‘ પ્રતિપાદન કરવા અને ભગવાન મહાવીરને પરાસ્ત કરવાના નિણ્ય કરી, સૌ પ્રથમ સમ પતિ ઇન્દ્રભૂતિ જાય છે. તેએને પાછા આવવામાં વિલબ થતાં તેમના લઘુબંધુ અગ્નિભૂતિ, વાયુભૂતિ અને પતિ વ્યક્ત પણ ભગવાન મહાવીરને પરાભૂત કરવા એક પછી એક જાય છે. તે પણ સ્વશંકાનું સુંદર રીતે સમાધાન પામી પાતપેાતાના ૫૦૦ શિષ્યપરિવાર સાથે ભગવાન મહાવીરના શિષ્ય અની જાય છે. આ વાત જાણી, અતિ આઘાતથી આવેશવશ દિગ્ગજ પતિ સુધર્માં પણ ધર્માંદામાં પહોંચી ભગવાન મહાવીર સામે વાદવિવાદ કરવા તત્પર થઈ જાય છે. પણ ભગવાનની વત્સલ નજર પડતાં પોતાના આવવાને હેતુ જ વીસરી જાય છે. તેમના કાને જાણે વીણાને ઝંકાર સંભળાય છે: “ અગ્નિવૈશ્યાયન સુધર્મા ! તમારા મનમાં એવી શંકા છે ને કે જીવ જેવા આ ભવે હાય છે તેવા જ તે પરભવે થાય છે? ’ ' સુધર્મો અહેાભાવથી માત્ર થોડા જ શબ્દે ખેલી શકવા : “ હા, પ્રભુ ! આપે માર મનની ગુપ્ત શંકાને બરાબર ઓળખી છે. પણ પ્રભુ ! આમ માનવુ છુ' અયુક્ત છે ? છે, તે સાથી તે કહેવા કૃપા કરે.’” અને ભગવાન મહાવીરે તક થી સમજાવ્યું કે, “ મનુષ્ય મરીને મનુષ્ય પણ થઈ શકે છે, જે તેનામાં સરળતા, મૃદુતા, સદાચાર આદિ સદ્ગુણ્ણા હેય તે. મનુષ્ય મનુષ્યનું આયુષ્ય આંધી પૂર્વ ભવે મનુષ્ય થઈ શકે છે અને ઉપયુક્ત સદ્ગુણૢા ન હોય તે મરીને તિય “ચમાં કે નારકીમાં જન્મે છે, અને ઉપર કહેલા ગુણાથી વધુ ગુણાને ખીલવીને મરે તે દેવલેાકમાં જન્મે છે, એટલે જે આ ભવે જેવા હાય તેવા જ પૂર્વ થાય એવા એકાંતિક નિયમ નથી, જીવનની ગતિ કર્માનુસારી છે. ” ぐ ભગવાન મહાવીરના મુખે પેાતાની શંકાનું સમાધાન પામતાં શ્રી સુધર્માને વિદ્યામદ અને આવેશ સ` શમી ગયા અને પ્રભુ મહાવીરને જ સર્વ સ્વ માની પોતાના ૫૦૦ શિષ્ય-પરિવાર સાથે દીક્ષા અંગીકાર કરી, પંચમ ગણધરપદને પામી ધન્ય ધન્ય બની ગયા, વિપ્રદેવ સામિલના મહાયજ્ઞમાં આવેલા અન્ય છએ પડિત પણ, એક પછી એક ભગવાન મહાવીર સન્મુખ જતા, પૂના પિતાની જેમ વાદથી ઉન્મુખ એવુ... ભગવાન દ્વારા શંકાનું સમાધાન પામતા પોતપેતાના શિષ્યપરિવાર સાથે દીક્ષા સ્વીકારી ગણધરપદની પ્રાપ્તિ કરે છે. વિ. સ. પૂર્વે ૫૦૧ના વૈશાખ સુદિ ૧૧ને એ દિવસ જિનશાસન અને સારાયે ભૂમ’ડલ માટે શકવતી બની ગયે.. પરમાત્મા મહાવીરની, કેવલજ્ઞાન પ્રાપ્તિ પછીની, સુ પ્રથમ સફળ દેશનાથી ૧૧ પડિતા અને તેઓને શિષ્ય-પરિવાર મળી ૪૪૦૦ ( ચાર હજાર ચાર) પુણ્યાત્માએ એ દીક્ષા અંગીકાર કરી. ભગવાન મહાવીરે ૧૧ પડતાને દીક્ષા પ્રદાન કરી ઉપદેશ આપ્યું કે, “ સંસારના પ્રત્યેક પદાર્થ ઉત્પાદ, વ્યય, ધ્રોવાત્યમય સ્વભાવવાળા છે. ’’ આ ‘ત્રિપદી ’ના ઉપદેશ-શ્રવણથી તેઓને ‘ગણુધરલબ્ધિ' પ્રાપ્ત થઈ અને આ લબ્ધિવંત અગિયારે ગણધરોએ ભગવાનના ઉપદેશની સકલના રૂપે ‘દ્વાદશાંગી ’ની રચના કરી. આ જ દિવસે ભગવાન મહાવીરે આ અગિયાર ગણધરાની સાથે સાધુ-સાધ્વી—શ્રાવક—શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના 2010_04 Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભાવતો કરી. વૈશાખ સુદિ ૧૧ના એ શુભ દિવસને “ચરમ તીર્થંકર શ્રી મહાવીરસ્વામીના તીર્થ(શાસન)ની સ્થાપના દિવસ” કહેવાય છે ભગવાન મહાવીરે આ ચતુર્વિધ સંઘની સ્થાપના કરીને જુદા જુદા વિભાગે–ગણની રચના કરી અને તેની વ્યવસ્થા પિતાના આ મુખ્ય અગિયાર શિષ્યોને પી. આથી તેઓ એ ગણને નાયક બન્યા અને એ રીતે પણ તેઓ “ગણધર' કહેવાયા. આ અગિયાર ગણધરમાં શ્રી સુધર્માસ્વામી પાંચમા ગણધર હતા. (શ્રી સુધર્માસ્વામી સરલતમ, સૌમ્ય, નિર્મલ, ભદ્રપરિણામી, સત્યના ઉપાસક ને સાધક, વેદ-વેદાંગપુરાણની ચૌદે વિદ્યાના જાણકાર, પ્રજ્ઞાવાન, સંપૂર્ણ જિનાગમના પારગામી, અજોડ સંકલનકાર, વિનમ્ર અને વિનયવાન શિષ્ય, વત્સલ અને મેધાવી ગુરુ, સવિશુદ્ધ ચારિત્રશીલ, અપ્રમત્ત આત્મસાધક, ક્ષમાસાગર, પંચમહાવ્રતના અણિશુદ્ધ પાલક, સ્વ૫ર કલ્યાણમાં સદા તત્પર વગેરે વગેરે સદ્ગુણોથી સુસમ્પન્ન અને અગ્રેસર હતા. તેઓની પિતાની શિષ્યસંપદા ૩૯૦૦થી પણ વધુ હતી. આચાર્ય મલયગિરિ આવશ્યક નિયુક્તિ ”ની વૃત્તિમાં લખે છે: “એ ક્ષમાસાગર, લેહસાર સમાન કાન્તિમાન રંગવાળા “હાર્ય” ધન્ય છે કે જેમના ભિક્ષાપાત્રથી સ્વયં જિનેન્દ્ર ભગવાન મહાવીર પિતાના હસ્તપાત્ર દ્વારા ભજન કરે છે.” આ ઉલ્લેખથી બે વાત જાણવા મળે છે: ૧. સુધર્માસ્વામીનું બીજું નામ લેહાર્ય છે. ૨. ભગવાનના માટે તે ગોચરી લઈ આવતા. આમ છતાં, લોહાર્ય નામ બહુ પ્રચલિત નથી, અને તે અંગે વિદ્વાનોમાં એકમત પણ નથી. શ્રી સુર્માસ્વામીના દીક્ષા જીવનના ત્રણ પ્રસંગેની શક્તિ ને નીચે પ્રમાણે મળે છે : એક ઃ ભગવાન મહાવીર વિદ્યમાન હતા એ સમયે તેમના પરમ ભક્ત શ્રેણિક રાજાએ કુમાર-કુમરી પર્વત ઉપર એક જિનાલય બંધાવ્યું હતું. શ્રી સુધર્માસ્વામીએ આ જિનાલયમાં ભગવાન શ્રી કષભદેવની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. બેઃ ભગવાન મહાવીરના નિર્વાણના અંતિમ દિવસે, તેઓ ભગવાનને વિનયથી પૂછે છે? હે ભગવંત! કેવળજ્ઞાનરૂપી સૂર્ય કયારે અને તેના પછી ઉચ્છેદ પામશે, તે કહેવા કૃપા કરે.” તેમના આ પ્રશ્નથી આપણને સૌને જાણવા મળ્યું કે, જે બૂસ્વામી છેલ્લા કેવળી બનશે, ત્યાર પછી કેઈને કેવળજ્ઞાન નહિ થાય. ત્રણ ભગવાનના નિર્વાણ બાદ શ્રી સુધર્માસ્વામી ચંપાનગરીમાં શિષ્ય પરિવાર સાથે પધાર્યા. આ શિષ્ય પરિવારમાં શ્રી અંબૂસ્વામી પણ હતા. મગધનરેશ કેણિક તેમને વંદન કરવા માટે ગયા. શ્રી અંબૂસ્વામીનું અપ્રતિમ સૌંદર્ય જોઈને કેણિકે પૂછયું : “હે ભગવંત! આપના આ શિષ્યવૃદમાં તારામંડળમાં શરદ પૂર્ણિમાના ચંદ્ર સમાન કાંતિવાન, ઘસીચિત ઝળહળતી પેત સમાન તેજસ્વી અને સૌંદર્યસમ્રાટ આ શ્રમણ કણ છે? કયા દાન, શીલ, તપ અને ભાવના પ્રભાવથી તેમણે આવું ભુવનમેહન સૌંદર્ય અને તેજ પ્રાપ્ત કર્યા છે??? 2010_04 Page #6 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક એના જવાબમાં શ્રી જંબુસ્વામીને પૂર્વભવ આપણને બીજીવાર જાણવા મળ્યું. આ પૂર્વે સમ્રાટ શ્રેણિકે વિદ્યુમ્માલી દેવને જોઈને, તેમના વિષે જાણવાની જિજ્ઞાસા ભગવાન સમક્ષ વ્યક્ત કરી ત્યારે ભગવાને જે બૂસ્વામીના પૂર્વ ભવની વાત કહી હતી અને તેમના જન્મની આગાહી કરી હતી.] આ તે ત્રણ પ્રસંગે છે, પરંતુ તેઓના જીવનની મહત્ત્વની અને શકવતી ઘટના તેઓએ રચેલી “ દ્વાદશાંગી નું પ્રદાન છે. ભગવાન મહાવીર સ્વામીના ઉપદેશ પ્રમાણે તેમના અગિયારે ગણધરેએ જિનાગમના મુખ્ય એવાં ૧૨ અંગ-શાસ્ત્રની રચના કરી હતી. આ બાર અંગ-શા એ જ ‘દ્વાદશાંગી”. દરેક ગણધરે દ્વાદશાંગી' રચી હતી. અને તેઓ પિતાના ગણ (શિષ્ય)ને તેનું અધ્યયન કરાવતા હતા. તેમાં ૯ ગણધરે ભગવાન મહાવીરની વિદ્યમાનતામાં જ નિર્વાણ પામતા અને ગૌતમસ્વામી ભગવાન મહાવીરના નિર્વાણ પછી અલપ સમયમાં જ કેવલજ્ઞાન પ્રાપ્ત કરતા, આ દશેય ગણધરેનો શિષ્ય પરિવાર, અર્થાત્ સમસ્ત શ્રમણસંઘ શ્રી સુધર્મા સ્વામીને આજ્ઞાવતી બનતા, અને આ પરિસ્થિતિમાં ૧૦ ગણધરની દ્વાદશાંગીનું પઠન-પાઠન કમે ક્રમે બંધ પડતાં, એક માત્ર શ્રી સુધર્માસ્વામી રચિત દ્વાદશાંગીનું પઠન-પાઠન ચાલું રહ્યું અને આજે એ જ દ્વાદશાંગી વિધમાન રહી જગત ઉપર પરમ ઉપકાર કરી રહી છે. વર્તમાન જૈનશાસન તેના આધારે જ પ્રવર્તી રહ્યું છે. આ દ્વાદશાંગી એ જ જૈનધર્મનું મૌલિક અને પ્રધાન શ્રતસાહિત્ય છે. આ દ્વાદશાંગીબાર અંગે (શા)ના નામ નીચે મુજબ છે : (૧) આચારાંગ, (૨) સૂત્રકૃતાંગ, (૩) સ્થાનાંગ, (૪) સમવાયાંગ, (૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતીસૂત્ર), (૬) જ્ઞાતાધર્મકથા, (૭) ઉપાસકદશા, (૮) અંતકૃતદશા, (૯) અનુત્તરૌપતિકદશા, (૧૦) પ્રશ્નવ્યાકરણ (૧૧) વિપાકશુત અને (૧૨) દષ્ટિવાદ. આ બારમા અંગના પાંચ વિભાગમાં (૧) પરિકર્મ, (૨) સૂત્ર, (૩) પૂર્વ, (૪) ચૂલિકા (૫) અનુગ હતા. તેમાં ત્રીજા વિભાગ પૂર્વમાં ૧૪ ભેદ, જે આ પ્રમાણે હતા : ઉત્પાદ, અગ્રાયણ, વીર્ય, અસ્તિ-નાસ્તિ, જ્ઞાનપ્રવાદ, સત્યપ્રવાદ, આત્મપ્રવાદ, કર્મપ્રવાહ, પ્રત્યાખ્યાનપ્રવાં, વિદ્યાનુપ્રવાદ, અવંધ્ય, પ્રાણાયુ, ક્રિયાવિલ અને લેકબિંદુસાર, આ ચૌદ પૂર્વોની રચના અગિયારે ગણધરોએ ગણધરપદની પ્રાપ્તિ થઈ એ જ સમયે કરી હતી. દ્વાદશાંગીની પહેલાં જ આ વિભાગની રચના થઈ હતી, તેથી તેને “પૂર્વ’ એવી સંજ્ઞા આપવામાં આવી હતી. આ ચૌદ પૂર્વ સહિત આખુંય બારમું અંગ દષ્ટિવાદ વીર સં. ૧૦૦૦માં વિચ્છેદ પામ્યું છે. ) શ્રી સુધર્માસ્વામીએ પચાસ વર્ષની વયે દીક્ષા અંગીકાર કર્યા પછી ભારતવર્ષમાં વિચરી ભગવાન મહાવીરના દિવ્ય સંદેશને મધુર અને બેધક વાણીથી સુંદર પ્રચાર કર્યો હતો. તેમના ધર્મોપદેશથી અનેક આત્માથી ભવિ છએ જેનધર્મ સ્વીકારી આત્મકલ્યાણ સાધ્યું હતું. તેમાં અનેક રાજા-મહારાજાઓ, રાજકુંવરો, મંત્રીઓ, શ્રેષ્ઠીવર્યો અને અન્ય ક્ષેત્રના મહારથીઓ પણ હતા. તેમાંના કેટલાયે પિતાનાં અઢળક ધનસંપત્તિ અને વૈભવ-વિલાસને ત્યાગીને સંયમમાર્ગને સ્વીકાર કરી દીક્ષા ગ્રહણ કરી હતી. શ્રી સુધર્માસ્વામીએ જેમ જિનશાસનની અદ્દભુત શાસનપ્રભાવના કરી હતી, તેમ ભગવાન મહાવીરની ઉત્તમોત્તમ સેવા-ભક્તિ પણ કરી હતી. 2010_04 Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતે ભગવાન મહાવીરના નિર્વાણ સમયે સુધર્માસ્વામીની વય 80 વર્ષની હતી. ૯ર વર્ષની વયે, વીરનિર્વાણ સં. 12 (વિ. સં. પૂર્વે ૪પ૮)માં, તેઓને કેવલજ્ઞાન પ્રાપ્ત થતાં, તેમના ઉત્તરાધિકારી શ્રી જંબુસ્વામીની સમસ્ત શ્રમણગણ સહિત ચતુર્વિધ સંઘના નાયકપદે સ્થાપના થઈ હતી. આઠ વર્ષ સુધી કેવલી પણે વિચરી, 100 વર્ષની વયે, વિ. સ. પૂર્વે ૪૫૦માં, શ્રી સુધર્માસ્વામી રાજગૃહીના વૈભારગિરિ ઉપર એક મહિનાના અનશનપૂર્વક નિર્વાણ પામી મોક્ષગામી બન્યા હતા. તેઓના એક બીજા શિષ્ય શ્રી પ્રભવસ્વામી પણ શ્રી જબૂસ્વામી પછી સંઘનાયક થયા હતા. (જેન પરંપરાને ઇતિહાસ” અને અન્ય ગ્રંથ-લે આદિમાંથી સાભાર) ભરતક્ષેત્રે વર્તમાન ચોવીશીના અંતિમ કેવલજ્ઞાની-મોક્ષગામી આચાર્ય શ્રી જંબુસ્વામીજી મહારાજ ચરમ તીર્થપતિ શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં સંઘનાયકની બીજી પાટે આચાર્ય જંબૂસ્વામી થયા. જંબુસ્વામીના ગુરુ ભગવાન મહાવીરના પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામી હતા. જંબૂવામીએ શ્રી સુધર્માસ્વામી પાસે દ્વાદશાંગીને સોપાંગ અભ્યાસ કર્યો હતે. આથી જંબુસ્વામીના દીક્ષાગુરુ અને વિદ્યાગુરુ શ્રી સુધર્માસ્વામી હતા. જબૂ કુમારનો જન્મ વીરનિર્વાણ પૂર્વે ૧૬મા વર્ષે રાજગૃહીંનગરમાં છે. તેમના પિતાનું નામ વભદત્ત અને માતાનું નામ ધારણ હતું. તેમને નામ પ્રમાણે ગુણવાળી (1) સમુદ્રશ્રી, (2) પદ્મશ્રી, (3) પદ્મસેના, (4) કનકસેના, (5) નભસેના, (6) કનકશ્રી, (7) કનકાવતી, (8) જ્યશ્રી નામે આઠ પત્ની હતી. ઉષભદત્ત રાજગૃહનગરના શ્રેષ્ઠી હતા. અપાર લક્ષ્મીના સ્વામી હતા. તેમને ધારિણે નામે સદ્ધર્મચારિણી સ્ત્રી હતી. એક વખત ધારિણીના ગર્ભમાં મહાન તેજસ્વી વિદ્યન્માલદેવને જીવ ગર્ભપણે ઉત્પન્ન થશે. તે વખતે ધારિણીએ સ્વમમાં શ્રત સિંહ જોયો અને પિતાના ઉદરમાં રહેલા પુત્રને સુસંસ્કારી બનાવવા માટે વિશેષપણે સંયમપૂર્વક રહીને ધર્માચરણ કરવા લાગી. ગર્ભસ્થિતિ પૂર્ણ થયે ધારિણીએ તેજસ્વી પુત્રને જન્મ આપે. માતાએ ગર્ભધારણ વખતે જંબુદ્વીપના અધિષ્ઠાતા દેવને ઉદ્દેશીને 108 આયંબિલપૂર્વક આરાધના કરી હતી, આથી શુભ મુહૂતે તેનું નામ જંબૂ પાડવામાં આવ્યું. બાળક જબૂ રૂપસંપન્ન અને તેજસ્વી હતો. તેનામાં અનુક્રમે વિનયાદિ ગુણે વિકાસ પામ્યા. યૌવનવયમાં તેમનું રૂપ વિશે ખીલી ઊઠયું. એક વખત જંબૂએ મગધસમ્રાટ શ્રેણિકના ગુણશીલ નામના ઉદ્યાનમાં શ્રી સુધર્માસ્વામીનું ભવસંતાપહારી પ્રવચન સાંભળ્યું. તેનાથી તેના હૃદયમાં સંયમ ગ્રહણ કરવાને તીવ્ર અભિલાષ જાગ્રત થશે. જંબૂએ શ્રી સુધર્માસ્વામી પાસે જઈને 2010_04