________________
શ્રમણભાવતો
કરી. વૈશાખ સુદિ ૧૧ના એ શુભ દિવસને “ચરમ તીર્થંકર શ્રી મહાવીરસ્વામીના તીર્થ(શાસન)ની સ્થાપના દિવસ” કહેવાય છે
ભગવાન મહાવીરે આ ચતુર્વિધ સંઘની સ્થાપના કરીને જુદા જુદા વિભાગે–ગણની રચના કરી અને તેની વ્યવસ્થા પિતાના આ મુખ્ય અગિયાર શિષ્યોને પી. આથી તેઓ એ ગણને નાયક બન્યા અને એ રીતે પણ તેઓ “ગણધર' કહેવાયા. આ અગિયાર ગણધરમાં શ્રી સુધર્માસ્વામી પાંચમા ગણધર હતા.
(શ્રી સુધર્માસ્વામી સરલતમ, સૌમ્ય, નિર્મલ, ભદ્રપરિણામી, સત્યના ઉપાસક ને સાધક, વેદ-વેદાંગપુરાણની ચૌદે વિદ્યાના જાણકાર, પ્રજ્ઞાવાન, સંપૂર્ણ જિનાગમના પારગામી, અજોડ સંકલનકાર, વિનમ્ર અને વિનયવાન શિષ્ય, વત્સલ અને મેધાવી ગુરુ, સવિશુદ્ધ ચારિત્રશીલ, અપ્રમત્ત આત્મસાધક, ક્ષમાસાગર, પંચમહાવ્રતના અણિશુદ્ધ પાલક, સ્વ૫ર કલ્યાણમાં સદા તત્પર વગેરે વગેરે સદ્ગુણોથી સુસમ્પન્ન અને અગ્રેસર હતા. તેઓની પિતાની શિષ્યસંપદા ૩૯૦૦થી પણ વધુ હતી.
આચાર્ય મલયગિરિ આવશ્યક નિયુક્તિ ”ની વૃત્તિમાં લખે છે: “એ ક્ષમાસાગર, લેહસાર સમાન કાન્તિમાન રંગવાળા “હાર્ય” ધન્ય છે કે જેમના ભિક્ષાપાત્રથી સ્વયં જિનેન્દ્ર ભગવાન મહાવીર પિતાના હસ્તપાત્ર દ્વારા ભજન કરે છે.” આ ઉલ્લેખથી બે વાત જાણવા મળે છે: ૧. સુધર્માસ્વામીનું બીજું નામ લેહાર્ય છે. ૨. ભગવાનના માટે તે ગોચરી લઈ આવતા. આમ છતાં, લોહાર્ય નામ બહુ પ્રચલિત નથી, અને તે અંગે વિદ્વાનોમાં એકમત પણ નથી.
શ્રી સુર્માસ્વામીના દીક્ષા જીવનના ત્રણ પ્રસંગેની શક્તિ ને નીચે પ્રમાણે મળે છે :
એક ઃ ભગવાન મહાવીર વિદ્યમાન હતા એ સમયે તેમના પરમ ભક્ત શ્રેણિક રાજાએ કુમાર-કુમરી પર્વત ઉપર એક જિનાલય બંધાવ્યું હતું. શ્રી સુધર્માસ્વામીએ આ જિનાલયમાં ભગવાન શ્રી કષભદેવની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી.
બેઃ ભગવાન મહાવીરના નિર્વાણના અંતિમ દિવસે, તેઓ ભગવાનને વિનયથી પૂછે છે? હે ભગવંત! કેવળજ્ઞાનરૂપી સૂર્ય કયારે અને તેના પછી ઉચ્છેદ પામશે, તે કહેવા કૃપા કરે.”
તેમના આ પ્રશ્નથી આપણને સૌને જાણવા મળ્યું કે, જે બૂસ્વામી છેલ્લા કેવળી બનશે, ત્યાર પછી કેઈને કેવળજ્ઞાન નહિ થાય.
ત્રણ ભગવાનના નિર્વાણ બાદ શ્રી સુધર્માસ્વામી ચંપાનગરીમાં શિષ્ય પરિવાર સાથે પધાર્યા. આ શિષ્ય પરિવારમાં શ્રી અંબૂસ્વામી પણ હતા. મગધનરેશ કેણિક તેમને વંદન કરવા માટે ગયા. શ્રી અંબૂસ્વામીનું અપ્રતિમ સૌંદર્ય જોઈને કેણિકે પૂછયું :
“હે ભગવંત! આપના આ શિષ્યવૃદમાં તારામંડળમાં શરદ પૂર્ણિમાના ચંદ્ર સમાન કાંતિવાન, ઘસીચિત ઝળહળતી પેત સમાન તેજસ્વી અને સૌંદર્યસમ્રાટ આ શ્રમણ કણ છે? કયા દાન, શીલ, તપ અને ભાવના પ્રભાવથી તેમણે આવું ભુવનમેહન સૌંદર્ય અને તેજ પ્રાપ્ત કર્યા છે???
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org