________________
શાસનપ્રભાવક
યોગાનુયેગ, એ જ સમયે, એ જ અપાપાનગરીમાં મિલ નામના ધનાઢય બ્રાહ્મણે એક મહાયર અને એ માટે દેશના મોટા મોટા નામાંકિત બ્રાહ્મણ પંડિતને આમંચ્યા હતા. તેમાં સારા મગધદેશમાં અદ્વિતીય ગણાય એવા વૈદિક આચાર્ય ગૌતમ ગેત્રીય (૧) શ્રી ઇન્દ્રભૂતિ અને તેમના બે લધુ બંધુઓ : (૨) શ્રી અગ્નિભૂતિ અને (૩) શ્રી વાયુભૂતિ તેમ જ અન્ય દિગ્ગજ આચાર્ય પંડિતે, જેવા કે (૪) ભારદ્વાજ ગોત્રીય શ્રી વ્યક્ત, (પ) અગ્નિવૈશ્યાયન ગોત્રીય શ્રી સુધર્મા, (૬) વાસિષ્ઠ ગોત્રય શ્રી મંડિત, (૭) કાશ્યપ શેત્રી શ્રી મૌર્યપુત્ર, (૮) ગૌતમ ગોત્રી શ્રી અંકપતિ, (૯) હરિત ગોત્રી શ્રી અલભ્રાતા, (૧૦) કૌડિલ ત્રીય શ્રી મેતાર્થ અને (૧૧) કોંડિલ ગોત્રીય શ્રી પ્રભાવ પિતાના વિશાળ શિષ્ય પરિવાર સાથે પધાર્યા હતા.
અપાપાનગરીમાં આ દિવસે ચોમેર લચલ મચી ગઈ હતી. એક બાજુ હજારો લોકે વિપ્રદેવ મિલે આદરેલા મહાયાના દર્શને જઈ રહ્યા હતા, તો બીજી બાજુ માનવમહેરામણ તીર્થકર પરમાત્મા શ્રી મહાવીરસ્વામીની ધર્મપર્ષદામાં ઊમટી રહ્યો હતો. વળી, જોતામાં નગરીનું આકાશ પણ દેવવિમાનોથી છવાઈ ગયું હતું. એ દેવવિમાને સર્વજ્ઞ-સર્વદર્શી ભગવાન મહાવીર સ્વામીના સમવસરણ તરફ જઈ રહ્યાં હતાં. મહાયજ્ઞમાં ઉપસ્થિત અગિયારે દિગ્ગજ પંડિતોએ પિતાની ધારણાથી વિરુદ્ધ આ દ્રશ્ય જોઈ અને પિતાથી પણ વધુ રાની-સર્વજ્ઞ આવ્યાનું જાણી, તેમનાં આશ્ચર્ય સાથે અભિમાન ઘવાયું છે તેને થયું કે શું અમારાથી વધુ વિદ્વાન કઈ હેઈ શકે? ગૌતમ બન્યા ગણધર...
કંઈક કુતૂહલથી, કંઈક વિદ્યાના અભિમાનથી અને સર્વજ્ઞ મહાવીરનો શાસ્ત્રાર્થમાં પરાજ્ય કરવાના આશયથી સર્વ પ્રથમ પ્રકાંડ પંડિત શ્રી ઈદ્રભૂતિ ભગવાન મહાવીરની ધર્મપર્વ દામાં જાય છે. તેમને થાય છે કે ક્યારે વાદ-વિવાદ કરું અને મહાવીરને પરાજય કરી મારી વિદ્યાનો જ્યજયકાર કરું? તેમની આ ઉત્સુકતાના અંતની ઘડી આવી પહોંચી. તેઓ ભગવાન મહાવીર સમીપ પહોંચી ગયા. ભગવાનના અતિશય જોઈને ઇન્દ્રભૂતિ પળવાર અહભાવ અનુભવી રહ્યા: કેવું પ્રશાંત રૂપ, કે આત્મવૈભવ અને કેવું દિવ્ય તેજ !!! અને જ્યાં ઇન્દ્રભૂતિ ભગવાનની બરાબર સન્મુખ ખડા થયા, ત્યાં જ ભગવાન મહાવીરે વાત્સલ્ય નીતી વાણીમાં તેમને આવકારતાં કહ્યું : “ઇન્દ્રભૂતિ ગૌતમ! પધારો! તમારું સ્વાગત છે !”
ઇન્દ્રભૂતિ પિતાનું નામ સાંભળીને એક ક્ષણ તે વિસ્મય પામ્યા, પણ બીજી જ ક્ષણે તેમનો અહં પિકારી ઊઠ્યો : ના, ના! મને કણ ન ઓળખે? હું વિખ્યાત પંડિત, મને સહુ કઈ જાણે! મારા નામથી મને બેલા એમાં શી નવાઈ! હા, તેઓ મારા મનની શંકાને પામી, એનું સમાધાન કરી આપે તે ખરા જ્ઞાની માનું.
ભગવાન મહાવીરે એ જ પળે કહ્યું: “ઇન્દ્રભૂતિ ગૌતમ! જીવનું અસ્તિત્વ છે કે નહિ, એ શંકા તમારા હૃદયને સંતાપી રહી છે, ખરું ને? ... ઇન્દ્રભૂતિ ચમકીને વિચારમાં પડી ગયા ? મારી આ શંકા મેં ક્યારેય કેઈ ને જણાવી નથી, તે આમને ક્યાંથી ખબર પડી? ભગવાન
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org