Book Title: Snehtantuna Tanavana
Author(s): Dhurandharvijay
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 3
________________ મુ. શ્રી ધુરંધરવિજયજી નેહતતુના તાણાવાણ ૧૧૫ સુંદરીનું એ રૂપ જોઈ સ્વજને શેહ ખાઈ ગયાઃ આ સુંદરી! પણ કઈ કંઈ બોલી શકયું નહીં. વાતાવરણમાં જાણે અસહ્ય સ્તબ્ધતા છવાઈ ગઈ! થોડી વારે સૌ સ્તબ્ધતામાંથી જાગ્યા અને પ્રિયંકરના અંતિમ સંસ્કારની તૈયારી કરવા લાગ્યા. એ તૈયારી પણ થઈ ચૂકી. હવે તો શબને બાંધવામાં આવે એની જ રાહ જેવાતી હતી. સ્વજને બધા ભેગા થઈ ગયા હતા. પણ સુંદરીને એ શબ પાસેથી દૂર કેવી રીતે કરવી? અને એ કામ કેણ કરે ? ડી વાર તે આ માટે કોઈ હિંમત કરીને આગળ ન આવ્યું. પણ શબને આમ ને આમ ઘરમાં કેટલી વાર રહેવા:દઈ શકાય ? છેવટે બે જણા હિંમત કરીને શબની પાસે ગયા, અને શબને ગાઢ આલિંગન દઈને બેઠેલી સુંદરીને ધીમેથી દૂર કરીને શબને ઊચકવાની તૈયારી કરવા લાગ્યા. પણ એમને સ્પર્શ થતાં જ સુંદરી વીફરેલી વાઘણની જેમ તાડૂકી ઊઠી: “ખબરદાર, મારા પ્રિયંકરને હાથ અડાડયો છે તો! હું જાણું છું, યમરાજના દૂત બનીને તમે બધા મારા પ્રિયંકરના પ્રાણ હરવા આવ્યા છો ! પણ હું જીવતી-જાગતી બેઠી છું ત્યાં સુધી મારા સ્વામીને કઈ કશું નહીં કરી શકે ! ચાલ્યા જાએ પાપિયાઓ ! અમને હેરાન ન કરે !” સુંદરીની સિંદૂર ઝરતી આખે અને એને વિકરાળ ચહેરે જેઈને આવનારા પાછા હઠી ગયા, ભય ખાઈ ગયા. સૌને સુકુમાર સૌદર્યવતી સુંદરીમાં આજે ચંડીનું બિહામણું સ્વરૂપ દેખાયું ! સૌ વિમાસણમાં પડી ગયાઆવી પાગલ નારીને કોણ સમજાવે? કોઈને કંઈ માગ ન સૂઝે. સૌ એકબીજાની સામે જોઈ રહ્યા. શ્રમણ શ્રેષ્ઠી અને પ્રિય મિત્ર શ્રેષ્ઠીના દુઃખને કેઈ અવધિ ન હતી. એકને પ્રાણપ્રિય પુત્ર અકાળે મરણ પામ્યા હતા; બીજાની કુસુમકળી જેવી ઊછરતી પુત્રીના માથે વૈધવ્યને વાપાત થયો હતો. અધૂરામાં પૂરું સુંદરી નેહઘેલછાને પરવશ બનીને સાનભાન ખોઈ બેઠી હતી–આળ ઘા ઉપર જાણે મીઠું છુંટાયું હતું! છેવટે પ્રિય મિત્ર શ્રેષ્ઠી મનને કઠણ કરીને સુંદરીની પાસે ગયા. એમણે સુંદરીની પાસે બેસીને એના માથે વાત્સલ્યપૂર્વક હાથ ફેરવ્યો. પણ શું કહેવું એ માટે એમની જીભ તે ઊપડતી જ ન હતી! સુંદરી પળવાર કંઈક શાતા અનુભવી રહી; પિતાની સામે ટગર ટગર : જોઈ રહી. સ્વજનેને લાગ્યું કે વાત કદાચ ઠેકાણે આવી જશે. પિતાએ અચકાતે અચકાતે કહ્યું: “બેટા, અંદર ઓરડામાં તારી મા પાસે જા, અને અમને અમારું કામ કરવા દે! કેવી શાણું મારી દીકરી!” તમારે શું કામ કરવું છું? અને એમાં હું ક્યાં આડે આવું છું? ” સુંદરીએ વિચિત્ર પ્રકારના ચાળા પાડતાં કહ્યું. આ પ્રિયંકર ગુજરી ગયા છે. એમના મૃત દેહને વળગીને આવી રીતે કંઈ બેસી રહેવાય ? લેકે હાંસી કરે ! જા, તારી મા અંદર તારી રાહ જુએ છે. ” સુંદરીએ ચીસ પાડીને કહ્યું: “કેણ, મારો પ્રિયંકર ગુજરી ગયે એમ તમે કહે છે? હું જીવતી હોઉં અને એ મરે એ બને જ નહીં! તમે બધા જુઠ્ઠા છો અને મારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10