Book Title: Snehtantuna Tanavana
Author(s): Dhurandharvijay
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 8
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણે મહેસાણા - સુંદરી પણ સુપાત્ર નીવડી. અનંગકુમારે કહેલી ધર્મની વાત અને હિતશિખામણે એણે પિતાના હૃદયકોળામાં સંઘરી લીધી. અને, કથા તો એમ કહે છે કે, એના પ્રતાપે સુંદરીના અંતરમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિને અપૂર્વ પ્રકાશ રેલાવાને પ્રારંભ થયો. સુંદરી સાવ બદલાઈ ગઈ. દેહની સુંદરી હવે હૃદયની સુંદરી બનવા તરફ વળી ગઈ! સાકેતનગરીએ તે દિવસે બીજું કુતૂહલ દીઠું : નેહઘેલી સુંદરી શાણી બનીને નગરમાં પાછી ફરતી હતી ! સ્વજને હર્ષઘેલાં બની એને આવકારી રહ્યાં. અનંગકુમારનું ધર્મકાર્ય સફળ થયું. સર્વત્ર એને જયજયકાર ગુંજી રહ્યો. એ વાતને યુગના યુગ વીતી ગયા, છતાં લાગણીના તંતુ નિર્મૂળ ન થયા. ભૂતકાળની એ કથાને તંતુ સમયની સાથે આ રીતે આગળ વધે છે -- યુવરાજ મણિરથકુમાર જબ શિકારી હતો. ઊડતાં પંખીઓને પાડી દેવાં અને તીર વેગે દોડતાં પશુઓને ઘાયલ કરવાં એને મન રમતવાત હતી. એ ધાર્યા નિશાન પાડતે અને ભલભલાં વિકરાળ પશુઓને પડકારતાં પણ ક્યારેય પાછો ન પડત. એ જે નિશાનબાજ હતો એ જ શક્તિશાળી અને હિંમતેમ હતું. શિકારનું વ્યસન જાણે એના રોમરોમમાં વ્યાપી ગયું હતું. એ કાકંદીનગરીના રાજા કંચનરથને પુત્ર હતો. રાજાજી હંમેશાં યુવરાજના આ વ્યશનથી ખૂબ ચિંતિત રહેતા શિકારમાં જાનના જોખમની ચિંતા તે ખરી જ, ઉપરાંત એ વ્યવસને વળગેલાં બીજાં દુર્વ્યસનને લીધે જિંદગી આખી જાણે દુર્ગણોનું ઘર બની જવાને ભય હતો. આ દુર્વ્યસની યુવરાજ કેવી રીતે રાજપાટને સાચવવા શક્તિશાળી બને ? રાણી ઇંદીવર પણ પિતાના પુત્રને માટે રાત-દિવસ ચિંતા કર્યા કરતી. - રાજા, રાણું અને પ્રધાન વગેરે સૌ આ દુર્વ્યસનથી પાછા વળવા મણિરથકુમારને ઘણું ઘણું સમજાવતા, પણ કાઈની વાત એ કાને ધરતો નહીં–જાણે, કઈ ભૂતના વળગાડવાળા માનવીની જેમ, એને શિકારને વળગાડ જ વળગ્યો હતો, અને એને એ પોતે પરાધીન બની ગયા હતા. શિકારે ચડ્યા વગર એને ચેન જ પડતું ન હતું. એ બધાંય જંગલોને ભોમિ બની ગયું હતું. એ જે જંગલમાં શિકારે જ ત્યાંનાં પશુઓ, જાણે જંગલમાં દાવાનળ સળગી ઊઠડ્યો હોય એમ, ત્રાહ્ય ત્રાહ્ય પિકારી ઊઠતાં. પશુ-પંખીઓનો એ સાક્ષાત્ યમરાજ બની બેઠો હતો. એ પ્રદેશમાં એક કૌશાંબ નામે વન હતું. એ વનમાં મૃગ, સાબર, સસલાં જેવાં પામર પશુઓ વધારે વસતાં હતાં. ક્યાંક ક્યાંક વરાહ (સૂવર) પણ દેખા દેતાં. આજે મણિરથકુમાર એ વનમાં શિકારે જઈ ચડ્યો. એણે મૃગલાંનું એક ટેળું જોયું. ગેલ કરતું નાચતું-કૂદતું એ ટોળું જોઈને મણિરથ કુમારને આકડેથી મઘ ઉતારી લેવા જેવું લાગ્યું. તરત જ એણે ધનુષ્ય ઉપર તીર ચડાવ્યું અને નિશાન લઈને તીર છૂટું મૂકવું. ધનુષના ટંકારથી વગડે ગાજી ઊઠ્યો. મૃગલાઓ ભયભીત બનીને મેર નાસી ગયાં. એક પણ મૃગ તે દિવસે ઘાયલ ન થયું ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10