Book Title: Snehtantuna Tanavana
Author(s): Dhurandharvijay
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Catalog link: https://jainqq.org/explore/230273/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સ્નેહતંતુના તાણાવાણા લેખક : પૂ. આ. મ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરપ્રશિષ્ય પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજીના પ્રશિષ્ય પૂજ્ય મુનિ શ્રી ઘુરધરવિજયજી કમળવનના સૌ ને જાણે હિમવર્ષાએ ઠી ગરાવી નાખ્યું હતું : નયનમનેાહર સાકેતનંગરીના સુંદર રાજમાર્ગો અને એની નમણી શેરીએ આજે એક વિચિત્ર દૃશ્યથી વિરૂપ એની ગયાં હતાં. એક ખાવી નારી એક પુરુષના શબને ખભે નાખીને શેરીઓ અને રાજમાર્ગો વટાવીને સ્મશાનભૂમિ તરફ નાસી રહી હતી—જાણે કોઈ મહાલય પાછળ પડવો હાય અને એનાથી નાસી છૂટવા મથતી હોય એમ એ ઝડપથી ચાલી જતી હતી. એના પગ જાણે ધરતીને સ્પતા જ ન હતા. અને પૂર્ણ કાય પુરુષના શબના ભાર એને જરાય થકવતા ન હતા. એ શખનું ખેડાળ રૂપ અને એમાંથી પ્રસરતી દુધ પણ એને અકળાવી શકતાં ન હતાં. એના અંતરમાં તે એક જ રટના હતી : કયારે દયા-માયા વગરનાં માનવીઓથી ઊભરાતું આ નગર દૂર થાય અને કયારે હું મારા આ પ્રિયતમની સાથે વનવગડાના વૈરાન, શાંત, એકાંત સ્થાનમાં જઈ પહોંચુ . તમાશાને તેડાની જરૂર ન હેાય : એ જ્યાં જ્યાંથી પસાર થતી ત્યાં ત્યાં નગરનાં નર-નારીએ ટાળે વળતાં. કોઈ એની વેદનાભરી દશા જોઈ કરુણાભર્યું નિસાસે નાખતાં; તો કોઈ વળી ભૂતના વળગાડ વળગ્યા હોય એવી ગલિક જેવી એની દશા જોઈને કંતુહુલને લઈને એના ઉપહાસ કરવામાં આનંદ માનતાં પશુ એ નારીને તેા ન એ કરુણાની કેઈ કિ`મત હતી કે ન લેાકાના કુતૂહલ તરફ કોઈ અણુગમા હતા. પ્રાણપ્રિય પતિના વિચારમાં એનું સવેદનમાત્ર મુરઝાઈ ગયું હતુ. દોરંગી દુનિયાની પણ એને કશી ખેવના રહી ન હતી ! ભલા એવું તે શુ' અન્ય' હતું કે એક નારી પોતાના પતિના મૃત દેહને ઊંચકીને આમ દર-બ-દર ભટકતી ફરતી હતી? સાંભળે ત્યારે એ વાત :—— Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ-મહાત્સવ-અધ સાકેતનગરના વૈશ્રમણ શ્રેષ્ઠી ભારે વૈભવશાળી પુરુષ હતા. જેવા એ રાજમાન્ય હતા એવા જ લેાકમાન્ય હતા. એમના પુત્ર પ્રિયકર સાચે જ, સૌને પ્રિય થઈ પડે એવે રૂપગુણ-સ’પન્ન હતા. યૌવનના ઉંબરે પગ મૂકતાં મૂકતાં તે એ કામદેવ જેવા ફૂટડા અને કામણગારા અની ગયા હતા. પાડોશમાં જ પ્રિયમિત્ર શ્રેષ્ઠી રહે. વૈશ્રમણ શ્રેષ્ઠીના એ પરમ મિત્ર. એમને એક પુત્રી. સુદરી એનું નામ.સુંદરી તે સાચે જ સૌદર્યંની અધિષ્ઠાત્રી હતી. સૂરજ-ચાંદાનાં તેજ લઈને સેાના-રૂપાના રસે રસી હેાય એવી તેજના અંબાર રેલાવતી ઊજળી એની કાયા હતી. એના અંગ-અંગમાંથી રૂપ–લાવણુ–સૌની આભા નીતરતી. યૌવનમાં પ્રવેશતી સુંદરીની દેહવલ્લરી જાણે રતિના સૌંદર્ય વૈભવને માત કરી રહી! ૧૧૪ પ્રિય’કરનું તરવરતું યૌવન; સુંદરીનું રસઝરતુ' યૌવન : જાણે યૌવન યૌવનને અણુસાંભળ્યા સાદ દઈ રહ્યું. બન્નેનાં અંતરની અણુકથી કથા બન્નેનાં માતા-પિતાનાં અંતરને સ્પર્શી ગઈ. માતા-પિતાએ અનુમતિ આપી; પ્રિયંકર અને સુ ંદરી લગ્નખ ધનથી બંધાઈ ને એકરૂપ ખની ગયાં. જાણે એ દેહમાં તેઓ પ્રાણુનુ અદ્વૈત રચી રહ્યાં! સ્નેહની સરિતામાં સ્નાન કરતી એ જુગલજોડીને જોઈ ને જગતની આંખેા ઠરતી! પણ પ્રેમના દેવતાએ થાડા જ વખતમાં એ જોડીની આકરી કસેાટી શરૂ કરી પ્રિયંકર ખૂબ માંદો પડી ગયા. ઔષધ–ઉપચાર અને વેદોની તા ત્યાં કોઈ કમી ન હતી, અને સુંદરીની સેવાચાકરીમાં પણ કશી જ ખામી ન હતી, પણ રાગ કોઈક એવું વિકરાળ રૂપ લઈને આવ્યા હતા કે જેમજેમ ઉપચાર આગળ વધતા તેમતેમ રોગ પણ ઉગ્ર ખનતા જતા હતા ! સુંદરીની ચિંતાનો કોઈ પાર ન હતા. એની વેદનાને કોઈ અવિધ નહેાતી રહી. એ પેાતે જ જાણે જીવલેણ વ્યાધિની અસહ્ય વેદના અનુભવી રહી : ન ખાન-પાન, ન ઊંઘ-આરામ, ન સુખ-ચેન ! એ પ્રિયકરની પીડા જોતી અને એનુ અંતર બેચેન બની જતું. અમ'ગળ ભાવીને વિચાર એના હૈયાને વલાવી મૂકતા. એ ા પ્રિયકરની સેવા અને પ્રિય કરનામ'ગળ સિવાય ખીજું બધુ જ વીસરી ગઈ હતી. એનું રામ રામ મારા પ્રિયંકર કચારે જલદી સાજો થાય એની જ માળા જપ્યા કરતું હતું. પણ વૈદ્યોનાં નિદાન, ઔષધના ઉપચાર અને સુંદરીની સેવા—એ બધાંયને કમનસીબ ભવિતવ્યતાએ નિષ્ફળ બનાવ્યાં ! ભર્યાભર્યાં ઘરને સૂનું બનાવીને અને સૌ સ્વજનાને વિલાપ કરતાં મૂકીને પ્રિયંકર ચાલતા થયા! સાથે જાણે એ શાણી સુંદરીની બુદ્ધિને હરતા ગયા! ઘેાડીવાર તેા સુંદરી સર્વનાશની કારમી વેદના અનુભવી રહી : એના પ્રિયંકર અને એકલી-અટૂલી-રઝળતી મૂકીને સ્વર્ગનાં સુખ માણવા ચાલ્યા ગયા ? હવે મારું કોણ ? પેાતાના વૈધવ્યના વિચારથી એ પળવાર સ્તબ્ધ અની ગઈ. બીજી જ પળે એના અંતરમાં અસહ્ય કડાકા થયા અને એની સૂધબૂધ સ હરાઈ ગઈ ! એના સુંદર ચહેરા વિકરાળ ખની ગયા. એના રામરામ ઉપર જાણે બહાવરાપણાની અસર વ્યાપી ગઈ. સુંદરી પ્રિય કરના દેહને વળગીને જાણે હજીય એની સેવા-શુશ્રુષા કરતી હાય એવા ચેનચાળા કરવા લાગી અને ખખડવા લાગી : “મારા નાથ! મારા સ્વામી! તમને હમણાં સારુ થઈ જશે. તમે ચિંતા ન કરશેા. હું જીવતી છું ત્યાં સુધી કેાઈથી તમાર વાળ પણ વાંકા થઈ શકવાના નથી!” Page #3 -------------------------------------------------------------------------- ________________ મુ. શ્રી ધુરંધરવિજયજી નેહતતુના તાણાવાણ ૧૧૫ સુંદરીનું એ રૂપ જોઈ સ્વજને શેહ ખાઈ ગયાઃ આ સુંદરી! પણ કઈ કંઈ બોલી શકયું નહીં. વાતાવરણમાં જાણે અસહ્ય સ્તબ્ધતા છવાઈ ગઈ! થોડી વારે સૌ સ્તબ્ધતામાંથી જાગ્યા અને પ્રિયંકરના અંતિમ સંસ્કારની તૈયારી કરવા લાગ્યા. એ તૈયારી પણ થઈ ચૂકી. હવે તો શબને બાંધવામાં આવે એની જ રાહ જેવાતી હતી. સ્વજને બધા ભેગા થઈ ગયા હતા. પણ સુંદરીને એ શબ પાસેથી દૂર કેવી રીતે કરવી? અને એ કામ કેણ કરે ? ડી વાર તે આ માટે કોઈ હિંમત કરીને આગળ ન આવ્યું. પણ શબને આમ ને આમ ઘરમાં કેટલી વાર રહેવા:દઈ શકાય ? છેવટે બે જણા હિંમત કરીને શબની પાસે ગયા, અને શબને ગાઢ આલિંગન દઈને બેઠેલી સુંદરીને ધીમેથી દૂર કરીને શબને ઊચકવાની તૈયારી કરવા લાગ્યા. પણ એમને સ્પર્શ થતાં જ સુંદરી વીફરેલી વાઘણની જેમ તાડૂકી ઊઠી: “ખબરદાર, મારા પ્રિયંકરને હાથ અડાડયો છે તો! હું જાણું છું, યમરાજના દૂત બનીને તમે બધા મારા પ્રિયંકરના પ્રાણ હરવા આવ્યા છો ! પણ હું જીવતી-જાગતી બેઠી છું ત્યાં સુધી મારા સ્વામીને કઈ કશું નહીં કરી શકે ! ચાલ્યા જાએ પાપિયાઓ ! અમને હેરાન ન કરે !” સુંદરીની સિંદૂર ઝરતી આખે અને એને વિકરાળ ચહેરે જેઈને આવનારા પાછા હઠી ગયા, ભય ખાઈ ગયા. સૌને સુકુમાર સૌદર્યવતી સુંદરીમાં આજે ચંડીનું બિહામણું સ્વરૂપ દેખાયું ! સૌ વિમાસણમાં પડી ગયાઆવી પાગલ નારીને કોણ સમજાવે? કોઈને કંઈ માગ ન સૂઝે. સૌ એકબીજાની સામે જોઈ રહ્યા. શ્રમણ શ્રેષ્ઠી અને પ્રિય મિત્ર શ્રેષ્ઠીના દુઃખને કેઈ અવધિ ન હતી. એકને પ્રાણપ્રિય પુત્ર અકાળે મરણ પામ્યા હતા; બીજાની કુસુમકળી જેવી ઊછરતી પુત્રીના માથે વૈધવ્યને વાપાત થયો હતો. અધૂરામાં પૂરું સુંદરી નેહઘેલછાને પરવશ બનીને સાનભાન ખોઈ બેઠી હતી–આળ ઘા ઉપર જાણે મીઠું છુંટાયું હતું! છેવટે પ્રિય મિત્ર શ્રેષ્ઠી મનને કઠણ કરીને સુંદરીની પાસે ગયા. એમણે સુંદરીની પાસે બેસીને એના માથે વાત્સલ્યપૂર્વક હાથ ફેરવ્યો. પણ શું કહેવું એ માટે એમની જીભ તે ઊપડતી જ ન હતી! સુંદરી પળવાર કંઈક શાતા અનુભવી રહી; પિતાની સામે ટગર ટગર : જોઈ રહી. સ્વજનેને લાગ્યું કે વાત કદાચ ઠેકાણે આવી જશે. પિતાએ અચકાતે અચકાતે કહ્યું: “બેટા, અંદર ઓરડામાં તારી મા પાસે જા, અને અમને અમારું કામ કરવા દે! કેવી શાણું મારી દીકરી!” તમારે શું કામ કરવું છું? અને એમાં હું ક્યાં આડે આવું છું? ” સુંદરીએ વિચિત્ર પ્રકારના ચાળા પાડતાં કહ્યું. આ પ્રિયંકર ગુજરી ગયા છે. એમના મૃત દેહને વળગીને આવી રીતે કંઈ બેસી રહેવાય ? લેકે હાંસી કરે ! જા, તારી મા અંદર તારી રાહ જુએ છે. ” સુંદરીએ ચીસ પાડીને કહ્યું: “કેણ, મારો પ્રિયંકર ગુજરી ગયે એમ તમે કહે છે? હું જીવતી હોઉં અને એ મરે એ બને જ નહીં! તમે બધા જુઠ્ઠા છો અને મારા Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ મહત્સવ-ગ્ર સ્વામીને મારવા બેઠા છે ! એના બદલે તમે જ અધા મા ને! મારા પ્રિયંકર તા સા વરસના થશે! જુએ, એ મને કઈક વાત કરવા માગે છે! દૂર હટી જાઓ તમે બધા.” પિતાનુ' હૈયુ' ભાંગી ગયુ': અરેરે, પાયણા જેવી પુત્રીનું આ તે કેવું દુર્ભાગ્ય ! વૈશ્રમણ શ્રેષ્ઠી અને બીજાની સમજૂતી પણ નકામી ગઈ : સુંદરી પ્રિયંકરના શખથી તસુલર પણ આધીન ખસી. હવે શુ' કરવુ' એની સૌ લાચારી અનુભવી રહ્યા. ધીમે ધીમે સ્વજના વિદાય થયા. ખાકી રહ્યા એ ઘરના સ્વજના. ગામ આખામાં સુંદરીની નેહઘેલછાની વાત પસરી ગઈ. બન્ને મિત્ર-વેવાઈ એએ મન વાળ્યુ કે દુઃખનુ' એસડ દાડા ! વખત વીતશે એટલે આપાઆપ સુદરીનું ભાન ઠેકાણે આવશે. પણ એમની એ આશા ઠગારી નીવડી : ઘડી વીતી, પ્રહર વીત્યા, દિવસ પણ આથમ્યા, છતાં સુંદરી ત્યાંથી બેઠી ન થઈ તે ન જ થઈ! પછી તેા શમ ગંધાવા લાગ્યું અને સ્વજના વારે વારે સમજાવવાને બદલે સતામણી કરવા લાગ્યા. છતાં સુંદરીને પ્રિયંકર મરી ગયેા છે એ ન સમજાયુ' તે ન જ સમજાયુ'! એને તેા દૃઢ આસ્થા હતી કે મારો પ્રિયંકર મરે નહી' અને મને એકલી મૂકીને કાંય જાય નહી. આ બધા મારા વેરી બની બેઠા છે! મ'ત્ર-તંત્રવાદીઓના પ્રયોગા અને સુખીએની નિંદા પણુ નકામાં નીવડયાં! છેવટે સગાંઓની સતામણી અસહ્ય બની એટલે પ્રિય'કરના શબને ઊંચકીને ખભે નાખીને એ ઘર છેાડીને ચાલતી થઈ. ઘર એને મન સ્મશાન જેવુ અકારુ થઈ પડ્યું હતું; એ અત્યારે સ્મશાનની ભૂમિને ઝંખતી હતી અને નગરની શેરીઓ અને નગરના રાજમાર્ગો વીધીને ઝડપથી સ્મશાન તરફ જઈ રહી હતી. આ કૌતુકને જોનારાઓના કાઈ પાર ન હતા, પણ એના માર્ગને રોકનાર ત્યાં કાઈ ન હતું ! * સુંદરીએ તે સ્મશાનમાં વાસ કર્યાં હતા, પણ એની કહાની ઘર ઘરમાં ચાલતી હતી ! પ્રિયંકર અને સુદરીનાં માતા-પિતાની દશા તો કરુણાનેય આંસુ આવે એવી થઈ ગઈ હતી : કેવી શાણી-સમજણી દીકરી! અને એને કેવા ભયકર વળગાડ વળગ્યુંા હતા ! ભૂત-ડાકણના વળગાડ પણુ આના કરતાં સારો! શખ તેા દુધના પૂડા અને કીડાઓનુ ધામ બન્યું હતું. પણ સુંદરીને ન એની કાઈ સૂગ હતી કે ન એનું જરાય વિસ્મરણ થતું હતું! એ તે આઠે પ્રહર અને સાઠે ઘડી એની પાસે જ બેસી રહેતી અને જાણે ખીમાર પ્રિયંકરની સેવા કરતી હેાય એવા જ ચાળા કર્યા કરતી. એનાં ઊંઘ અને આરામ, ક્ષુધા અને તૃષા હરાઈ ગયાં હતાં. એનુ' પેાતાનું જ રૂપ એવું બિહામણું બની ગયુ` હતુ` કે ભય પણ એનાથી જાણે સે ગાઉ નાસતા પ્રિયંકર વગરના જીવનની એ કલ્પના જ નહેાતી કરી શકતી. અને ચિર'જીવ પ્રેમની ભ્રમણામાં એ એક અતિકરુણુ ભ્રમણાની જાળ રચી બેઠી હતી કે “ મારા પ્રિયકર તે અમર છે! એ મૃત્યુ પામી શકે જ નહીં ! ” આવી પ્રેમદીવાની નારીને કાણુ સમજાવી શકે કે એના પ્રિય કર કત્યારના એને છેાડી ગયા છે ? Page #5 -------------------------------------------------------------------------- ________________ મુ. શ્રી ધુરંધરવિજયજી નેહતંતુના તાણાવાણ ૧૧૭ છેવટે કંઈ જ ઉપાય બાકી ન રહ્યો એટલે સુંદરી અને પ્રિયંકરના પિતાએ રાજદરબારે મદન રાજા પાસે ધા નાખી: “મહારાજ ! કૃપા કરો અને અમને અમારી આ ઉપાધિમાંથી ઉગારી લે. ન સુંદરીનું દુઃખ જોયું જાય છે, ન લેકનિંદા બરદાસ્ત થાય છે. પ્રિયંકરને તે હવે આ દુનિયા સાથે કશી લેવાદેવા નથી રહી, પણ એના વિકૃત થયેલા શબને જોઈને હૈયું હાથમાં નથી રહેતું! હે ભગવાન, આ તે કે પાપને વિપાક! મહારાજ, આને ઉપાય સત્વર જો ! અમારા માટે તે જીવવું હરામ બની ગયું છે.” મદન રાજા આ કરુણ-દારુણ કથા સાંભળીને લાગણીવશ બની ગયા. પણ આમાં શું કરવું એ એમને પણ ન સૂઝયું: કઈ ચેર કે ખૂની હોય તો એને કેદમાં પુરાય, સજા પણ કરાય; પણ આવી ભાનભૂલી નારીની સાન કેવી રીતે ઠેકાણે લાવી શકાય ? યુવરાજ અનંગકુમાર પાસે જ બેઠે હતે. હતો તે એ રાજકુમાર અને શુરાતન એના અંગઅંગમાં ઊભરાતું હતું : ભારે તરવરિયા યુવાન! પણ એના અંતરમાં કરુણાને વાસ હતે. કેઈનું થોડું પણ દુઃખ છે અને એનું હૈયું માખણના પિંડની જેમ ઓગળવા લાગતું. એને એમ જ થતું કે હું એવું તે શું કરું કે જેથી આ દુનિયાનું દુઃખ દૂર થઈ જાય–જાણે કોઈ પૂર્વભવના કરૂણા-મહાકરુણાના સાધક સંતે રાજકુમાર રૂપે ધરતી ઉપર અવતાર ધારણ કર્યો હતે. એણે પિતાને કહ્યું: “પિતાજી, મેં આ સઘળી વાત જાણું છે. પ્રેમપિશાચના વળગાડે આવી શાણું નારીને ઘેલી બનાવી દીધી છે. એને આ વળગાડ શિક્ષાથી કે લાલચથી નહીં પણ બુદ્ધિપૂર્વકના સહાનુભૂતિભર્યા પ્રયત્નથી જ દૂર થઈ શકશે. આપની અનુમતિ હિય તે આ કાર્ય કરવા તૈયાર છું.” રાજાજીએ પ્રસન્ન થઈને કહ્યું: “કુમાર, આવા વિચિત્ર કામનું જોખમ ખેડવાની તને આજ્ઞા આપતાં મનમાં સંકેશ થાય છે. પણ પ્રજાનું દુઃખ આપણે દૂર ન કરીએ તે બીજું કેણ કરે? આમાં પાછા રહીએ તે આપણે ફરજ ચૂક્યા ગણાઈએ. તને મારી અનુમતિ છે. યંગ્ય લાગે તે ઉપાય દ્વારા સુંદરીનું ગાંડપણું દૂર કરીને આપણું નગરની શેભા સમા આ શ્રેષ્ઠીઓ ઉપર ઉપકાર કર!” અનંગકુમારે પિતાની આજ્ઞા શિરે ચડાવી. સત્કાર્ય કરવાનો અવસર મળ્યાથી એ આનંદ અનુભવી રહ્યો. સ્મશાનમાં હવે એકના બદલે બે ઘેલાં ભેગાં થયાં હતાં! કે એ જોયું કે પેલી નેહઘેલી સુંદરી પ્રિયંકરના સડતા-ગંધાતા શબ પાસેથી હજી પણ પળભર માટેય આધી જતી જ નથી ! ત્યાં વળી એ જ ઠેકાણે એવી બીજી બલા આવી પહોંચીઃ એક ચીંથરેહાલ મેઘે પુરુષ એક રૂપાળી સ્ત્રીનું શબ લઈને સ્મશાનમાં જઈ પહોંચે, અને જાણે એ સ્ત્રી જીવતી હોય એ રીતે જ એની આગતાસ્વાગતા કરવા લાગે ! કઈ પૂછતું તે એ અજબ ચેનચાળા કરીને એટલે જ જવાબ આપતાઃ “આ તો મારી પ્રાણપ્રિયા માયાદેવી છે ! બેવકૂફ દુનિયા એને મારી નાખવા બેઠી છે ! પણ મારી જુએ તો ખરી !” અને પૂછનારા ભય પામીને ચાલતા થતા ! Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહત્સવ-2થે સુંદરીની નજર એ પાગલ પુરુષ ઉપર પડી, પણ એની સાથે વાત કરવાનું એને મન ન થયું. પેલે પાગલ પણ એની સાથે કશું ન બોલ્યા. બે દીવાનાઓની વચ્ચે જાણે મૌનની દીવાલ ચણાઈ ગઈ! એક આખે દિવસ આમ ને આમ એકબીજાને જોવામાં જ વીતી ગયે! પણ બનાવ એ વિચિત્ર હતો કે જીભ સળવળ્યા વગર રહી ન શકે. શબની સાથે હાવભાવ અને વાત કરતા પેલા પાગલને જોઈને, જાણે પિતે ડાહી હોય એમ, સુંદરીએ પૂછ્યું : “આર્ય ! તમે આ શું કરી રહ્યા છે?” તારે એની શી પંચાત ?” પાગલ પુરુષે એને તરછોડી નાખી. “પંચાત તે કશી નથી. તોય જરા વાત તે કરે, આ કોણ છે?” સુંદરી ઉત્સુકતા અનુભવી રહી. અરે બાઈ, તુંય ખરી લપિયણ છે ! આ કોણ અને હું એ જાણીને તારે શું કામ છે ? તું તારું જ સંભાળી શકે તે ઘણું !” પાગલે સુંદરીને ઉશ્કેરવા કહ્યું. પણ ખરી વાત કરવામાં તમારું જાય છે શું ? બે માનવી ભેગાં થાય ત્યારે એકબીજાને કંઈ પૂછેકરે એમાંય તમને વાંધો !” પિલા પુરવે નેહની ઘેલછાના શાળા કરતાં રહ્યું : “જે ને બહેન, આ મારી સેવાગિણી પ્રિયતમા છે. જે તે ખરી એનું રૂપ! અદેખી દુનિયાથી એ દેખ્યું જતું નથી. એક વાર એ થોડીક માંદી પડી તે બધાં કહેવા લાગ્યાં, આ તારી વહુ મરી ગઈ છે ! અને બધાં એને સમશાનમાં લઈ જવા તૈયાર થઈ ગયાં. લુચ્ચા નહીં તે ! એમની આવી વાત સાંભળીને હું ગભરાય, અને એમનાથી મારી જાતને અને મારી પ્રિયાને બચાવવા અહી એકાંતમાં નાસી આવ્યો! અહીં બધું સલામત છે.” . સુંદરી તે હવે ડાહી ડાહી વાતો કરવા લાગી : “ભાઈ, તમે અહીં મારી ભાભીને લઈને નાસી આવ્યા તે બહુ સારું કર્યું. પાપી અને જુઠ્ઠા લકે હવે તમને કંઈ નહીં કરી શકે. બળી એ લોકોની દુનિયા !” ધીમેધીમે બે ગાંડાઓ વચ્ચે મિત્રતા બંધાતી ગઈ અને વિશ્વાસ વધતે ગયે. લેકેથી દૂરની આ દુનિયામાં બેય સરખાં દુખિયારાં હતાં! એક વાર પુરુષે મમતા બતાવીને પૂછ્યું: “તારું અને મારા આ બનેવીનું નામ તે કહે." સુંદરીએ પિતાનાં નામ કહ્યાં. પેલા પુરુષે પોતાની પ્રિયતમાનું નામ માયાદેવી કહ્યું. પછી તે એકબીજાં એકબીજાના જણને સાચવવાનું ભળાવીને આઘાપાછાં પણ થવા લાગ્યાં. આ બધી યુક્તિ અનંગકુમારે કરી હતી. અને ધીમે ધીમે એ સફળ થતી જતી હતી. એને તે ગમે તેમ કરીને સુંદરીને ઉદ્ધાર કરે તે અને એનાં માતા-પિતા અને સાસુ-સસરાનું દુઃખ દૂર કરવું હતું. એ માટે એણે સ્મશાનને વાસ સ્વીકાર્યો હતે. એ ખૂબ ચરતાપૂર્વક પિતાની યોજનાને આગળ વધારવા લાગ્યો. પ્રેમની દીવાલ વાથી પણ મજબૂત હોય છે. ગમે તેવા કષ્ટ સામે પણ એ ટકી રહે છે. પણ પ્રેમમાં બેવફાઈની આશંકા સમી નાની સરખી કાંકરીને ભાર એ ઝીલી શકતી નથી. નેહમાં જાંક શંકા ઊભી થઈ કે નેહ જમીનદોસ્ત ! Page #7 -------------------------------------------------------------------------- ________________ મુ શ્રી પુરષરવિજયજી નેહતતુના તાણાવાણા ૧૧૯ 'અનંગકુમાર આ વાત બરાબર જાણતો હતો. એણે એક વાર ખૂબ ઉશ્કેરાયેલા સ્વરે સુંદરીને કહ્યું: “હવે મારે અહીં નથી રહેવું, હું આજે જ બીજે ચાલ્યું જઈશ.” આશ્ચર્યથી ચમકીને સુંદરીએ પૂછયું : “કેમ, એવું તે એકદમ શું થયું ? ” “અરે! શું થયું શું! આજે તું બહાર ગઈ હતી અને હું જરાક આઘો હતો એવામાં મારા કાને કેઈના હાસ્યને અવાજ અથડા. હું ચમકી ગયે, અને મેં જોયું કે તારે પ્રિયંકર મારી માયાદેવી સાથે છાનીછાની વાત કરતો હતો અને ચેનચાળા કરતો હતો. અને બેય હાંસી–ઠઠ્ઠામાં જાણે બધી લાજ-શરમ ખાઈ બેઠાં હતાં ! હું પાસે આવ્યો કે બેય ચૂપ! બહેન, જે આવું જ ચાલ્યા કરે છે તો કેકવાર રંડાઈ જ જાઉં ને! નફફટ પુરુષને પારકી સ્ત્રીને ઉપાડી જતાં શી શરમ ?” - સુંદરી પળવાર તે ઘાવલ મૃગલીની જેમ તરફડી રહી. અને પછી એનું મગજ કોધને વશ થઈ ગયું. એને પ્રિયંકર ઉપર ખૂબ તિરસ્કાર આવ્યો કે જેના માટે હું આટઆટલાં દુઃખ વેઠું છું તે આ બેવફા ! અનંગકુમારની યુક્તિનું તીર બરાબર કામ કરી ગયું હતું. પણ એ વખતે એણે સુંદરીને સમજાવીને શાંત પાડી. પણ હવે કામ પૂરું કરવાની ઘડી પાકી ગઈ હતી. સુંદરીનું મન નેહની ઘેલછાના વળગાડથી મુક્ત થવા લાગ્યું હતું. બીજે દિવસે સુંદરી જરાક આવી ગઈ કે અનંગકુમારે બન્ને શબાને ઉપાડીને પાસેના કૂવામાં નાખી દીધાં; અને પછી પોતાની જગાએ આવી પિક મૂકીને રેવા બેઠે ! સંદરી દેડતી દેડતી પાછી આવી. જોયું તે એક શબ ત્યાં ન મળે, અને માયાનો પતિ ત્યાં વિલાપ કરતો બેઠે હતે ! એ તે હેબતાઈ ગઈઃ પળવારમાં આ શું થઈ ગયું? સુંદરીએ બહુ બહુ કાલાવાલા કર્યા ત્યારે અનંગકુમારે કહ્યું : “બહેન, તને શું કહું? તું આમ ગઈ અને હું જરા પેલી બાજુ ગયે, એવામાં, મારી નજર ચુકાવીને, બેય નાસી ગયાં અને હું આંખે ચળતો રહી ગયો ! મારું તે બધુંય લૂંટાઈ ગયું ! હવે હું એકલે શું કરીશ અને કેમ કરી જીવી શકીશ ?” સુંદરીના ગાંડપણનું ઝેર હવે ઊતરી ગયું હતું. એણે લાગણીભીના સાદે કહ્યું : ભાઈ, હું તારી બહેન જીવતી-જાગતી બેઠી છું, પછી તું એકલે શાને ? એ બેનાં મનમાં પાપ વસ્યું હતું ! એવાં પાપિયાં તે નાસી ગયાં જ સારાં! એમનાં કર્યા એ ભેગવશે ! આપણે બેય ભાઈબહેન વીતરાગ ભગવાનનું નામ લઈ આપણું ભલું કરીશું!” અગકુમારને જે જોઈતું હતું તે મળી ગયું. તરત જ બને સ્મશાનમાંથી પાછા ફર્યા. પાછાં ફરતી વખતે અનંગકુમારે સુંદરીને ધર્મની કંઈ કંઈ વાતો કરીને એની ધર્મશ્રદ્ધાને દઢ બનાવી. અનંગકુમાર બરાબર સમજતો હતું કે આવી નાની વયની વિધવા નારીને માટે ધર્મના આશ્રય સિવાય બીજો એક પણ તરણે પાય ન હત; અને એને આધારે જ એના જીવનની પવિત્રતા સચવાઈ રહેવાની છે. પિતાની વાત સુંદરીને સમજાવવાની અનંગકુમારને અત્યારે જે સેનેરી તક મળી ગઈ, એને એણે પૂરેપૂરો ઉપયોગ કરી લીધો. ગમે તેમ કરીને પારકાનું ભલું કરવું એ જ જાણે એનું જીવનકાર્ય બની ગયું હતું; પારકાના ભલામાં જ એ પિતાનું ભલું જેતે. Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણે મહેસાણા - સુંદરી પણ સુપાત્ર નીવડી. અનંગકુમારે કહેલી ધર્મની વાત અને હિતશિખામણે એણે પિતાના હૃદયકોળામાં સંઘરી લીધી. અને, કથા તો એમ કહે છે કે, એના પ્રતાપે સુંદરીના અંતરમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિને અપૂર્વ પ્રકાશ રેલાવાને પ્રારંભ થયો. સુંદરી સાવ બદલાઈ ગઈ. દેહની સુંદરી હવે હૃદયની સુંદરી બનવા તરફ વળી ગઈ! સાકેતનગરીએ તે દિવસે બીજું કુતૂહલ દીઠું : નેહઘેલી સુંદરી શાણી બનીને નગરમાં પાછી ફરતી હતી ! સ્વજને હર્ષઘેલાં બની એને આવકારી રહ્યાં. અનંગકુમારનું ધર્મકાર્ય સફળ થયું. સર્વત્ર એને જયજયકાર ગુંજી રહ્યો. એ વાતને યુગના યુગ વીતી ગયા, છતાં લાગણીના તંતુ નિર્મૂળ ન થયા. ભૂતકાળની એ કથાને તંતુ સમયની સાથે આ રીતે આગળ વધે છે -- યુવરાજ મણિરથકુમાર જબ શિકારી હતો. ઊડતાં પંખીઓને પાડી દેવાં અને તીર વેગે દોડતાં પશુઓને ઘાયલ કરવાં એને મન રમતવાત હતી. એ ધાર્યા નિશાન પાડતે અને ભલભલાં વિકરાળ પશુઓને પડકારતાં પણ ક્યારેય પાછો ન પડત. એ જે નિશાનબાજ હતો એ જ શક્તિશાળી અને હિંમતેમ હતું. શિકારનું વ્યસન જાણે એના રોમરોમમાં વ્યાપી ગયું હતું. એ કાકંદીનગરીના રાજા કંચનરથને પુત્ર હતો. રાજાજી હંમેશાં યુવરાજના આ વ્યશનથી ખૂબ ચિંતિત રહેતા શિકારમાં જાનના જોખમની ચિંતા તે ખરી જ, ઉપરાંત એ વ્યવસને વળગેલાં બીજાં દુર્વ્યસનને લીધે જિંદગી આખી જાણે દુર્ગણોનું ઘર બની જવાને ભય હતો. આ દુર્વ્યસની યુવરાજ કેવી રીતે રાજપાટને સાચવવા શક્તિશાળી બને ? રાણી ઇંદીવર પણ પિતાના પુત્રને માટે રાત-દિવસ ચિંતા કર્યા કરતી. - રાજા, રાણું અને પ્રધાન વગેરે સૌ આ દુર્વ્યસનથી પાછા વળવા મણિરથકુમારને ઘણું ઘણું સમજાવતા, પણ કાઈની વાત એ કાને ધરતો નહીં–જાણે, કઈ ભૂતના વળગાડવાળા માનવીની જેમ, એને શિકારને વળગાડ જ વળગ્યો હતો, અને એને એ પોતે પરાધીન બની ગયા હતા. શિકારે ચડ્યા વગર એને ચેન જ પડતું ન હતું. એ બધાંય જંગલોને ભોમિ બની ગયું હતું. એ જે જંગલમાં શિકારે જ ત્યાંનાં પશુઓ, જાણે જંગલમાં દાવાનળ સળગી ઊઠડ્યો હોય એમ, ત્રાહ્ય ત્રાહ્ય પિકારી ઊઠતાં. પશુ-પંખીઓનો એ સાક્ષાત્ યમરાજ બની બેઠો હતો. એ પ્રદેશમાં એક કૌશાંબ નામે વન હતું. એ વનમાં મૃગ, સાબર, સસલાં જેવાં પામર પશુઓ વધારે વસતાં હતાં. ક્યાંક ક્યાંક વરાહ (સૂવર) પણ દેખા દેતાં. આજે મણિરથકુમાર એ વનમાં શિકારે જઈ ચડ્યો. એણે મૃગલાંનું એક ટેળું જોયું. ગેલ કરતું નાચતું-કૂદતું એ ટોળું જોઈને મણિરથ કુમારને આકડેથી મઘ ઉતારી લેવા જેવું લાગ્યું. તરત જ એણે ધનુષ્ય ઉપર તીર ચડાવ્યું અને નિશાન લઈને તીર છૂટું મૂકવું. ધનુષના ટંકારથી વગડે ગાજી ઊઠ્યો. મૃગલાઓ ભયભીત બનીને મેર નાસી ગયાં. એક પણ મૃગ તે દિવસે ઘાયલ ન થયું ? Page #9 -------------------------------------------------------------------------- ________________ સુ. શ્રી રધરવિજયજી : સ્નેહતંતુના તાણાવાણા ૧૨૧ મશિરથકુમારનું નિશાન આજે ખાલી ગયું; માના, એ નિષ્ફળ તીર એના અભિમાની અંતરને જ ઘાયલ કરતુ ગયું ! એ માથું ઢાળીને વિમાસી રહ્યો ઃ આજે આ કેવુ· આશ્ચય ! ચેાડી જ પળે। પછી એણે માથુ' ઊંચુ' કરી સામે નજર કરી તે એના કરતાંય માટું આશ્ચય સામે ખડુ' હતું: ધનુષ્યના ટંકારથી ભયભીત અનીને નાનાં-મોટાં બધાંય મૃગલાં ત્યાંથી નાસી ગયાં હતાં, પણ એક સુકુમાર મૃગલી મિણુરથકુમાર તરફ જ પેાતાની આંખા સ્થિર કરીને સ્વસ્થપણે ત્યાં ખડી હતી ! એને અત્યારે કાઈ પણ ભય સતાવતા ન હતા; જાણે પાતાના આંગણામાં સહીસલામત હેાય એવી નિયમનીને એ ઊભી હતી. મણિરથકુમાર પણ એની સામે પળવાર અનિમેષ નેત્રે જોઈ રહ્યો. ખીજી પળે એને વિચાર આવ્યા કદાચ એ ભેાળા પશુના અંતરમાં ભયની સ્તબ્ધતા વ્યાપી ગઈ હાય અને, એનાં ગાત્રો શિથિલ થઈ જવાને કારણે, એ ચાલવા-દોડવા અશક્ત બની ગઈ હાય! એ ધીમે પગલે મૃગલી તરફ આગળ વધ્યા, પણ મૃગલી તેા હજીય એની સામે નજર ઠેરવીને જ ખડી હતી. મણરથ મૃગલીને પપાળવા લાગ્યા. મૃગલી એની સાથે ગેલ કરવા લાગી. મૃગલીની આંખે લાગણીથી કંઈક ભીની ખની ગઈ. એ જોઈ ને મણિરથકુમારની આંખેામાં પણ જળજળિયાં આવી ગયાં. આજના દિવસ ભારે વિચિત્રતા લઈને ઊગ્યા હતા. જાણે શિકાર કરતાં કરતાં આજે એનું અંતર જ વીંધાઈ ગયું હતું, અને એમાંથી દયા, મમતા, કરુણાના સાવ અપરિચિત રસ ઝરવા લાગ્યા હતા. આવી લાગણીશીલતાના ભાર એનું કઠાર હૈયું ન ઉઠાવી શકયું. એ પાછો કીને ચાલવા લાગ્યા તા પેલી મૃગલી પણુ, જાણે એની સાથીદાર હાય એમ, પાછળ પાછળ આવવા લાગી. જાણે એ મૃગલીની મૂક વાણી એના અંતરને જગાડી ગઈ હાય એમ મણિરથકુમારે પેાતાના ધનુષ અને તીરના ટુકડા કરીને ક્રૂ'કી દીધા; અને હવેથી ફાઈ પણ જીવના શિકાર નહી કરવાની પ્રતિજ્ઞા કરી! પણ હજીય એના અંતરને નિરાંત ન વળી : વારેવારે એના અંતરમાં એક જ સવાલ ઊઠતા હતા કે આ મૃગલીને અને મારે એવા તે કેવા સ'ખ'ધ હશે કે મારા જેવા ક્રૂર માણસથી ભય પામીને નાસી જવાને બદલે મારા નજીકમાં રહેવામાં જ એ શાતા અનુભવે છે? પણ એના ઉત્તર મળવા સહેલા ન હતા. અને આ પ્રસંગના ભેદ્ય મેળવ્યા વગર એના ચિત્તને નિરાંત પણ થવાની ન હતી. એ તા ઊંડા વિચારમાં ઊતરી ગયા. વિચાર કરતાં કરતાં એને નગરમાં ખેલાતી વાત યાદ આવી કે આજે સર્વજ્ઞ ભગવાન મહાવીર નગરના ઉદ્યાનમાં સમેાસર્યાં છે. એ મહાજ્ઞાની ભગવાન ભલભલા કોયડાના ભેદ ઉકેલી આપે છે. અને મણિરથકુમારે ભગવાનના સમવસરણ તરફ ઝડપથી પગ ઉપાડવા. એના અંતરમાં અત્યારે એક જ ઝંખના હતી કે કયારે પ્રભુ પાસે પહોંચુ' અને કચારે આ વાતને મમ પાડ્યું. ભગવાન મહાવીરની ધ દેશના પૂરી થઈ અને પદા વીખરાઈ ગઈ, પણ રાજા ક’ચનરથ પેાતાની રાણી સાથે ત્યાં જ બેસી રહ્યા. એમને તે રાજ્યના અને યુવરાજના ભાવીની ચિ'તા હંમેશાં સતાવ્યા કરતી હતી. એમણે ભગવાનને પ્રશ્ન કર્યું : “ભગવાન ! ૧. Page #10 -------------------------------------------------------------------------- ________________ 122 શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહેસવ-ગ્રંથ મારે પુત્ર મણિરથકુમાર ભવ્ય છે કે અભય? એનું ભાવી કેવું છે - ભગવાને ઉત્તર આપેઃ “રાજન, તમારો પુત્ર ભવ્ય છે એટલું જ નહીં, એ આ ભવે જ મોક્ષના શાશ્વત સુખને અધિકારી બનવાનું છે. અત્યારે એ આ તરફ જ આવી રહ્યો છે, અને એની સાથે એક મૃગલી પણ અહીં આવી રહી છે!” ભગવાનની વાણી પૂરી થઈ અને મણિરથકુમાર અને મૃગલી ત્યાં આવી પહોંચ્યાં. મણિરથકુમાર ભગવાનના ચરણમાં મૂકી ગયે. રાજા-રાણીએ જોયું કે એને અવતાર જ બદલાઈ ગયે હતો! એમનાં અંતર શાંતિ અનુભવી રહ્યાં. પછી મણિરથકુમારની જિજ્ઞાસાને પૂરી કરતાં ભગવાન મહાવીરે કરુણાભર્યા સ્વરે કહ્યું: “મહાનુભાવ, સ્નેહતંતુના તાણાવાણા બહુ મજબૂત હોય છે, અને યુગોના યુગ વીતવા છતાં એ નાશ પામતા નથી. એના રહસ્યને પામવાનું બધાને માટે સહેલું નથી.” કુમાર પ્રભુની વાણને હૃદયન કળામાં ઝીલી રહ્યો. ભગવાને વાતનો ભેદ ખુલ્લો કરતાં કહ્યું. “કુમાર, યુગોના યુગો પહેલાંની વાત છે. ત્યારે તારે જીવ, મારે જીવ અને આ મૃગલીને જીવ સ્નેહના સુકમળ છતાં અતૂટ બંધનથી બંધાયેલા હતા : તું ત્યારે સુંદરી નામે સ્ત્રીના અવતારે હતો; મારા આત્માએ એ સમયે અનંગકુમારનું ળિયું ધારણ કરેલું હતું, અને મૃગલી તે કાળે શ્રેષ્ઠીપુત્ર પ્રિયંકરના અવતારે હતી. પ્રિયંકર અને સુંદરી વચ્ચે ત્યારે પતિ-પત્ની રૂપે અવિહડ નેહ હતે. જુગજુગ વીત્યા પછી આજે વેરાન વગડામાં સ્નેહને એ તંતુ આ મૃગલીમાં સજીવન બ! સંસારનાં મેહ-માયાનાં બંધન આવાં અતૂટ અને યુગેના યુગો સુધી ટકી રહે એવાં હોય છે. જે ધર્માત્મા સંયમને માર્ગે સમતાની આરાધના કરી, કેઈનેય નુકસાન કર્યા વગર, એ બંધનથી મુક્ત થાય છે તે મેક્ષના અનંત આનંદને અધિકારી બને છે.” મણિરથકુમાર પ્રભુની વાણીને અભિનંદી અને અભિનંદી રહ્યો. એણે સદાને માટે ભગવાન મહાવીરના ચરણમાં પિતાનું સ્થાન શોધી લીધું * આ કથામાં ભાઈ શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ એ કેટલાક ફેરફાર કરીને એને મઠારી આપી છે, એની ધન્યવાદ સહ અહીં નેધ લેવી ઘટે છે.