________________ 122 શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહેસવ-ગ્રંથ મારે પુત્ર મણિરથકુમાર ભવ્ય છે કે અભય? એનું ભાવી કેવું છે - ભગવાને ઉત્તર આપેઃ “રાજન, તમારો પુત્ર ભવ્ય છે એટલું જ નહીં, એ આ ભવે જ મોક્ષના શાશ્વત સુખને અધિકારી બનવાનું છે. અત્યારે એ આ તરફ જ આવી રહ્યો છે, અને એની સાથે એક મૃગલી પણ અહીં આવી રહી છે!” ભગવાનની વાણી પૂરી થઈ અને મણિરથકુમાર અને મૃગલી ત્યાં આવી પહોંચ્યાં. મણિરથકુમાર ભગવાનના ચરણમાં મૂકી ગયે. રાજા-રાણીએ જોયું કે એને અવતાર જ બદલાઈ ગયે હતો! એમનાં અંતર શાંતિ અનુભવી રહ્યાં. પછી મણિરથકુમારની જિજ્ઞાસાને પૂરી કરતાં ભગવાન મહાવીરે કરુણાભર્યા સ્વરે કહ્યું: “મહાનુભાવ, સ્નેહતંતુના તાણાવાણા બહુ મજબૂત હોય છે, અને યુગોના યુગ વીતવા છતાં એ નાશ પામતા નથી. એના રહસ્યને પામવાનું બધાને માટે સહેલું નથી.” કુમાર પ્રભુની વાણને હૃદયન કળામાં ઝીલી રહ્યો. ભગવાને વાતનો ભેદ ખુલ્લો કરતાં કહ્યું. “કુમાર, યુગોના યુગો પહેલાંની વાત છે. ત્યારે તારે જીવ, મારે જીવ અને આ મૃગલીને જીવ સ્નેહના સુકમળ છતાં અતૂટ બંધનથી બંધાયેલા હતા : તું ત્યારે સુંદરી નામે સ્ત્રીના અવતારે હતો; મારા આત્માએ એ સમયે અનંગકુમારનું ળિયું ધારણ કરેલું હતું, અને મૃગલી તે કાળે શ્રેષ્ઠીપુત્ર પ્રિયંકરના અવતારે હતી. પ્રિયંકર અને સુંદરી વચ્ચે ત્યારે પતિ-પત્ની રૂપે અવિહડ નેહ હતે. જુગજુગ વીત્યા પછી આજે વેરાન વગડામાં સ્નેહને એ તંતુ આ મૃગલીમાં સજીવન બ! સંસારનાં મેહ-માયાનાં બંધન આવાં અતૂટ અને યુગેના યુગો સુધી ટકી રહે એવાં હોય છે. જે ધર્માત્મા સંયમને માર્ગે સમતાની આરાધના કરી, કેઈનેય નુકસાન કર્યા વગર, એ બંધનથી મુક્ત થાય છે તે મેક્ષના અનંત આનંદને અધિકારી બને છે.” મણિરથકુમાર પ્રભુની વાણીને અભિનંદી અને અભિનંદી રહ્યો. એણે સદાને માટે ભગવાન મહાવીરના ચરણમાં પિતાનું સ્થાન શોધી લીધું * આ કથામાં ભાઈ શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ એ કેટલાક ફેરફાર કરીને એને મઠારી આપી છે, એની ધન્યવાદ સહ અહીં નેધ લેવી ઘટે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org