Book Title: Snehtantuna Tanavana Author(s): Dhurandharvijay Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 1
________________ સ્નેહતંતુના તાણાવાણા લેખક : પૂ. આ. મ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરપ્રશિષ્ય પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજીના પ્રશિષ્ય પૂજ્ય મુનિ શ્રી ઘુરધરવિજયજી કમળવનના સૌ ને જાણે હિમવર્ષાએ ઠી ગરાવી નાખ્યું હતું : નયનમનેાહર સાકેતનંગરીના સુંદર રાજમાર્ગો અને એની નમણી શેરીએ આજે એક વિચિત્ર દૃશ્યથી વિરૂપ એની ગયાં હતાં. એક ખાવી નારી એક પુરુષના શબને ખભે નાખીને શેરીઓ અને રાજમાર્ગો વટાવીને સ્મશાનભૂમિ તરફ નાસી રહી હતી—જાણે કોઈ મહાલય પાછળ પડવો હાય અને એનાથી નાસી છૂટવા મથતી હોય એમ એ ઝડપથી ચાલી જતી હતી. એના પગ જાણે ધરતીને સ્પતા જ ન હતા. અને પૂર્ણ કાય પુરુષના શબના ભાર એને જરાય થકવતા ન હતા. એ શખનું ખેડાળ રૂપ અને એમાંથી પ્રસરતી દુધ પણ એને અકળાવી શકતાં ન હતાં. એના અંતરમાં તે એક જ રટના હતી : કયારે દયા-માયા વગરનાં માનવીઓથી ઊભરાતું આ નગર દૂર થાય અને કયારે હું મારા આ પ્રિયતમની સાથે વનવગડાના વૈરાન, શાંત, એકાંત સ્થાનમાં જઈ પહોંચુ . તમાશાને તેડાની જરૂર ન હેાય : એ જ્યાં જ્યાંથી પસાર થતી ત્યાં ત્યાં નગરનાં નર-નારીએ ટાળે વળતાં. કોઈ એની વેદનાભરી દશા જોઈ કરુણાભર્યું નિસાસે નાખતાં; તો કોઈ વળી ભૂતના વળગાડ વળગ્યા હોય એવી ગલિક જેવી એની દશા જોઈને કંતુહુલને લઈને એના ઉપહાસ કરવામાં આનંદ માનતાં પશુ એ નારીને તેા ન એ કરુણાની કેઈ કિ`મત હતી કે ન લેાકાના કુતૂહલ તરફ કોઈ અણુગમા હતા. પ્રાણપ્રિય પતિના વિચારમાં એનું સવેદનમાત્ર મુરઝાઈ ગયું હતુ. દોરંગી દુનિયાની પણ એને કશી ખેવના રહી ન હતી ! ભલા એવું તે શુ' અન્ય' હતું કે એક નારી પોતાના પતિના મૃત દેહને ઊંચકીને આમ દર-બ-દર ભટકતી ફરતી હતી? સાંભળે ત્યારે એ વાત :—— Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10