Book Title: Snehtantuna Tanavana
Author(s): Dhurandharvijay
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 7
________________ મુ શ્રી પુરષરવિજયજી નેહતતુના તાણાવાણા ૧૧૯ 'અનંગકુમાર આ વાત બરાબર જાણતો હતો. એણે એક વાર ખૂબ ઉશ્કેરાયેલા સ્વરે સુંદરીને કહ્યું: “હવે મારે અહીં નથી રહેવું, હું આજે જ બીજે ચાલ્યું જઈશ.” આશ્ચર્યથી ચમકીને સુંદરીએ પૂછયું : “કેમ, એવું તે એકદમ શું થયું ? ” “અરે! શું થયું શું! આજે તું બહાર ગઈ હતી અને હું જરાક આઘો હતો એવામાં મારા કાને કેઈના હાસ્યને અવાજ અથડા. હું ચમકી ગયે, અને મેં જોયું કે તારે પ્રિયંકર મારી માયાદેવી સાથે છાનીછાની વાત કરતો હતો અને ચેનચાળા કરતો હતો. અને બેય હાંસી–ઠઠ્ઠામાં જાણે બધી લાજ-શરમ ખાઈ બેઠાં હતાં ! હું પાસે આવ્યો કે બેય ચૂપ! બહેન, જે આવું જ ચાલ્યા કરે છે તો કેકવાર રંડાઈ જ જાઉં ને! નફફટ પુરુષને પારકી સ્ત્રીને ઉપાડી જતાં શી શરમ ?” - સુંદરી પળવાર તે ઘાવલ મૃગલીની જેમ તરફડી રહી. અને પછી એનું મગજ કોધને વશ થઈ ગયું. એને પ્રિયંકર ઉપર ખૂબ તિરસ્કાર આવ્યો કે જેના માટે હું આટઆટલાં દુઃખ વેઠું છું તે આ બેવફા ! અનંગકુમારની યુક્તિનું તીર બરાબર કામ કરી ગયું હતું. પણ એ વખતે એણે સુંદરીને સમજાવીને શાંત પાડી. પણ હવે કામ પૂરું કરવાની ઘડી પાકી ગઈ હતી. સુંદરીનું મન નેહની ઘેલછાના વળગાડથી મુક્ત થવા લાગ્યું હતું. બીજે દિવસે સુંદરી જરાક આવી ગઈ કે અનંગકુમારે બન્ને શબાને ઉપાડીને પાસેના કૂવામાં નાખી દીધાં; અને પછી પોતાની જગાએ આવી પિક મૂકીને રેવા બેઠે ! સંદરી દેડતી દેડતી પાછી આવી. જોયું તે એક શબ ત્યાં ન મળે, અને માયાનો પતિ ત્યાં વિલાપ કરતો બેઠે હતે ! એ તે હેબતાઈ ગઈઃ પળવારમાં આ શું થઈ ગયું? સુંદરીએ બહુ બહુ કાલાવાલા કર્યા ત્યારે અનંગકુમારે કહ્યું : “બહેન, તને શું કહું? તું આમ ગઈ અને હું જરા પેલી બાજુ ગયે, એવામાં, મારી નજર ચુકાવીને, બેય નાસી ગયાં અને હું આંખે ચળતો રહી ગયો ! મારું તે બધુંય લૂંટાઈ ગયું ! હવે હું એકલે શું કરીશ અને કેમ કરી જીવી શકીશ ?” સુંદરીના ગાંડપણનું ઝેર હવે ઊતરી ગયું હતું. એણે લાગણીભીના સાદે કહ્યું : ભાઈ, હું તારી બહેન જીવતી-જાગતી બેઠી છું, પછી તું એકલે શાને ? એ બેનાં મનમાં પાપ વસ્યું હતું ! એવાં પાપિયાં તે નાસી ગયાં જ સારાં! એમનાં કર્યા એ ભેગવશે ! આપણે બેય ભાઈબહેન વીતરાગ ભગવાનનું નામ લઈ આપણું ભલું કરીશું!” અગકુમારને જે જોઈતું હતું તે મળી ગયું. તરત જ બને સ્મશાનમાંથી પાછા ફર્યા. પાછાં ફરતી વખતે અનંગકુમારે સુંદરીને ધર્મની કંઈ કંઈ વાતો કરીને એની ધર્મશ્રદ્ધાને દઢ બનાવી. અનંગકુમાર બરાબર સમજતો હતું કે આવી નાની વયની વિધવા નારીને માટે ધર્મના આશ્રય સિવાય બીજો એક પણ તરણે પાય ન હત; અને એને આધારે જ એના જીવનની પવિત્રતા સચવાઈ રહેવાની છે. પિતાની વાત સુંદરીને સમજાવવાની અનંગકુમારને અત્યારે જે સેનેરી તક મળી ગઈ, એને એણે પૂરેપૂરો ઉપયોગ કરી લીધો. ગમે તેમ કરીને પારકાનું ભલું કરવું એ જ જાણે એનું જીવનકાર્ય બની ગયું હતું; પારકાના ભલામાં જ એ પિતાનું ભલું જેતે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10