SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ-મહાત્સવ-અધ સાકેતનગરના વૈશ્રમણ શ્રેષ્ઠી ભારે વૈભવશાળી પુરુષ હતા. જેવા એ રાજમાન્ય હતા એવા જ લેાકમાન્ય હતા. એમના પુત્ર પ્રિયકર સાચે જ, સૌને પ્રિય થઈ પડે એવે રૂપગુણ-સ’પન્ન હતા. યૌવનના ઉંબરે પગ મૂકતાં મૂકતાં તે એ કામદેવ જેવા ફૂટડા અને કામણગારા અની ગયા હતા. પાડોશમાં જ પ્રિયમિત્ર શ્રેષ્ઠી રહે. વૈશ્રમણ શ્રેષ્ઠીના એ પરમ મિત્ર. એમને એક પુત્રી. સુદરી એનું નામ.સુંદરી તે સાચે જ સૌદર્યંની અધિષ્ઠાત્રી હતી. સૂરજ-ચાંદાનાં તેજ લઈને સેાના-રૂપાના રસે રસી હેાય એવી તેજના અંબાર રેલાવતી ઊજળી એની કાયા હતી. એના અંગ-અંગમાંથી રૂપ–લાવણુ–સૌની આભા નીતરતી. યૌવનમાં પ્રવેશતી સુંદરીની દેહવલ્લરી જાણે રતિના સૌંદર્ય વૈભવને માત કરી રહી! ૧૧૪ પ્રિય’કરનું તરવરતું યૌવન; સુંદરીનું રસઝરતુ' યૌવન : જાણે યૌવન યૌવનને અણુસાંભળ્યા સાદ દઈ રહ્યું. બન્નેનાં અંતરની અણુકથી કથા બન્નેનાં માતા-પિતાનાં અંતરને સ્પર્શી ગઈ. માતા-પિતાએ અનુમતિ આપી; પ્રિયંકર અને સુ ંદરી લગ્નખ ધનથી બંધાઈ ને એકરૂપ ખની ગયાં. જાણે એ દેહમાં તેઓ પ્રાણુનુ અદ્વૈત રચી રહ્યાં! સ્નેહની સરિતામાં સ્નાન કરતી એ જુગલજોડીને જોઈ ને જગતની આંખેા ઠરતી! પણ પ્રેમના દેવતાએ થાડા જ વખતમાં એ જોડીની આકરી કસેાટી શરૂ કરી પ્રિયંકર ખૂબ માંદો પડી ગયા. ઔષધ–ઉપચાર અને વેદોની તા ત્યાં કોઈ કમી ન હતી, અને સુંદરીની સેવાચાકરીમાં પણ કશી જ ખામી ન હતી, પણ રાગ કોઈક એવું વિકરાળ રૂપ લઈને આવ્યા હતા કે જેમજેમ ઉપચાર આગળ વધતા તેમતેમ રોગ પણ ઉગ્ર ખનતા જતા હતા ! સુંદરીની ચિંતાનો કોઈ પાર ન હતા. એની વેદનાને કોઈ અવિધ નહેાતી રહી. એ પેાતે જ જાણે જીવલેણ વ્યાધિની અસહ્ય વેદના અનુભવી રહી : ન ખાન-પાન, ન ઊંઘ-આરામ, ન સુખ-ચેન ! એ પ્રિયકરની પીડા જોતી અને એનુ અંતર બેચેન બની જતું. અમ'ગળ ભાવીને વિચાર એના હૈયાને વલાવી મૂકતા. એ ા પ્રિયકરની સેવા અને પ્રિય કરનામ'ગળ સિવાય ખીજું બધુ જ વીસરી ગઈ હતી. એનું રામ રામ મારા પ્રિયંકર કચારે જલદી સાજો થાય એની જ માળા જપ્યા કરતું હતું. પણ વૈદ્યોનાં નિદાન, ઔષધના ઉપચાર અને સુંદરીની સેવા—એ બધાંયને કમનસીબ ભવિતવ્યતાએ નિષ્ફળ બનાવ્યાં ! ભર્યાભર્યાં ઘરને સૂનું બનાવીને અને સૌ સ્વજનાને વિલાપ કરતાં મૂકીને પ્રિયંકર ચાલતા થયા! સાથે જાણે એ શાણી સુંદરીની બુદ્ધિને હરતા ગયા! ઘેાડીવાર તેા સુંદરી સર્વનાશની કારમી વેદના અનુભવી રહી : એના પ્રિયંકર અને એકલી-અટૂલી-રઝળતી મૂકીને સ્વર્ગનાં સુખ માણવા ચાલ્યા ગયા ? હવે મારું કોણ ? પેાતાના વૈધવ્યના વિચારથી એ પળવાર સ્તબ્ધ અની ગઈ. બીજી જ પળે એના અંતરમાં અસહ્ય કડાકા થયા અને એની સૂધબૂધ સ હરાઈ ગઈ ! એના સુંદર ચહેરા વિકરાળ ખની ગયા. એના રામરામ ઉપર જાણે બહાવરાપણાની અસર વ્યાપી ગઈ. સુંદરી પ્રિય કરના દેહને વળગીને જાણે હજીય એની સેવા-શુશ્રુષા કરતી હાય એવા ચેનચાળા કરવા લાગી અને ખખડવા લાગી : “મારા નાથ! મારા સ્વામી! તમને હમણાં સારુ થઈ જશે. તમે ચિંતા ન કરશેા. હું જીવતી છું ત્યાં સુધી કેાઈથી તમાર વાળ પણ વાંકા થઈ શકવાના નથી!” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230273
Book TitleSnehtantuna Tanavana
Original Sutra AuthorN/A
AuthorDhurandharvijay
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & Ceremon
File Size824 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy