Book Title: Siddhrajkarit Jinmandiro Author(s): M A Dhaky Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2 View full book textPage 5
________________ ૧૨૬ નિર્ઝન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ देवैषां नि:स्पृहाणां न धनेच्छा तज्जिनालयः । विधाप्यते यथामीषां, पुण्यं तव च वर्धते ॥ भवत्वेवं नृपप्रोक्ते मन्त्री चैत्यमकारयत् । स्वेन तेनेतरेणापि, स्वामिनाऽनुमतेन सः ॥ दिनस्तोकं च संपूर्णः प्रासादोऽभ्रंलिहो महान् । સૂત્રો: સ્વર્ગન્નકું ધ્વજ્ઞાતિf: I श्री नाभेयविभोबिम्बं पित्तलामयमद्भुतम् । दृशामगोचरं रोचिः पूरतः सूर्यबिम्बवत् ।। अनलाष्ट-शिवे वर्षे ११८३ वैशाखद्वादशीतिथौ । प्रतिष्ठा विदधे तत्र, चतुर्भि सूरिभिस्तदा ॥ –માવરિત (“વાદિદેવભૂિિરત' સ્તોર૭૦-ર૭૫) સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં લિપિબદ્ધ થયેલ પુરાતન પ્રબંધસંગ્રહ-અંતર્ગત દેવાચાર્યપ્રબંધ'માં પણ કોષ્ટકમાં સિદ્ધરાજના પાટણમાં કરાવેલ ઉપરકથિત રાજવિહારની સં. ૧૮૬૧)૮૩માં પ્રતિષ્ઠા થઈ હોવાનો, અને વિશેષમાં તેમાં ૮૪ અંગુલ પ્રમાણ ઋષભદેવનું બિંબ હોવાનું કહ્યું : યથા [श्रीवादिदेवसूरिसदुपदेशवासितचेतसा सिद्धराजजयसिंहदेवेन सं० १६८११)८३ वर्षे पत्तन मध्ये श्रीऋषभप्रासादः कारितः ८४ अङ्गुल ऋषभबिंबयुग् राजविहार नाम्ना !] ભાષા પરથી, લખાણના ઢંગ પરથી, આ પ્રબંધ ૧૫મા શતકમાં લખાયો હશે અને જૂના ગ્રંથો અને અનુકૃતિઓના આધારે રચાયો હશે તેમ લાગે છે : તેમ જ અગાઉ પ્રભાવકચરિતમાં પણ આ હકીકત નોંધાયેલી હોઈ, તેની વાત પૂર્ણતયા વિશ્વસ્ત છે. અહીં વિશેષમાં મૂળનાયક જિન ઋષભદેવની પ્રતિમા ૮૪ અંગુલ પ્રમાણની કહી છે, જેને લગતું એક પરોક્ષ પ્રમાણ પ્રાપ્ત છે, જે વિશે આગળ અહીં જોઈશું. સોમપ્રભાચાર્યના કથન પછી પ૫ વર્ષ બાદ, અને પ્રભાચંદ્રાચાર્યના પ્રસ્તુત ઉલ્લેખથી લગભગ ૩૭ વર્ષ પૂર્વેનો, આ ચૈત્ય વિશેનો એક મહત્ત્વપૂર્ણ ઉલ્લેખ કવિ બાલચંદ્રના વસંતવિલાસ મહાકાવ્ય-અંતર્ગત પ્રાપ્ત થાય છે. વસંતવિલાસની રચના મંત્રીશ્વર વસ્તુપાલના ઈ. સ. ૧૨૩૯માં થયેલ સ્વર્ગગમન પછી તુરતમાં જ થયેલી છે. તેમાં દીધેલ ધર્મદેવની વસ્તુપાલ પ્રતિ ઉક્તિમાં સિદ્ધરાજે ક્રીડાપર્વત સમો ‘રાજવિહાર' બનાવ્યાનો ઉલ્લેખ છે : श्री सिद्धराजः समधत्त राजविहार क्रीडनगोपमं मे । –वसन्तविलास महाकाव्य, ९.२२ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14