Book Title: Siddhrajkarit Jinmandiro Author(s): M A Dhaky Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2 View full book textPage 4
________________ સિદ્ધરાજકારિત જિનમંદિરો આમાં પણ સિદ્ધપુરનો પ્રસ્તુત સિદ્ધવિહાર (અને પાટણનો રાયવિહાર કે રાજવિહાર) જયસિંહદેવે જ કરાવ્યાની વાત કરી છે, કોઈ શ્રાવકે કે મંત્રીએ નહીં ! અહીં એ વાતનું સ્મરણ કરાવું કે મંત્રી વાગ્ભટ્ટે કુમારપાળના સમયમાં જ્યારે શત્રુંજયની તળેટીમાં ‘કુમા૨પુર’ (પછીથી ‘વાગ્ભટપુર’ કહેવાયેલ) શહેર વસાવી, તેમાં રાજા કુમારપાલના પિતાના નામથી ‘ત્રિભુવનવિહાર’ બંધાવેલો તેની જે વાત જૈન સ્રોતોમાં મળે છે, ત્યાં રાજા કુમા૨પાલે પોતે તે ઉપનગર બંધાવ્યાનું કહ્યું નથી, પણ સ્પષ્ટતઃ વાગ્ભટે તે રાજાના પિતાના નામથી બંધાવ્યાનું કહે છે. એ જ રીતે ગિરનાર પરના નૈમિનાથના મંદિરનું સં ૧૧૮૫ ઈ સ ૧૧૨૯માં દંડનાયક સજ્જને કરાવેલ નવનિર્માણ પછી તેને સિદ્ધરાજપિતૃ કર્ણદેવના નામ પરથી ‘કર્ણવિહાર’ નામ આપેલું; પણ તે મંદિર કર્ણદેવે કે સિદ્ધરાજે બંધાવ્યું હોવાનું કોઈ જ કહેતું નથી ! આથી સ્પષ્ટ છે કે રાજાનું નામ ધારણ કરતા જૈનમંદિરોના નિર્માતા રાજા હોય તો તે વાતની એ રીતે નોંધ લેવાય છે; અને રાજવહારો મંત્રીકારિત હોય તો તે રીતે જૂના જૈન ઐતિહાસિક સાહિત્યમાં તદનુસા૨ી યથાર્થ નોંધ લેવાય છે. ઉપરકથિત સોમપ્રભાચાર્યે કુમારપાળનો પૂરો જમાનો જોયેલો; અને કુમારપાળથી થોડાં જ વર્ષ પૂર્વે સિદ્ધરાજે બંધાવેલાં મંદિરોની તેઓ વાત કરતા હોય ત્યારે તે એના ઇતિહાસથી પૂરા વાકેફ હોવા જોઈએ અને એ સંબંધમાં તેઓ જે કંઈ કહે તે પૂર્ણતયા તથ્યપૂર્ણ હોવું ઘટે, અને તેમના સમયમાં એ મંદિરો પણ અસ્તિત્વમાન હોવાં જોઈએ. સોમપ્રભસૂરિ સમીપકાલિક લેખક હોઈ તેમના કથનને એક પ્રબલ પ્રમાણ માનવામાં કોઈ બાધા આમ તો નડતી નથી. પાટણના એ રાજવિહારનું નિર્માણ કેવી રીતે થયું તેનું વૃત્તાંત અને તેની સ્પષ્ટતા પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવકચરિત (વિ. સં. ૧૩૩૪ / ઈ સ ૧૨૭૮) અંતર્ગત ‘દેવસૂરિપ્રબંધ’માં વિગત મળે છે. ચારિત્રકારના કથન અનુસાર શ્વેતામ્બરાચાર્ય વડગચ્છીય વાદીન્દ્ર દેવસૂરિ અને દિગંબરાચાર્ય કુમુદચંદ્રનો સિદ્ધરાજની સભામાં વાદ થયેલો, જેમાં દિગંબરોનો પરાજય થતાં રાજાએ દેવસૂરિને તુષ્ટિદાન આપવા માંડ્યું; પણ દ્રવ્ય લેવાની વાત (સુવિહિત, સંવિજ્ઞવિહારી, નિઃસ્પૃહ જૈન મુનિના આચારની વિરુદ્ધ હોઈ, આચાર્ય તે ગ્રહણ ન કરતાં, આશુક મંત્રીની સલાહથી સિદ્ધરાજે તેમાં દ્રવ્ય ઉમેરી, પોતાના પુણ્યની વૃદ્ધિ અર્થે ‘જિન નાભેય’(ઋષભદેવ)ની પિત્તલમય પ્રતિમાવાળો ‘મેરુચૂલોપમ’ પ્રાસાદ કરાવ્યો, જેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૧૮૩ ઈ. સ. ૧૧૨૭માં ચાર સૂરિઓએ કરેલી : યથા Jain Education International ૧૨૫ तुष्टिदानं ददानस्य राज्ञः सूरेरगृहणतः । आशुकोऽब्दे गते मन्त्री, राज्यारामशुकोऽब्रवीत् ॥ For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14