Book Title: Siddhrajkarit Jinmandiro
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 13
________________ ૧૩૪ નિર્ઝન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ લખ્યું છે. પણ મૂળરાજ પરમ શિવભક્ત હોવાથી એણે જૈન ધર્મસ્થાન ઊભું કર્યું હોવાનો સંભવ નથી, પણ ગેઝિટિયરમાં તર્ક કર્યો છે તેમ પાટણમાં કોઈ જૈન ગૃહસ્થ કે જૈન સંઘે મૂળરાજના નામથી જૈન મંદિર બંધાવ્યું હોય તો એ સંભવ છે. વળી મૂળરાજના યુવરાજ ચામુંડે બધા ધર્મોનું સમાન વૃત્તિથી પાલન કરવાના જૂના કાળથી ચાલ્યા આવતા રાજધર્મને અનુસરી જૈન મંદિરને ધૂપ, માલા વગેરે માટે એક ખેતરનું દાન આપ્યાનું વિ. સં. ૧૦૩૩ના દાનપત્રમાં કહ્યું છે એ હકીકત ઉપરના તર્કને ટેકો આપે છે.'' ૨. મુંબઈ ગેઝિટિયર, ગ્રં૧, ભા. ૧, પૃ ૧૬૧ ૩. “ગુ. એલે. ભા. ૩ લેટ નં. ૧૩૬ અ' (શાસ્ત્રી, પૃ. ૧૭૫). એમ જણાય છે કે શારીજીએ આ સંબંધમાં પૂરતી ગવેષણ ચલાવી નથી અને પોતાના જૈન દ્વેષનું શમન મૂળરાજની પરમ શિવભક્તિની પડછે કર્યું છે ! મેરૂતુંગાચાર્યનો મૂળ ઉલ્લેખ આ પ્રમાણે છે : तेन राज्ञा श्रीपत्तने श्रीमुलराजवसहिका कारित, श्रीमालदेवस्वामिनः प्रासादश्च । મેરૂતુંગાચા સોલંકી રાજાઓનાં બાંધકામો વિશે જે માહિતી આપી છે તે પૂર્વ સાધનોના પરીક્ષણ બાદ જ આપેલી જણાય છે અને તે વિશ્વસ્ત છે. મૂળરાજે બનાવેલ આ જૈન મંદિર સંબંધમાં મેરૂતુંગાચાર્યથી, પછીના તેમ જ પૂર્વના કેટલાક મહત્ત્વપૂર્ણ ઉલ્લેખો પ્રાપ્ત થાય છે તે હવે જોઈએ : () વસ્તુપાલચરિત્ર(સં. ૧૪૯૭ ઈ. સ. ૧૪૪૧)માં મંત્રીશ્વર વસ્તુપાલે શ્રીપત્તનના “મૂલનાથજિનદેવના મંદિર પર કલશ ચઢાવ્યાનો ઉલ્લેખ છે. આ ઘટના ઈસ. ૧૨૨૫-૩૦ના ગાળામાં બની હકો, ( કે આ ગ્રંથ પ્રબંધચિંતામણિ પછીનો છે, પણ જિનહર્ષગણિ લેખન માટે આગળના સ્રોતોનો આધાર લેતા હોવાનું જાણમાં હોઈ આ વાત શ્રદ્ધેય છે.) (મા)પ્રભાસપાટણના હાલ વિનષ્ટ થયેલા, દિગંબર સંપ્રદાયના જિનચંદ્રપ્રભના મંદિરના પુનરુદ્ધારના ભીમદેવ દ્વિતીયના સમયના, સં. ૧૨(પ?)ગ્ની સાલ ધરાવતા, લેખમાં પ્રશસ્તિકાર હેમસૂરિ પોતાની ગુર્નાવલી આપતાં, પોતાનાથી થયેલ છઠ્ઠી પેઢીના વિદ્યાપૂર્વજ કિર્તિસૂરિ ચિત્રકૂટથી નીકળી અણહિલવાડ પાટણ ગયાનો, ને ત્યાં રાજાએ તેમનું બહુમાન કરી તેમને મંડલાચાર્યનું બિરુદ આપ્યાનું તથા છત્ર અને સુખાસન આપ્યાનું કહ્યું છે, અને તે સંદર્ભમાં “મૂલવસતિકા ભવન'નો ઉલ્લેખ આવે છે; ત્યાં જે ફે લેખ ખંડિત થયેલો હોઈ તે કોણે કરાવ્યું તે એકદમ સ્પષ્ટ થતું નથી : યથા : ... ... ... .. નીંદા 5:1 बिरुदं मंडलाचार्य, सच्छवं ससुखासनं ॥२३।। श्रीमूलवस सतिकाख्यं जिनभवनं तत्र... संज्ञयैव यतीश्वरः । See D. B. Diskalkar, Poona Orientatist, Vol. II, No. 4, p. 222, Jan. 1938, તથા આચાર્ય ગિરજાશંકર વલ્લભજી, ગુજરાતના ઐતિહાસિક લેખો, ભાગ ૩જો, મુંબઈ, ૧૯૪૧, પૃ. ૧૯૪; and Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14