Page #1
--------------------------------------------------------------------------
________________
સિદ્ધરાજકારિત જિનમંદિરો
ગુજરાતના સોલંકીકાલીન ઇતિહાસનું આલેખન કરનાર લેખકોમાં સૌથી પ્રતિભાવાનું, મૂળ સ્રોતોનાં આમૂલ અવગાહન, પરીક્ષણ, અને તુલનોકરી તેમાં ઊંડી, સૂમ, અને વેધક વિવેકદૃષ્ટિ દાખવનાર, સ્પષ્ટતામૂલક અને લાઘવપૂર્ણ પ્રૌઢી તથા અત્યંત સરળ ભાષા દ્વારા પોતાના વિચારો દઢ અને નિર્ભીક રીતે વ્યક્ત કરનાર કોઈ હોય તો તે (સ્વ) દુર્ગાશંકર શાસ્ત્રી છે. શ્રદ્ધેય ઇતિહાસ-લેખનને આવશ્યક એવા ઘણા ગુણો ધરાવતા હોવા છતાં શાસ્ત્રીજી એક મહાન્ ઇતિહાસવેત્તારૂપે આપણી સમક્ષ ઉપસ્થિતિ ન હોવાના મુખ્ય કારણમાં જોઈએ તો ઇતિહાસ-ગવેષણમાં બિલકુલ ન હોવા ઘટે તેવા બે દારુણ દોષોથી તેમનું લેખન મુક્ત રહી શક્યું નથી. પ્રાપ્ત એવાં સર્વ સાધનોના આધારે પૂરતું અન્વેષણ કરીને પરિસ્થિતિનું યથાર્થ આકલન કરી, તેને વાસ્તવિક રૂપે ઘટાવવાને બદલે, તેનો યથોચિત સ્વીકાર કરવાને સ્થાને, કેટલાક પ્રસંગોમાં તેમનું લખાણ તાશ્કવૃત્તિ છાંડી જતું હોવાનું અને સંપ્રદાય-પ્રવણ વલણ અપનાવતું, રાગદ્વેષથી વ્યાપ્ત એવું અભિભૂત થઈ જતું જણાય છે. અન્યથા અત્યંત સરલ, સચોટ પ્રતીતિજનક, અને સરસ રીતે વહેતું એમનું ગદ્ય આ રીતે પીડિત-દૂષિત થયેલું હોઈ, તેનાથી બે નુકસાનો થયાં છે : એક તો ઇતિહાસકાર તરીકેની તેમની પ્રતિમા કેટલાક કોણથી અસુહુ બની, બીજામાં જોઈએ તો તેમણે સિંચિત કરેલી સાંપ્રદાયિક વિષવેલ પાંગર્યા બાદ તેનાં આજે ચાર દાયકા પછી ગુજરાતમાં ઇતિહાસક્ષેત્રે આવેલાં વિપત્તિજનક અને ધૃણાત્મક પરિણામો ! એ વિષને મંગલ કરી શકે તેવું આજે ગુજરાતમાં ઇતિહાસક્ષેત્રે કોઈ જ નથી !
સોલંકીયુગમાં રાજકીય અતિરિક્ત સાંસ્કૃતિક અને અર્થક્ષેત્રે પ્રાપ્ત થયેલ મહત્તાના સંચિત બળનો લાભ ગુજરાતને સાંપ્રતકાળ સુધી મળતો રહ્યો છે. સોલંકીકાળે ગુજરાતને એ ઉન્નતિના કાંચનશખર પર પહોંચાડવાના યશનો સારો એવો હિસ્સો એ કાળના જૈનોને ફાળે જાય છે. ગુજરાતે એની મહત્તાની સર્વોચ્ચ સીમા ૧૨મા શતકમાં જયસિહદેવ સિદ્ધરાજ અને ગૂર્જરેશ્વર કુમારપાળના સમયમાં હાંસલ કરેલી અને બરોબર તે જ સમયે ત્યાં જૈન ધર્મનો અભ્યદય પણ તેના ચરમ બિંદુએ પહોચેલો. ગૂર્જર મહારાજ્યના અમાત્યમંડળમાં, દંડનાયકાદિ અધિકારી વર્ગમાં, ઘણાખરા ધર્મ જૈન અને જ્ઞાતિએ વણિક હતા. ગુજરાતના વૈશ્ય-શ્રેષ્ઠીઓમાં પણ મોટા ભાગના જૈન માર્ગી હતા, અને સાહિત્ય એવં વિદ્યાક્ષેત્રે પણ પોતાનાં સર્જનો દ્વારા બહુ મોટો ફાળો જૈન સૂરિ-મુનિવરોએ અને મહામાત્ય અંબપ્રસાદ, શ્રેષ્ઠી વાગભટ્ટ, કવિરાજ શ્રીપાલ, અને મંત્રીશ્વર વસ્તુપાલ સરખા શ્રાદ્ધ-કવિવરોએ આપ્યો હતો.
આ તથ્યનો યથોચિત સ્વીકાર શાસ્ત્રીજી કરી શકેલા નથી. જૈનો પ્રત્યે કડવાશ નહીં
Page #2
--------------------------------------------------------------------------
________________
સિદ્ધરાજકારિત જિનમંદિરો
૧૨૩
તો યે તેમની સમૃદ્ધિ, ઉન્નતિ, રાજકારે પ્રાપ્ત કરેલ સ્થાન-સન્માન અને અજયપાળ પૂર્વેના બ્રાહ્મણધર્મી સોલંકી રાજાઓના જૈનધર્મ પ્રતિનાં સમભાવભર્યા, સમુદાર વલણ પ્રત્યે તેમનો કચવાટ ડગલે ને પગલે વ્યક્ત થતો જણાય છે. આ સંબંધમાં જૈન સ્રોતોમાંથી પ્રાપ્ત થતી વાતો સાચી નથી અને કેટલીક સાચી હોય તો પણ તેનું મૂલ્ય નથી, એમ એ તથ્યોને દબાવી દેવાં કે અલ્પતા આપવી, અને એક બાજુથી એ જ સ્રોતોનો પોતાને અનુકૂળ હોય ત્યાં પ્રધાન સ્તર પર ઉપયોગ કરી લેવો અને બીજી બાજુથી જ્યાં જૈનોની વાસ્તવિક ઉત્કર્ષદર્શક વાતો આવે ત્યાં વળી એ વાતોને શક્ય હોય તેટલી નહિવત્ કરી નાખવી એમ બેવડા ધોરણો તેમના લખાણમાં ઠેર ઠેર દષ્ટિગોચર થાય છે. નીતિપ્રવણ જૈન ધર્મ ભારતની પુરાણી આર્યસંસ્કૃતિની જ નીપજ છે, જૈનો ભારતીય છે, વિદેશી આગંતુક નહીં; ને પ્રારંભિક વૈદિક ધર્મ સાથે હિંસાના પ્રશ્ન મતભેદ અને વિરોધ હોવા છતાં, અને દાર્શનિક માન્યતામાં ફરક હોવા છતાં, અન્યથા બન્નેનાં મંતવ્યો અને વલણોમાં સમાનતા છે. જેટલે અંશે વૈદિક ધર્મ પછીથી પૌરાણિક પૂર્તધર્મમાં પરિવર્તિત થયો, મંદિરમાર્ગી બન્યો, તેવું જ મહદંશે બૌદ્ધની જેમ જૈન માર્ગનું પણ થયું છે તે વાતનું શાસ્ત્રીજીને ક્યાંક ક્યાંક વિસ્મરણ થઈ ગયેલું જણાય છે. એમના ઈતિહાસલેખનનું એક સર્વગ્રાહી મૂલ્યાંકન અને સમીક્ષા હું અન્યત્ર એક વિસ્તૃત લેખ દ્વારા કરી રહ્યો છું. દરમિયાન અહીં સિદ્ધરાજકારિત જિનમંદિરો વિશેની વાતમાં, શાસ્ત્રીજીના જ ઉદ્ગારોથી ચર્ચારંભ કરી તથ્ય શું છે તે જોવા પ્રયત્ન કરીશું :
સહસ્ત્રલિંગ સરોવર ઉપરાંત સિદ્ધરાજે સરસ્વતી નદીને કાંઠે રુદ્રમહાલય બંધાવ્યો હતો એમ હેમચંદ્રે કહ્યું છે અને એને પ્ર. ચિ. ટેકો આપે છે. વળી સરસ્વતીને કાંઠે મહાવીરનું એક ચૈત્ય બંધાવ્યું હતું એમ પણ હેમચંદ્ર કહ્યું છે. આ જૈન ચૈત્ય સિદ્ધરાજે પોતે બંધાવ્યું હોય કે એની વસ્તીમાંથી કોઈ જૈન ગૃહસ્થ બંધાવ્યું હોય એ ગમે તે હોય...”
- શત્રુંજય તીર્થને સિદ્ધરાજે ૧૨ ગામ દાનમાં આપ્યાની વાત અન્ય ગ્રંથ-પ્રબંધોમાં કહી હોય તો પણ તયાશ્રયમાં નથી કહી માટે માનવા યોગ્ય નહીં અને અહીં ત્યાશ્રયના કર્તા સ્વયં હેમચંદ્ર જ કહેતા હોય કે સિદ્ધરાજે સરસ્વતીને તીરે મહાવીરનું ચૈત્ય બંધાવ્યું, તો ત્યાં શાસ્ત્રીજી દ્વિધાયુક્ત વાત કરે છે કે એ તો સિદ્ધરાજે પોતે બંધાવ્યું હોય કે એની વસ્તીમાંથી કોઈ જૈન ગૃહસ્થ બંધાવ્યું હોય ! આચાર્ય હેમચંદ્રની આ વાતને સમીપકાલીન લેખક સોમપ્રભાચાર્યનું
“* દયાશ્રય સ. ૧૫, શ્લોક ૧૫.
પ્ર. ચિ, પૃ ૧૩૦.
“યાશ્રય સ. ૧૫, શ્લોક ૧૬કુમારપાલપ્રતિબોધમાં સિદ્ધપુરમાં સિદ્ધવિહાર અને પાટણમાં રાજવિહાર બંધાવ્યાનું કહ્યું છે.”
Page #3
--------------------------------------------------------------------------
________________
નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
જે સમર્થન પ્રાપ્ત છે તે શાસ્ત્રીજી મૂળ વાતમાં કહેવાને બદલે પાદટીપમાં હડસેલી દબાવી દે છે; અને તેના પર કશી જ ટીકા-ટિપ્પણ કરતા નથી કે નથી તેનું ત્યાં આધારરૂપે ટાંકવાનું પ્રયોજન કે મૂલ્ય બતાવતા ! વિશુદ્ધ ઇતિહાસ-સંશોધન ખાતર અહીં સત્ય શું છે તે જોવા યત્ન કરવો આથી જરૂરી બની રહે છે.
૧૨૪
જૈન પ્રબંધાદિ સાહિત્યમાં પ્રસિદ્ધ બ્રાહ્મણીય તીર્થો-દેવસ્થાનોના પ્રાસંગિક ઉલ્લેખો આવે છે; પણ બ્રાહ્મણીય સાહિત્ય જૈન તીર્થો કે જૈન મંદિરોનો જરા સરખો પણ નિર્દેશ કરતું નથી; એટલે મધ્યકાલીન હોવા છતાં સરસ્વતીપુરાણ કે સ્કંદપુરાણમાં સિદ્ધરાજકારિત જૈન મંદિરોની શોધ ચલાવવી વ્યર્થ છે; પણ જૈન મંદિરો વિશે જૈન સ્રોતોમાંથી માહિતી મળતી હોઈ તેનો જ આધાર અહીં લઈશું. બીજી બાજુ મુસ્લિમ આક્રમણો સમયે અને પછીથી થયેલા પુનરુદ્ધારને પ્રતાપે પ્રાચીન શિલાલેખો, તામ્રશાસનો આદિ બહુમૂલ્ય સામગ્રી તેમ જ ધણા કિસ્સાઓમાં શિલ્પસ્થાપત્યનાં પ્રમાણો પણ સમૂળગાં નષ્ટ થઈ ચૂક્યાં છે. આથી પ્રમાણભૂત હોય તેવાં વાયિક સાધનો પર જ આજે તો વેષણામાં સર્વાંશે આધાર રાખવો પડે છે.
સિદ્ધરાજે સરસ્વતીને તીરે ‘અંતિમ અર્હત્’(ચરમતીર્થંકર મહાવીર)નું ચૈત્ય બંધાવ્યાનો સમકાલીન લેખક હેમચંદ્રાચાર્યે દ્વાશ્રયકાવ્યમાં વ્યાકરણ-સૂત્રોને વણી લેવાની સાથે બહુ જ સ્પષ્ટ શબ્દોમાં ઉલ્લેખ કર્યો છે : યથા
कैतवायनितैकायन्य सिद्धपुरे थ सः प्राच्यास्तीरे सरस्वत्याश्चक्रे रुद्रमहालयम् ॥१५॥
दागव्यायनिकौशल्यानिच्छाग्यायनीन्पथि । स्थापयन्विदधे चैत्यं तत्रैवान्त्यस्य सोर्हतः ||१६||
આમાં આ ચૈત્ય ‘એની જૈન વસ્તીમાંથી કોઈ જૈન ગૃહસ્થે બંધાવ્યું' એવા તર્ક તરફ દોરી શકે તેવો જરા સરખો પણ ઇશારો નથી ! આ પછી ઉ૫૨કથિત સોમપ્રભાચાર્યના સં ૧૨૪૧ | ઈ. સ. ૧૧૮૫માં રચાયેલ, પ્રાકૃતભાષાનિબદ્ધ જિનધર્મપ્રતિબોધમાં સિદ્ધપુરના (એ) ચૈત્યનું નામ સ્પષ્ટતયા ‘સિદ્ધવિહાર’ આપ્યું છે અને વિશેષમાં તે ‘ચાર પ્રતિમાયુક્ત' હોવાનો કહ્યું છે. આ સિવાય સિદ્ધરાજે પાટણમાં ‘રાયવિહાર’ કરાવ્યાનું કહ્યું છે, જો કે તેની વિશેષ વિગત સૂરિ ત્યાં આપતા નથી : યથા
जयसिंहनिवो जाओ जिणिद - धम्मगुरत - मणो ॥ तत्तो तेणित्थ पुरे रायविहारो करविओ रम्मो ।
चउ-जिण - पडिम-समिद्धो सिद्धविहारो य सिद्धपुरे ॥
-- जिनधर्मप्रतिबोध १ / १६९ - १७० '
Page #4
--------------------------------------------------------------------------
________________
સિદ્ધરાજકારિત જિનમંદિરો
આમાં પણ સિદ્ધપુરનો પ્રસ્તુત સિદ્ધવિહાર (અને પાટણનો રાયવિહાર કે રાજવિહાર) જયસિંહદેવે જ કરાવ્યાની વાત કરી છે, કોઈ શ્રાવકે કે મંત્રીએ નહીં ! અહીં એ વાતનું સ્મરણ કરાવું કે મંત્રી વાગ્ભટ્ટે કુમારપાળના સમયમાં જ્યારે શત્રુંજયની તળેટીમાં ‘કુમા૨પુર’ (પછીથી ‘વાગ્ભટપુર’ કહેવાયેલ) શહેર વસાવી, તેમાં રાજા કુમારપાલના પિતાના નામથી ‘ત્રિભુવનવિહાર’ બંધાવેલો તેની જે વાત જૈન સ્રોતોમાં મળે છે, ત્યાં રાજા કુમા૨પાલે પોતે તે ઉપનગર બંધાવ્યાનું કહ્યું નથી, પણ સ્પષ્ટતઃ વાગ્ભટે તે રાજાના પિતાના નામથી બંધાવ્યાનું કહે છે. એ જ રીતે ગિરનાર પરના નૈમિનાથના મંદિરનું સં ૧૧૮૫ ઈ સ ૧૧૨૯માં દંડનાયક સજ્જને કરાવેલ નવનિર્માણ પછી તેને સિદ્ધરાજપિતૃ કર્ણદેવના નામ પરથી ‘કર્ણવિહાર’ નામ આપેલું; પણ તે મંદિર કર્ણદેવે કે સિદ્ધરાજે બંધાવ્યું હોવાનું કોઈ જ કહેતું નથી ! આથી સ્પષ્ટ છે કે રાજાનું નામ ધારણ કરતા જૈનમંદિરોના નિર્માતા રાજા હોય તો તે વાતની એ રીતે નોંધ લેવાય છે; અને રાજવહારો મંત્રીકારિત હોય તો તે રીતે જૂના જૈન ઐતિહાસિક સાહિત્યમાં તદનુસા૨ી યથાર્થ નોંધ લેવાય છે.
ઉપરકથિત સોમપ્રભાચાર્યે કુમારપાળનો પૂરો જમાનો જોયેલો; અને કુમારપાળથી થોડાં જ વર્ષ પૂર્વે સિદ્ધરાજે બંધાવેલાં મંદિરોની તેઓ વાત કરતા હોય ત્યારે તે એના ઇતિહાસથી પૂરા વાકેફ હોવા જોઈએ અને એ સંબંધમાં તેઓ જે કંઈ કહે તે પૂર્ણતયા તથ્યપૂર્ણ હોવું ઘટે, અને તેમના સમયમાં એ મંદિરો પણ અસ્તિત્વમાન હોવાં જોઈએ. સોમપ્રભસૂરિ સમીપકાલિક લેખક હોઈ તેમના કથનને એક પ્રબલ પ્રમાણ માનવામાં કોઈ બાધા આમ તો નડતી નથી.
પાટણના એ રાજવિહારનું નિર્માણ કેવી રીતે થયું તેનું વૃત્તાંત અને તેની સ્પષ્ટતા પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવકચરિત (વિ. સં. ૧૩૩૪ / ઈ સ ૧૨૭૮) અંતર્ગત ‘દેવસૂરિપ્રબંધ’માં વિગત મળે છે. ચારિત્રકારના કથન અનુસાર શ્વેતામ્બરાચાર્ય વડગચ્છીય વાદીન્દ્ર દેવસૂરિ અને દિગંબરાચાર્ય કુમુદચંદ્રનો સિદ્ધરાજની સભામાં વાદ થયેલો, જેમાં દિગંબરોનો પરાજય થતાં રાજાએ દેવસૂરિને તુષ્ટિદાન આપવા માંડ્યું; પણ દ્રવ્ય લેવાની વાત (સુવિહિત, સંવિજ્ઞવિહારી, નિઃસ્પૃહ જૈન મુનિના આચારની વિરુદ્ધ હોઈ, આચાર્ય તે ગ્રહણ ન કરતાં, આશુક મંત્રીની સલાહથી સિદ્ધરાજે તેમાં દ્રવ્ય ઉમેરી, પોતાના પુણ્યની વૃદ્ધિ અર્થે ‘જિન નાભેય’(ઋષભદેવ)ની પિત્તલમય પ્રતિમાવાળો ‘મેરુચૂલોપમ’ પ્રાસાદ કરાવ્યો, જેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૧૮૩ ઈ. સ. ૧૧૨૭માં ચાર સૂરિઓએ કરેલી : યથા
૧૨૫
तुष्टिदानं ददानस्य राज्ञः सूरेरगृहणतः ।
आशुकोऽब्दे गते मन्त्री, राज्यारामशुकोऽब्रवीत् ॥
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૨૬
નિર્ઝન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
देवैषां नि:स्पृहाणां न धनेच्छा तज्जिनालयः । विधाप्यते यथामीषां, पुण्यं तव च वर्धते ॥ भवत्वेवं नृपप्रोक्ते मन्त्री चैत्यमकारयत् । स्वेन तेनेतरेणापि, स्वामिनाऽनुमतेन सः ॥ दिनस्तोकं च संपूर्णः प्रासादोऽभ्रंलिहो महान् ।
સૂત્રો: સ્વર્ગન્નકું ધ્વજ્ઞાતિf: I श्री नाभेयविभोबिम्बं पित्तलामयमद्भुतम् । दृशामगोचरं रोचिः पूरतः सूर्यबिम्बवत् ।। अनलाष्ट-शिवे वर्षे ११८३ वैशाखद्वादशीतिथौ । प्रतिष्ठा विदधे तत्र, चतुर्भि सूरिभिस्तदा ॥
–માવરિત (“વાદિદેવભૂિિરત' સ્તોર૭૦-ર૭૫) સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં લિપિબદ્ધ થયેલ પુરાતન પ્રબંધસંગ્રહ-અંતર્ગત દેવાચાર્યપ્રબંધ'માં પણ કોષ્ટકમાં સિદ્ધરાજના પાટણમાં કરાવેલ ઉપરકથિત રાજવિહારની સં. ૧૮૬૧)૮૩માં પ્રતિષ્ઠા થઈ હોવાનો, અને વિશેષમાં તેમાં ૮૪ અંગુલ પ્રમાણ ઋષભદેવનું બિંબ હોવાનું કહ્યું : યથા
[श्रीवादिदेवसूरिसदुपदेशवासितचेतसा सिद्धराजजयसिंहदेवेन सं० १६८११)८३ वर्षे पत्तन मध्ये श्रीऋषभप्रासादः कारितः ८४ अङ्गुल ऋषभबिंबयुग् राजविहार नाम्ना !]
ભાષા પરથી, લખાણના ઢંગ પરથી, આ પ્રબંધ ૧૫મા શતકમાં લખાયો હશે અને જૂના ગ્રંથો અને અનુકૃતિઓના આધારે રચાયો હશે તેમ લાગે છે : તેમ જ અગાઉ પ્રભાવકચરિતમાં પણ આ હકીકત નોંધાયેલી હોઈ, તેની વાત પૂર્ણતયા વિશ્વસ્ત છે. અહીં વિશેષમાં મૂળનાયક જિન ઋષભદેવની પ્રતિમા ૮૪ અંગુલ પ્રમાણની કહી છે, જેને લગતું એક પરોક્ષ પ્રમાણ પ્રાપ્ત છે, જે વિશે આગળ અહીં જોઈશું.
સોમપ્રભાચાર્યના કથન પછી પ૫ વર્ષ બાદ, અને પ્રભાચંદ્રાચાર્યના પ્રસ્તુત ઉલ્લેખથી લગભગ ૩૭ વર્ષ પૂર્વેનો, આ ચૈત્ય વિશેનો એક મહત્ત્વપૂર્ણ ઉલ્લેખ કવિ બાલચંદ્રના વસંતવિલાસ મહાકાવ્ય-અંતર્ગત પ્રાપ્ત થાય છે. વસંતવિલાસની રચના મંત્રીશ્વર વસ્તુપાલના ઈ. સ. ૧૨૩૯માં થયેલ સ્વર્ગગમન પછી તુરતમાં જ થયેલી છે. તેમાં દીધેલ ધર્મદેવની વસ્તુપાલ પ્રતિ ઉક્તિમાં સિદ્ધરાજે ક્રીડાપર્વત સમો ‘રાજવિહાર' બનાવ્યાનો ઉલ્લેખ છે : श्री सिद्धराजः समधत्त राजविहार क्रीडनगोपमं मे ।
–वसन्तविलास महाकाव्य, ९.२२
Page #6
--------------------------------------------------------------------------
________________
સિદ્ધરાજકારિત જિનમંદિરો
૧ ૨૭
પાટણમાં સિદ્ધરાજકારિત રાજવિહાર બંધાયાથી થોડાક સમય બાદ આરાસણના નિર્ધન થયેલ પાસિલ મંત્રીએ તેને પાટણમાં ધ્યાનથી જોયાનો અને તેના બિબને (અન્ય મતે પ્રાસાદ) માપ્યાનો અને પછી સ્થિતિ સુધરતાં આરાસણમાં નેમિનાથનો ભવ્ય પ્રાસાદ રચ્યાની હકીકત સં. ૧૫૨૮ ; ઈ. સ. ૧૪૭૨માં લિપિબદ્ધ થયેલા એક પ્રાચીન પ્રબંધસંગ્રહમાં, તેમ જ થોડા વિગત ફરક સાથે સોમધર્મગણિના ઉપદેશસપ્તતિ(સં. ૧૫૦૩ ! ઈ. સ. ૧૪૪૭)માં આપી છેબન્ને સંદર્ભોમાં પાટણના રાજવિહારનો ઉલ્લેખ સ્પષ્ટ શબ્દોમાં આપ્યો છે, યથા
____ अथैकदा आरासणपुरात् महं गोगासुतः पासिलो दौर्बल्यात् कूपिकामादाय पत्तनमाययौ । तत्र रायविहारे देवं नत्वा बिम्बमपने लग्नः । इत्यादि.
-–‘બારીસીયનેમિચૈત્યપ્રવધૂ', (પુ. . .)
તથા :
. इतश्चारासणग्रामे पासिलः श्रावकोत्तमः । मन्त्रिगोगासुतो वित्त-हीनो वसति शुद्धधीः ॥२७॥ सोऽन्यदा घृततैलादि-विक्रेतुं पत्तने ययौ । कृत्वा तत्र स्वकार्यणि, श्रीगुरूंस्तानवन्दत ॥२८॥ तत्र राजविहारस्य सप्रमाणं निभालयन् ।....॥२९॥
–૩૫શસતિ, ૨.૮.ર૭-ર અહીંના આ દ્વિતીય સંદર્ભમાં પ્રતિમાનું નહીં પણ સ્વયં રાજવિહારના પ્રમાણ વિશે કહ્યું છે. બન્ને હકીકતો સાચી હોવાનો સંભવ છે. પાસિલે આરાસણમાં નેમિનાથનું મંદિર બંધાવ્યાની હકીકત જિનહર્ષગણિના વસ્તુપાલચરિતસિં. ૧૪૯૭ | ઈ. સ. ૧૪૪૧)માં પણ નોંધાયેલી છે, જો કે ત્યાં ઉલ્લેખ સંક્ષિપ્ત હોઈ, ઉપરના બે ગ્રંથોમાં અપાયેલી પ્રાસાદોત્પત્તિકરણની વિશેષ નોધ જોવા મળતી નથી. ઉપરનામાંથી પુરાતનપ્રબંધસંગ્રહમાં અપાયેલ પ્રબંધ કોઈ ઉત્તર સોલંકીકાલીન પ્રબંધ પરથી સંકલિત થયો જણાય છે.
આરાસણના સંદર્ભગત નેમિનાથના પ્રાસાદનું ગર્ભગૃહ મોટું છે, અને તેમાંથી ખંડિત થતાં કાઢી નાખેલા, અસલી પ્રતિમા ફરતું એક કાળે હતું તે જબરું પરિકર-તોરણ જોતાં તે મૂર્તિ ઓછામાં ઓછી ૭૨ અંગુલ પ્રમાણની તો હશે જ. પાસિલની ઇચ્છા શ્રીપત્તનના રાજવિહારની પ્રતિમાની વિશાળ પ્રતિમાની બરોબર પ્રતિમા સ્થાપવાની હશે તેવું આગળના સંદર્ભથી સૂચિત છે. આથી પાટણસ્થ રાજવિહારની પ્રતિમા ધરાવનાર પ્રાસાદ ઘણો મોટો હોવાનો મેરુચૂલોપમ,’ ‘ક્રીડાનગોપ—અને એથી કદાચ વાસ્તુશાસ્ત્રમાં કહેલ મેરુ જાતિનો હોવાનો સંભવ છે.
આ બધા સોલંકીકાલીન મૌલિક એવું સમર્થક ઉલ્લેખો, અને પુષ્ટિકારક
Page #7
--------------------------------------------------------------------------
________________
૧૨૮
નિર્ઝનથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
અનુસોલંકીકાલીન પ્રમાણોના આધારે પાટણમાં સિદ્ધરાજે “રાજવિહાર' નામક ઋષભદેવનો પ્રાસાદ કરાવ્યાની વાત નિર્વિવાદ બની રહે છે.
હવે સિદ્ધપુરના સિદ્ધવિહાર' વિશે વધુ જે પ્રમાણો મળે છે તે જોઈએ. ઈસ્વીસના ૧૪મા શતકના મધ્યભાગના અરસામાં રચાયેલ, અજ્ઞાતકક કુમારપાલપ્રબોધપ્રબંધમાં સિદ્ધપુરમાં (કોઈ) મંત્રીની દેખરેખ નીચે રુદ્રમહાલય બની ગયા બાદ “ચતુર્મુખરાજવિહાર' નામના મહાવીરપ્રાસાદના નિર્માણ અને તે સમયે બનેલા એક પિશુન-પ્રસંગની વાત નોંધી છે; અને તે પછી મનનું સમાધાન થતાં રાજાએ પોતે તેના પર કલશારોપણ કર્યાનું કહ્યું છે : યથા"
___ अन्यदा सिद्धपुरे रुद्रमहालयप्रासादे निष्पद्यमाने मन्त्रिणा च चतुर्मुख श्रीराजविहाराख्य श्रीमहावीरप्रासादे कार्यमाणे...इत्यादि...! स्वयं राजविहारे कलशारोपणादिकमकारयत् ।
જે મંત્રીને રૂદ્રમહાલયપ્રાસાદની વ્યવસ્થાનો ભાર આપીને સં. ૧૧૯૮ } ઈ. સ. ૧૧૪૨માં ગામો આપેલાં તેનું નામ અન્ય સાધનો દ્વારા જાણવા મળે છે તે પ્રમાણે “આલિગ હતું. આથી ઉપર કહેલ ચતુર્મુખપ્રાસાદ જે મંત્રીની દેખરેખ નીચે બંધાયેલો હોવાનું ઉપરના સંદર્ભમાં નિર્દિષ્ટ છે તે મંત્રી આલિગ નામના હોવાનું સ્પષ્ટ થાય છે. કુલસારગણિરચિત ઉપદેશસાર સટીક(સં. ૧૬૬૬ | ઈ. સ. ૧૬૧૦)માં પણ આ વાત નોંધાયેલી છે. અને અહીં સંદર્ભગત “રાજ' તે અન્ય કોઈ નહીં પણ સિદ્ધરાજ જ વિવક્ષિત છે.
આ મંદિર-અનુષંગે ૧૫મા શતકમાં લેવાયેલ ત્રણ અન્ય નોંધો પણ મળે છે. આમાંની પહેલી તો પુરાણા લેખન પર આધારિત હોય તેમ લાગે છે. આગળ જેનો સંદર્ભ ટાંક્યો છે તે જ પ્રબંધસંગ્રહમાં આ પ્રમાણે ઉલ્લેખ મળે છે :
श्रीसिद्धपुरे रम्ये सिद्धनृपो देवसूरि गुरु वचसा ।
तुर्यद्वारं चैत्यं कारितवान् तुर्यगत्यर्थम् ॥ રાણકપુરના સં૧૪૯૬ / ઈ. સ. ૧૪૪૦માં પ્રતિષ્ઠિત થયેલ જગવિખ્યાત ધરણવિહારપ્રાસાદનો આદર્શ સિદ્ધપુરનો ચૌમુખ પ્રાસાદ હતો તેવું સમકાલીન કવિ મેઘ પોતાના રાણિગપુર ચતુર્મુખપ્રાસાદ સ્તવનમાં જણાવે છે :
સિદ્ધપુર ચૌમુખ કરે વખાણ માંડલ દેઉલ મોટાઈ માંડણિ. ૧૦ દેપ કહઈ હું સાસ્તર પ્રમાણિ માંડીસુ દેઉલ મોટઈ માંડણિ. ૧૧
Page #8
--------------------------------------------------------------------------
________________
સિદ્ધરાજકારત જિનમંદિરો
૧૨૯
આ ઉપરથી એમ જણાય છે. આ મંદિર ૧૫મા શતકના દ્વિતીય ચરણ સુધી તો અસ્તિત્વમાન હતું. તેનો વિશેષ પુરાવો તપગચ્છાધીશ યુગપ્રધાનાચાર્ય સોમસુંદરસૂરિના વિદ્વાનું શિષ્ય મુનિસુંદરસૂરિએ ૧૫મા શતકના પ્રથમ ચરણમાં રચેલા જિનસ્તોત્રરત્નકોશમાં સિદ્ધપુરસ્થ શ્રીરાજવિહારમંડન શ્રીવર્ધમાનસ્તોત્ર'માં સિદ્ધપુરના જ્ઞાતૃવંદન(મહાવીર)ની ચાર પ્રતિભાવાળા ચતુર્કારયુક્ત રાજવિહારને વંદના આપી છે, તે ઉલ્લેખમાં મળે છે જેનો મૂળ પાઠ અહીં ઉર્ફે કીશુ? :
जयश्रीमन्दिरे सिद्धपुरे श्रीज्ञातनन्दनम् । चतुरुपं जिनं राजविहारलङ्कृति स्तुवे ॥१९ इदं चतुर्दार विशालमण्डपं निरीक्ष्य चैत्य त च भारतोत्तमम् । इमानि नन्दीश्वर कुण्डलादिगान्य पीक्षितानीव विभावयेद बुधः ॥२० चतुर्गतिकलेश विनाश हेतवे चतुर्मुखं त्वां भगवन् । प्रभुं भजे ॥२१ एवं सिद्धपुर प्रसिद्ध नगरालङ्कार ! वीर ! प्रभो । भक्त्योद्यन्मुनिसुन्दरस्तवगणं स्तुत्वा स्वशक्त्या जिनम् ।। -सिद्धपुरस्थ श्रीराजविहारमण्डन श्रीवर्द्धमान स्तोत्ररत्नं नवम् ।
(પૃ. ૬૨-૭૩) આ મંદિર રાજકારિત ચતુર્મુખ અને ચાર પ્રતિમાયુક્ત હતું, જિન મહાવીરનું હતું અને ૧૫માં શતકમાં પણ તે અસ્તિત્વમાં હતું તેવું વિશેષ અને બળવાન પ્રમાણ આથી મળી રહે છે. જિનરત્નકોશમાં તે કાળે વિદ્યમાન (અને આજે પણ ઊભાં રહેલાં) વડનગર-યુગાધિદેવ, ઈડરના કુમારવિહાર, તારંગાના કુમારવિહાર ઇત્યાદિ મંદિરોના અધિનાયક જિનનાં સ્તોત્રો છે. જો સિદ્ધપુરનો રાજવિહાર તે વખતે મોજૂદ ન હોય તો તેનું સ્તોત્ર રચવાનો પ્રશ્ન ઊભો થતો નથી; અને રાણકપુરના ધરણવિહાર માટે પણ તે પ્રતિચ્છેદક (model) બની શકવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, અને જો તે રાજકારિત ન હોત તો તેને “રાજવિહાર” કહેવાનો પણ કશો અર્થ નહોતો.
ઉપસંહાર
(૧) જયસિહદેવ સિદ્ધરાજે ઈ. સ. ૧૧૨૭માં શ્રીપત્તન(અણહિલવાડ પાટણ)માં શ્વેતાંબરાચાર્ય વાદિદેવસૂરિએ દિગંબર કુમુદચંદ્ર પર મેળવેલ જયના ઉપલક્ષમાં આપવા લાગેલ
નિ, ઐ, ભા. ૨-૧૭
Page #9
--------------------------------------------------------------------------
________________
૧૩૦
નિર્ઝન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
તુષ્ટિદાનનો સ્વીકાર ન થતાં તેને બદલે “રાજવિહાર' નામક ઋષભદેવના ૮૪ અંગુલ પ્રમાણ પિત્તલમય બિંબવાળો પ્રાસાદ આશુક મંત્રીની સલાહથી પાટણમાં બંધાવ્યો હતો, જેની ચાર આચાર્યોએ પ્રતિષ્ઠા કરી હતી. તેનો જૂનામાં જૂનો ઉલ્લેખ સોમપ્રભાચાર્યના જિનધર્મપ્રતિબોધ(સં. ૧૨૪૧ | ઈ. સ. ૧૧૮૫)માં મળે છે. ત્યારબાદ બાલચંદ્રકૃત વસંતવિલાસમહાકાવ્ય (આ. ઈ. સ. ૧૨૪૦) અને પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવક ચરિત(સં. ૧૩૩૪ , ઈ. સ. ૧૨૭૮)માં, તેમ જ ૧૫મા શતકના પ્રબંધોમાં મળે છે. મોટે ભાગે તે આશુક મંત્રીની દેખરેખ નીચે બંધાયેલો.
(૨) સિદ્ધરાજે સિદ્ધપુરમાં કરાવેલા “સિદ્ધવિહાર' નામક જિન મહાવીરની ચાર પ્રતિભાવાળા ચતુર્મુખપ્રાસાદ સંબંધી અત્યંત સંક્ષિપ્ત પણ મહત્વપૂર્ણ પ્રથમોલ્લેખ સમકાલિક લેખક આચાર્ય હેમચંદ્રના સંસ્કૃત દયાશ્રયકાવ્ય (ઈસ્વીસના ૧૨મા શતકના દ્વિતીય ચરણોમાં મળે છે. તે પછી ઉપરકથિત જિનધર્મપ્રતિબોધ (ઈ. સ. ૧૧૮૫), કુમારપાલપ્રબોધપ્રબંધ (ઈસ્વીસના ૧૪મા શતકનો મધ્ય ભાગ), મુનિસુંદરના સ્તોત્ર'માં (ઈસ્વીસની ૧૫મી શતાબ્દીનું પ્રથમ ચરણ) અને કવિ મેઘના રાણિગપુર ચતુર્મુખ પ્રાસાદ સ્તવન(ઈ. સ. ૧૪૪૦ બાદ)માં પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત પ્રાસાદ આલિગ મંત્રીની દેખરેખ હેઠળ બંધાયેલો અને તે રાજકારિત હોઈ, ૧૫મા શતકમાં તે “રાજવિહાર' નામે પણ ઓળખાતો હતો.
ઉપર પ્રમાણો જોતાં દુર્ગાશંકર શાસ્ત્રીનાં સંશયાત્મક વિધાનો અને સોલંકી રાજાઓ શૈવ હોઈ જૈન મંદિરો ન બંધાવે તેવી માન્યતા પાછળ એમની પોતાની સંકીર્ણ, સાંપ્રદાયિક દૃષ્ટિ છતી થાય છે. શૈવમાર્ગી પણ સમદષ્ટિ સોલંકી રાજાઓ જૈન મંદિરો બાંધે તે તથ્ય પરત્વેની તેમની નાપસંદગી અને એ કારણસર સત્યનો વિપર્યાસ કરવાની વૃત્તિ-પ્રવૃત્તિ ઇતિહાસકાર તરીકેની તેમની અન્યથા મહાનું શક્તિઓને ગ્રહણ લગાવી દે છે. જૈનોની સમૃદ્ધિનો અને સોલંકીકાળમાં રહેલા તેમના પ્રભાવનો, ને તેમની ધર્મભાવના અને ઉત્કર્ષ પરત્વે આ વલણ એક પ્રકારના નિષ્કારણ કેષનું રૂપ જ છે અને શાસ્ત્રીજીનાં આવાં પક્ષપાતી, પૂર્વગ્રહપીડિત અને દુર્ભાગ્યપૂર્ણ લખાણોથી ગુજરાતના ઇતિહાસને પરિશુદ્ધ કરવાનો અને તેમણે અસંપ્રજ્ઞાતપણે વાવી દીધેલ સાંપ્રદાયિક વિષવૃક્ષનું ઉમૂલન કરવાનો સમય આવી ગયો છે. સદ્ભાગ્યે ગુજરાતનો ઈતિહાસ લખનાર આ પેઢીના બે કર્ણધારો—કે. કા. શાસ્ત્રી અને ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી–સાંપ્રદાયિક રાગદ્વેષથી પર રહ્યા છે, એથી ગુજરાતનો સોલંકીકાળને વિમલ અને વિશ્વસ્ત ઇતિહાસ તેઓ લખી શક્યા છે. જૈન લેખકોની ધર્મઘેલછા અને બ્રાહ્મણીય લેખકોના બામણવેડા” એ બરોથી દૂર રહેવામાં જ સાર છે.)
વામયિક વર્ણનો પરથી સિદ્ધરાજે નિર્માણ કરાવેલ ઉપર ચર્ચિત બન્ને મંદિરો મોટાં અને ભવ્ય હશે. સિદ્ધવિહારને “ક્રીડાનગોપમ' અને “મેચૂલોપમ કહ્યો હોઈ, તેમ જ
Page #10
--------------------------------------------------------------------------
________________
સિદ્ધરાજકારિત જિનમંદિરો
૧૩૧
આરાસણમાં મંત્રી પાસિલ-કારિત અને ત્યાંના સૌથી મોટા નેમિનાથ જિનાલય પાછળ તેની પ્રેરણા હોઈ, વિશાળ બિંબવાળું આ મંદિર ઘણું પ્રભાવશાળી અને અલંકૃત હશે. પાટણના સુપ્રસિદ્ધ રાજકર્તક મંદિરો–મૂળરાજકારિત ત્રિપુરુષપ્રાસાદ અને મૂલવસહિકાપ્રાસાદ, પ્રથમ ભીમદેવ દ્વારા નિર્માપિત ભીમેશ્વર અને ત્રિપુરુષપ્રાસાદ, કર્ણદેવ-વિનિર્મિત કર્ણરુપ્રાસાદ, અને એક પેઢી પછીથી બનનાર રાજા કુમારપાલકારિત કુમારપાલેશ્વર, કુમારવિહાર, અને ત્રિભુવનવિહારાદિ દેવાલયો–ના સમુદાયમાં તે સિદ્ધરાજના નામને શોભાવે તેવું હશે. એ જ પ્રમાણે સિદ્ધપુરનું ચતુર્મુખ મહાવીર જિનાલય-સિદ્ધવિહાર–કે જે ૧૫મા શતકમાં રાણકપુરના ભવ્ય ચતુર્મુખવિહારની રચના પાછળ પ્રેરણારૂપ બનેલું તે પણ, રુદ્રમહાલય જેટલું ઊંચું નહીં તો યે ચતુર્મુખ તલાયોજનને કારણે ખૂબ મોટા વિસ્તારમાં અને મોટી માંડણી પર રચાયેલ અલંકૃત મંદિર હશે. ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં સિદ્ધચક્રવર્તી જયસિંહદેવના ધર્મસમભાવ અને જૈન ધર્મ પ્રત્યેના તેના સમાદરના તેમજ સમુદારતાના પ્રતીકરૂપે, તેમ જ કલ્પી શકાય છે તે પ્રમાણે એ યુગની ધ્યાન ખેચે તેવી, વિશાળ અને અલંકારિત સ્થાપત્યકૃતિ તરીકે તેની યથોચિત નોંધ લેવાવી ઘટે. આ મંદિરોનાં સર્જન એ ગુજરાતની જ સાંસ્કૃતિક યશોગાથા હોઈ, ઉત્તમ પરંપરાઓની પ્રોજ્જવલ પતાકાઓ હોઈ, તેનું ગૌરવ સી ગુજરાતીઓ લઈ શકે તેવું છે. મહાનામ દુર્ગાશંકર શાસ્ત્રીએ આ વાતથી એક ગુજરાતી તરીકે હર્ષ અનુભવવાને સ્થાને કોમી-મઝહબી દૃષ્ટિકોણથી પ્રેરાઈ તેની જે ઉપેક્ષા કરી છે અને વિપર્યાસ ર્યો છે તે હકીકત જેટલી શોચનીય છે તેટલી જ કારુણ્યપૂર્ણ છે.
ટિપ્પણો : ૧, ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ-વિભાગ ૧-૨, ગુજરાત વિદ્યાસભા, દ્વિતીય સંસ્કરણ,
અમદાવાદ ૧૯૫૩, પૃ. ૩૦૩-૩૦૪. ૨, “જો કે પ્રબંધમાં સિદ્ધરાજે શેત્રુંજાના યુગાદિ દેવની પૂજા માટે બાર ગામનું દાન કર્યું, દેવસૂરિનો જય
થતાં એમને છાલા વગેરે બાર ગામ આપ્યાં', સિંહપુર વસાવી બ્રાહ્મણોને આપ્યું', વગેરે સિદ્ધરાજનાં દાનોની વાત લખી છે, પણ સમકાલીન પુરાવો તો ફક્ત સિંહપુર વિશે જ કયાશ્રયમાં મળે છે. એટલે એકાદ જૈન તીર્થને પોતાની જૈન વસ્તીને પ્રસન્ન રાખવા સિદ્ધરાજે કંઈક દાન આપ્યું હોય એ સંભવિત છે, પણ બાર બાર ગામના દાનની વાત તો કલ્પિત લાગે છે. વાશ્રયમાં એ વાત નથી એ હકીકત જ પાછળના ગ્રંથકારોની વિરુદ્ધ છે.” શાસ્ત્રીજીએ કર્ણાટકના જૈન સંબદ્ધ તામ્રશાસન અને શિલાશાસનો જોયા હોત તો ત્યાં ઘણાં મંદિરોને, આચાર્યોને પ્રામદાનો-કેટલીક વાર એકથી વિશેષ ગામો અપાયાનાં સમકાલિક વિશ્વસ્ત પ્રમાણો જોવા મળત. સમાંતર રીતે જોતાં ગુજરાતના સમ્રાટને દિલનો રેક માની લેવું ભાગ્યે જ વાધ્ય ગણાય.
૩. જુઓ પ્રચિ, પૃ. ૧૪૦, પ્ર, ચ, હે સૂ, પ્ર., શ્લોટ ૩૨૪-૩૫, જયસિહસૂરિનું કુ ચ, સ, ૩,
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૩૨
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
શ્લોટ ૩૨-૩૩, વિ, સર ગ્લો ૨૨ વગેરે, જિ. ગદ નો ક૫. છેલ્લા ગ્રંથકાર તો ગિરનારને પણ બાર ગામ આપ્યાનું કહે છે. ૪. પ્ર ચિ. પૃ. ૧૪૭, ૫. જ્યાશ્રય, સ, ૧૫, શ્લોટ ૯૭-૯૮. (૬ એજન).” શત્રુંજયને બાર ગામ આપ્યાની વાત કયાશ્રયમાં નથી તે કારણ એ હકીકત “પાછળના ગ્રંથકારોની વિરુદ્ધ જતી હોવાનું ભાગ્યે જ કહી શકાય. પહેલી વાત તો એ છે કે વ્યાકરણસૂત્રોને ઠીક રીતે રજૂ કરવામાં ગૂંચવાયેલા શ્વાશ્રયકાર ઐતિહાસિક માહિતી બહુ જ ઓછી આપે છે; અને કચાશ્રયકારે ન આપી હોય અને અન્ય ગ્રંથકારોએ કરી હોય તેવી ઘણી વાતો શાસ્ત્રીજીએ પોતે જ સ્વીકારી છે ! વળી, તેઓ પાદટીપક્રમાંક ૩માં જે ગ્રંથોનાં પ્રમાણ આપે છે તેને કાલક્રમાનુસાર ગોઠવતા નથી, તેમ જ તેમાં જેનો આધાર આપ્યો છે તે ‘વસંતવિલાસથી પણ દશક વર્ષ પહેલાં લખાયેલ.’ નાગેન્દ્રગથ્વીય ઉદયપ્રભસૂરિ-વિરચિત “ધર્માલ્યુદયકાવ્ય'નો તો નિર્દેશ પણ કરતા નથી. આ પ્રમાણો સિલસિલાબંધ પં, લાલચંદ ગાંધીએ ‘સિદ્ધરાજ અને જૈનો” નામક લેખમાળા સન્ ૧૯૨૭ના મે માસથી લઈ સન ૧૯૨૯ના અંત સુધીના સાપ્તાહિક “જૈન”માં પ્રકાશિત કર્યા છે, પણ શાસ્ત્રીજી તેની નોંધ પણ લેવી ચૂકી ગયા છે. ધર્માસ્યુદયકાવ્ય, પ્રભાવક ચરિતથી લગભગ પચાસેક કે પિસ્તાળીસેક વર્ષ પૂર્વે અને પ્રબંધચિંતામણિથી લગભગ પંચોતેર-એંસી વર્ષ પૂર્વે લખાયેલ છે. એની મંત્રીધર વસ્તુપાલે સ્વહસ્તે કરેલી નકલ પણ ઉપલબ્ધ છે. શત્રુંજયને ૧૨ ગામ આપ્યાનું તાપ્રશાસન મોજૂદ ન હોય તો આવી હકીકત તે કાળે લખી શકાય નહીં. શત્રુંજય મહાતીર્થ' હોઈ, તેને સિદ્ધરાજે ૧૨ ગામ આપ્યાની વાત અયુક્ત નથી. ઉદયપ્રભસૂરિએ આ દાન “આશુક મંત્રીના અનુરોધથી' આપ્યાનું સ્પષ્ટ રીતે જણાવેલ છે. ઉદયપ્રભસૂરિ સિદ્ધરાજના મૃત્યુ પછી લગભગ એંસી જ વર્ષ બાદ લખતા હોઈ, અન્ય પ્રબંધકારોથી તેમની સ્થિતિ સમયની દષ્ટિએ પણ સંગીન છે. પણ બીજી બીજ ગિરનારતીર્થને ૧૨ ગામ આપ્યાની છેક ૧૪મા શતકના મધ્યકાળના અરસાથી રચાતા આવેલ પ્રબંધોમાં નોંધાતી આવેલી વાત વિશ્વસનીય જણાતી નથી, અને શત્રુંજયને અન્વયે તે ઘડી કાઢવામાં આવી હોય તેમ લાગે છે. સોલંકીકાલીન કોઈ જ પ્રબંધચરિત્રાદિમાં, કે છેક મેરૂતુંગાચાર્ય સુધીના કોઈ જ લેખક તે વાત જણાવતા નથી. આ સિવાય દેવસૂરિને છાલાદિ ૧૨ ગામો સિદ્ધરાજે અર્પિત કર્યાની વાત પણ જરૂર અસંગત છે. સુવિહિત, સંવિજ્ઞવિહારી, ત્યાગી જૈન સાધુઓ આવાં દાન સ્વીકારી ન શકે. રાજવિહાર સંબંધમાં પ્રભાચંદ્રસૂરિએ એ વાત દેવસૂરિ સંબંધમાં સ્પષ્ટ કરી જ છે : એટલે આ વાત સાચી હોવાનો સંભવ નથી. અને ખરેખર આવું કોઈ દાન આપ્યું જ
હોય તો તે રાજાએ બનાવેલ “રાજવિહાર'ને આપ્યું હોય, દેવસૂરિને નહીં, 3. Cf. B. A. Kathavate, Sridvyasrayamahakavyam, Bombay, 1921, 5.15-16. 8. Ed. Muniraj Jinavijaya, G. O. S. No. 14, Baroda, 1920. ૫. છેક ૧૫મા શતકમાં આ વિહારમાં મૂળ નામ ભુલાઈ કુમારવિહાર', અને ૧૪મા શતકથી “કુમારપુર’
બદલે ‘વાભટપુર' નામ મળવું શરૂ થાય છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
સિદ્ધરાજકારિત જિનમંદિરો
૧૩૩
૬. સં. જિનવિજયમુનિ, સિધી જૈન ગ્રન્થમાલા, ગ્રંથાંક ૧૦, અમદાવાદ-કલકત્તા, ૧૯૪૦. ૭. સં. શ્રી જિનવિજયમુનિ, સિંધી જૈન ગ્રન્થમાલા, ગ્રંથાંક ૨, પૃ. ૩૦. ૮. મને લાગે છે કે આજે અનુપલબ્ધ એવા નાગેન્દ્રગથ્વીય જિનભદ્રગણિના સં. ૧૨૯૦ ! ઈ. સ. ૧૨૩૪માં
રચાયેલા નાના કથાનક પ્રબંધાવલીમાં તે હોવો જોઈએ. ૯. Ed. C. D. Dalal, G. 9. S. No. 7, Baroda, 917. ૧૦. ૩. સં. શ્રીજિનવિજયમુનિ, પુરાતન વસંપ્રદ, પૃ૩૦.
છે. સંશોધક અમૃતલાલ મોહનલાલ, અમદાવાદ, વિ. સં. ૧૯૯૮. ૧૧. સં. જિનવિજયમુનિ, કુમારપાત-ચરિત્ર , ગ્રેન્યાંક ૪૧, મુંબઈ, ૧૯૫૩, પૃ૪૨. ૧૨. દુર્ગાશંકર શાસ્ત્રીએ આ સંબંધમાં જિનવિજયજીનો આધાર ટાંક્યો છે : જુઓ તેમનું પૃ. ૩૭૭ પરનું
પર્યવેક્ષણ. વિશેષ તપાસ કરતાં તે હકીકત તેમણે મુનિજીના સન ૧૯૩૩માં ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં આવેલ વ્યાખ્યાનમાંથી લીધેલી. આ વ્યાખ્યાનનું પુનઃ પ્રકાશન (અમદાવાદ ૧૯૯૫) થઈ ચૂક્યું છે. જો કે ત્યાં (પૃ. ૩૭) આલિગે પોતાના ખર્ચે તે બંધાવ્યો જે બદલ સં ૧૧૮૯ ! ઈ. સ. ૧૧૩૩માં કેટલાંક કામ આપેલાં તેમ કહ્યું છે. પણ હેમચંદ્રનું પ્રમાણ લક્ષ્યમાં લેતાં તે રાજાનો જ બંધાવેલ હશે. અને એ મોટા માનનો અને ચતુર્મુખ પ્રાસાદ હોઈ તે રાજકારિત હોવાની સંભાવના
બલવત્તર બની રહે છે. ૧૩. પ્રબંધચિંતામણિમાં આલિગને કુમારપાલનો જયાયા...ધાન' કહ્યો છે : (જિનવિજયજી, પ. ૭૯). વળ
અન્ય સ્થળે તે ગ્રંથમાં તેને “વૃદ્ધ અમાત્ય' કહ્યો હોઈ, દુર્ગાશંકર શાસ્ત્રી આ આલિંગને સિદ્ધરાજના મંત્રી આલિગથી યોગ્ય રીતે જ અભિન્ન માને છે. પુરાતનપ્રબંધસંગ્રહમાં પણ કુમારપાળનો આલિગ મંત્રી
સાથેનો પ્રસંગ નોંધાયેલો છે : (જુઓ ત્યાં પ્ર. ૧૨૫). ૧૪. મૂળ ગ્રંથ જોવા નથી મળ્યો, પણ ત્રિપુટી મહારાજના જૈન પરંપરાનો ઈતિહાસ (ભાગ બીજો), અમદાવાદ
૧૯૬૦, પૃ. ૯૪ પરની નોંધનો અહીં આધાર લીધો છે. ૧૫. જુઓ પુ, સંત, પૃ. ૩૦. ૧૬. ૫. અંબાલાલ પ્રેમચંદ શાહ, રાણકપુરની પંચતીર્થી, ભાવનગર વિટ સંત ૨૦૧૨, પૃ. ૮૨. ૧૭. પ્ર. હર્ષચંદ્ર શ્રીનસ્તોત્રસંઘ૬, દ્વિતીય ભાગ, દ્વિતીય આવૃત્તિ, વારાણસી વિ. સં. ૨૪૩૯.
લેખ પુરો થવા આવ્યા ત્યારે આ સંદર્ભમાં મહત્ત્વનો એવો એક બીજો ઉલ્લેખ પણ સ્મરણમાં આવ્યો, ‘વસ્તુપાલચરિત્ર' (ઈ. સ. ૧૪૪૧)માં જિનહર્ષગણિએ અણહિલવાડપાટણમાં વસ્તુપાલે કરેલ સુકૃત્યોમાં ત્યાંના ‘રાજવિહાર' પર કાંચનકલશ મુકાવેલ તેવો ઉલ્લેખ કર્યો છે.
(મૂળ ગ્રંથ આ પળે ઉપલબ્ધ ન હોવાથી તેમાંથી અવતરણ ટાંકી શક્યો નથી.) ૧૮, આનો એક દાખલો પાટણમાં મૂળરાજે કરાવેલ “મૂલરાજવસહિકા' સંબંધમાં છે, એમના શબ્દો પ્રથમ
ટાંકીશું ને પછી જે કહેવાનું હશે તે કહીશું : “પ્ર. ચિ (પૃ ૪૬)માં મૂળરાજ-વસહિકા નામનું એક જૈન ધર્મસ્થાન પણ મૂળરાજે પાટણમાં બંધાવ્યાનું
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૩૪
નિર્ઝન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
લખ્યું છે. પણ મૂળરાજ પરમ શિવભક્ત હોવાથી એણે જૈન ધર્મસ્થાન ઊભું કર્યું હોવાનો સંભવ નથી, પણ ગેઝિટિયરમાં તર્ક કર્યો છે તેમ પાટણમાં કોઈ જૈન ગૃહસ્થ કે જૈન સંઘે મૂળરાજના નામથી જૈન મંદિર બંધાવ્યું હોય તો એ સંભવ છે. વળી મૂળરાજના યુવરાજ ચામુંડે બધા ધર્મોનું સમાન વૃત્તિથી પાલન કરવાના જૂના કાળથી ચાલ્યા આવતા રાજધર્મને અનુસરી જૈન મંદિરને ધૂપ, માલા વગેરે માટે એક ખેતરનું દાન આપ્યાનું વિ. સં. ૧૦૩૩ના દાનપત્રમાં કહ્યું છે એ હકીકત ઉપરના તર્કને ટેકો આપે છે.''
૨. મુંબઈ ગેઝિટિયર, ગ્રં૧, ભા. ૧, પૃ ૧૬૧ ૩. “ગુ. એલે. ભા. ૩ લેટ નં. ૧૩૬ અ' (શાસ્ત્રી, પૃ. ૧૭૫).
એમ જણાય છે કે શારીજીએ આ સંબંધમાં પૂરતી ગવેષણ ચલાવી નથી અને પોતાના જૈન દ્વેષનું શમન મૂળરાજની પરમ શિવભક્તિની પડછે કર્યું છે ! મેરૂતુંગાચાર્યનો મૂળ ઉલ્લેખ આ પ્રમાણે છે :
तेन राज्ञा श्रीपत्तने श्रीमुलराजवसहिका कारित,
श्रीमालदेवस्वामिनः प्रासादश्च । મેરૂતુંગાચા સોલંકી રાજાઓનાં બાંધકામો વિશે જે માહિતી આપી છે તે પૂર્વ સાધનોના પરીક્ષણ બાદ જ આપેલી જણાય છે અને તે વિશ્વસ્ત છે. મૂળરાજે બનાવેલ આ જૈન મંદિર સંબંધમાં મેરૂતુંગાચાર્યથી, પછીના તેમ જ પૂર્વના કેટલાક મહત્ત્વપૂર્ણ ઉલ્લેખો પ્રાપ્ત થાય છે તે હવે જોઈએ :
() વસ્તુપાલચરિત્ર(સં. ૧૪૯૭ ઈ. સ. ૧૪૪૧)માં મંત્રીશ્વર વસ્તુપાલે શ્રીપત્તનના “મૂલનાથજિનદેવના
મંદિર પર કલશ ચઢાવ્યાનો ઉલ્લેખ છે. આ ઘટના ઈસ. ૧૨૨૫-૩૦ના ગાળામાં બની હકો, ( કે આ ગ્રંથ પ્રબંધચિંતામણિ પછીનો છે, પણ જિનહર્ષગણિ લેખન માટે આગળના સ્રોતોનો આધાર લેતા હોવાનું જાણમાં હોઈ આ વાત શ્રદ્ધેય છે.)
(મા)પ્રભાસપાટણના હાલ વિનષ્ટ થયેલા, દિગંબર સંપ્રદાયના જિનચંદ્રપ્રભના મંદિરના પુનરુદ્ધારના ભીમદેવ
દ્વિતીયના સમયના, સં. ૧૨(પ?)ગ્ની સાલ ધરાવતા, લેખમાં પ્રશસ્તિકાર હેમસૂરિ પોતાની ગુર્નાવલી આપતાં, પોતાનાથી થયેલ છઠ્ઠી પેઢીના વિદ્યાપૂર્વજ કિર્તિસૂરિ ચિત્રકૂટથી નીકળી અણહિલવાડ પાટણ ગયાનો, ને ત્યાં રાજાએ તેમનું બહુમાન કરી તેમને મંડલાચાર્યનું બિરુદ આપ્યાનું તથા છત્ર અને સુખાસન આપ્યાનું કહ્યું છે, અને તે સંદર્ભમાં “મૂલવસતિકા ભવન'નો ઉલ્લેખ આવે છે; ત્યાં જે ફે લેખ ખંડિત થયેલો હોઈ તે કોણે કરાવ્યું તે એકદમ સ્પષ્ટ થતું નથી : યથા :
... ... ... .. નીંદા 5:1 बिरुदं मंडलाचार्य, सच्छवं ससुखासनं ॥२३।। श्रीमूलवस सतिकाख्यं जिनभवनं तत्र... संज्ञयैव यतीश्वरः ।
See D. B. Diskalkar, Poona Orientatist, Vol. II, No. 4, p. 222, Jan. 1938, તથા આચાર્ય ગિરજાશંકર વલ્લભજી, ગુજરાતના ઐતિહાસિક લેખો, ભાગ ૩જો, મુંબઈ, ૧૯૪૧, પૃ. ૧૯૪; and
Page #14
--------------------------------------------------------------------------
________________ સિદ્ધરાજકારિત જિનમંદિરો 135 V. P. Jhoharapurkar, Epigraphia indica, Vol. XXXIII, July, 1959, pp. 117-120. આ પ્રમાણ અભિલેખીય હોઈ, તેમ જ પ્રબંધચિંતામણિથી સોએક વર્ષ પૂર્વનું હોઈ, વિશ્વસનીય છે. (6) સિદ્ધરાજના પ્રારંભિક સમયમાં રચાઈ હશે તે દિગંબર કવિ શ્રીચન્દ્રની અપભ્રંશ રચના કથાકોષના અંતિમ ભાગમાં જણાવ્યા મુજબ તેનું વ્યાખ્યાન સુંદુ નામની શ્રાવિકાએ કરાવેલું, જેનો (માતામહ) પ્રાગ્વટ સજ્જન અણહિલપુરપાટણમાં “મૂલરાજ રાજાના ધર્મસ્થાન'નો ગોષ્ઠિક હોવાનું કહ્યું છે : (જુઓ ગાંધી, “સિદ્ધરાજ અને જૈનો’, ઐતિહાસિક લેખસંગ્રહ, વડોદરા 1963, પૃ 107). સજજન ગોષ્ઠિકનો કાળ ભીમદેવ પ્રથમના અંતિમ ભાગ તેમ જ કર્ણદેવના શાસનકાળમાં સહેજે જ આવે; ને તે હિસાબે ૧૧માં શતકના ઉત્તરાર્ધમાં ત્યાંની દિગંબર જૈન વસતી મૂળરાજે બનાવી હોવાની સ્પષ્ટ ખબર હોવી જોઈએ. આ પ્રમાણ મેરૂતુંગાચાર્યથી લગભગ સવા બસો વર્ષ આગળ જતું હોઈ, અને મૂળરાજથી 6070 વર્ષ જ બાદનું હોઈ અને તેમાં સ્પષ્ટપણે ધર્મસ્થાન મૂલરાજનપતિકારિત હોવાનો નિર્દેશ હોઈ, શાસ્ત્રીજી તેમ જ તેમના પુરોગામી બૉમ્બે ગેઝેટિયરના લેખકની વાત ખોટી ઠરે છે. શાસ્ત્રીજીને એ મંદિરોના અસ્તિત્વ વિશે શંકા નથી, પણ એમનો વાંધો છે તે રાજકારિત હોવા અંગે, પણ મધ્યકાલીન ભારતમાં કર્ણાટ, ચોલદેશ, સપાદલક્ષ આદિ દેશોના શૈવધર્મી રાજવંશીયોએ જૈન મંદિરો બંધાવ્યાના દાખલા હોઈ, સોલંકીકાલીન ગુજરાત, કે જ્યાં જૈનધર્મનો મોટો પ્રભાવ હતો, ત્યાં શા માટે અન્યથા હોવું જોઈએ, અને સ્પષ્ટ રૂપે, કે સાહિત્યિક પ્રમાણમાં હોવા છતાં, તેને શા માટે ઉવેખવાં જોઈએ તે મુદ્દો ‘સાંપ્રદાયિક દૃષ્ટિકોણ’ સિવાય બીજી કોઈ રીતે સમજાવી શકાય તેમ નથી ! એક બીજી વાત સોલંકીકાલીન જૈન શ્રેષ્ઠીઓ માટે શાસ્ત્રીજી શેઠિયાઓ” શબ્દ વાપરે છે (પૃ. 383) અને શ્રેષ્ઠી અભયડને તેઓ “આભડ શેઠીયો” કહે છે (પૃ. 543), જયારે બ્રાહ્મણો માટે ક્યાંયે ‘ભામણ શબ્દ પ્રયુક્ત કરતા નથી, તે ઘટના તેમના જૈન શ્રેષ્ઠીઓ પરત્વેના મનોગત તુચ્છકારને છતી કરી રહે છે. (આવા થોડાક અન્ય દાખલા પણ તેમના લખાણમાંથી ટાંકી શકાય તેમ છે, જે અંગે વિશેષ ચર્ચા કરવી વર્તમાન સંદર્ભમાં ઉપયુક્ત નથી.)