________________
નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
જે સમર્થન પ્રાપ્ત છે તે શાસ્ત્રીજી મૂળ વાતમાં કહેવાને બદલે પાદટીપમાં હડસેલી દબાવી દે છે; અને તેના પર કશી જ ટીકા-ટિપ્પણ કરતા નથી કે નથી તેનું ત્યાં આધારરૂપે ટાંકવાનું પ્રયોજન કે મૂલ્ય બતાવતા ! વિશુદ્ધ ઇતિહાસ-સંશોધન ખાતર અહીં સત્ય શું છે તે જોવા યત્ન કરવો આથી જરૂરી બની રહે છે.
૧૨૪
જૈન પ્રબંધાદિ સાહિત્યમાં પ્રસિદ્ધ બ્રાહ્મણીય તીર્થો-દેવસ્થાનોના પ્રાસંગિક ઉલ્લેખો આવે છે; પણ બ્રાહ્મણીય સાહિત્ય જૈન તીર્થો કે જૈન મંદિરોનો જરા સરખો પણ નિર્દેશ કરતું નથી; એટલે મધ્યકાલીન હોવા છતાં સરસ્વતીપુરાણ કે સ્કંદપુરાણમાં સિદ્ધરાજકારિત જૈન મંદિરોની શોધ ચલાવવી વ્યર્થ છે; પણ જૈન મંદિરો વિશે જૈન સ્રોતોમાંથી માહિતી મળતી હોઈ તેનો જ આધાર અહીં લઈશું. બીજી બાજુ મુસ્લિમ આક્રમણો સમયે અને પછીથી થયેલા પુનરુદ્ધારને પ્રતાપે પ્રાચીન શિલાલેખો, તામ્રશાસનો આદિ બહુમૂલ્ય સામગ્રી તેમ જ ધણા કિસ્સાઓમાં શિલ્પસ્થાપત્યનાં પ્રમાણો પણ સમૂળગાં નષ્ટ થઈ ચૂક્યાં છે. આથી પ્રમાણભૂત હોય તેવાં વાયિક સાધનો પર જ આજે તો વેષણામાં સર્વાંશે આધાર રાખવો પડે છે.
સિદ્ધરાજે સરસ્વતીને તીરે ‘અંતિમ અર્હત્’(ચરમતીર્થંકર મહાવીર)નું ચૈત્ય બંધાવ્યાનો સમકાલીન લેખક હેમચંદ્રાચાર્યે દ્વાશ્રયકાવ્યમાં વ્યાકરણ-સૂત્રોને વણી લેવાની સાથે બહુ જ સ્પષ્ટ શબ્દોમાં ઉલ્લેખ કર્યો છે : યથા
कैतवायनितैकायन्य सिद्धपुरे थ सः प्राच्यास्तीरे सरस्वत्याश्चक्रे रुद्रमहालयम् ॥१५॥
Jain Education International
दागव्यायनिकौशल्यानिच्छाग्यायनीन्पथि । स्थापयन्विदधे चैत्यं तत्रैवान्त्यस्य सोर्हतः ||१६||
આમાં આ ચૈત્ય ‘એની જૈન વસ્તીમાંથી કોઈ જૈન ગૃહસ્થે બંધાવ્યું' એવા તર્ક તરફ દોરી શકે તેવો જરા સરખો પણ ઇશારો નથી ! આ પછી ઉ૫૨કથિત સોમપ્રભાચાર્યના સં ૧૨૪૧ | ઈ. સ. ૧૧૮૫માં રચાયેલ, પ્રાકૃતભાષાનિબદ્ધ જિનધર્મપ્રતિબોધમાં સિદ્ધપુરના (એ) ચૈત્યનું નામ સ્પષ્ટતયા ‘સિદ્ધવિહાર’ આપ્યું છે અને વિશેષમાં તે ‘ચાર પ્રતિમાયુક્ત' હોવાનો કહ્યું છે. આ સિવાય સિદ્ધરાજે પાટણમાં ‘રાયવિહાર’ કરાવ્યાનું કહ્યું છે, જો કે તેની વિશેષ વિગત સૂરિ ત્યાં આપતા નથી : યથા
जयसिंहनिवो जाओ जिणिद - धम्मगुरत - मणो ॥ तत्तो तेणित्थ पुरे रायविहारो करविओ रम्मो ।
चउ-जिण - पडिम-समिद्धो सिद्धविहारो य सिद्धपुरे ॥
-- जिनधर्मप्रतिबोध १ / १६९ - १७० '
For Private & Personal Use Only
www.jainelibrary.org