SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ શ્લોટ ૩૨-૩૩, વિ, સર ગ્લો ૨૨ વગેરે, જિ. ગદ નો ક૫. છેલ્લા ગ્રંથકાર તો ગિરનારને પણ બાર ગામ આપ્યાનું કહે છે. ૪. પ્ર ચિ. પૃ. ૧૪૭, ૫. જ્યાશ્રય, સ, ૧૫, શ્લોટ ૯૭-૯૮. (૬ એજન).” શત્રુંજયને બાર ગામ આપ્યાની વાત કયાશ્રયમાં નથી તે કારણ એ હકીકત “પાછળના ગ્રંથકારોની વિરુદ્ધ જતી હોવાનું ભાગ્યે જ કહી શકાય. પહેલી વાત તો એ છે કે વ્યાકરણસૂત્રોને ઠીક રીતે રજૂ કરવામાં ગૂંચવાયેલા શ્વાશ્રયકાર ઐતિહાસિક માહિતી બહુ જ ઓછી આપે છે; અને કચાશ્રયકારે ન આપી હોય અને અન્ય ગ્રંથકારોએ કરી હોય તેવી ઘણી વાતો શાસ્ત્રીજીએ પોતે જ સ્વીકારી છે ! વળી, તેઓ પાદટીપક્રમાંક ૩માં જે ગ્રંથોનાં પ્રમાણ આપે છે તેને કાલક્રમાનુસાર ગોઠવતા નથી, તેમ જ તેમાં જેનો આધાર આપ્યો છે તે ‘વસંતવિલાસથી પણ દશક વર્ષ પહેલાં લખાયેલ.’ નાગેન્દ્રગથ્વીય ઉદયપ્રભસૂરિ-વિરચિત “ધર્માલ્યુદયકાવ્ય'નો તો નિર્દેશ પણ કરતા નથી. આ પ્રમાણો સિલસિલાબંધ પં, લાલચંદ ગાંધીએ ‘સિદ્ધરાજ અને જૈનો” નામક લેખમાળા સન્ ૧૯૨૭ના મે માસથી લઈ સન ૧૯૨૯ના અંત સુધીના સાપ્તાહિક “જૈન”માં પ્રકાશિત કર્યા છે, પણ શાસ્ત્રીજી તેની નોંધ પણ લેવી ચૂકી ગયા છે. ધર્માસ્યુદયકાવ્ય, પ્રભાવક ચરિતથી લગભગ પચાસેક કે પિસ્તાળીસેક વર્ષ પૂર્વે અને પ્રબંધચિંતામણિથી લગભગ પંચોતેર-એંસી વર્ષ પૂર્વે લખાયેલ છે. એની મંત્રીધર વસ્તુપાલે સ્વહસ્તે કરેલી નકલ પણ ઉપલબ્ધ છે. શત્રુંજયને ૧૨ ગામ આપ્યાનું તાપ્રશાસન મોજૂદ ન હોય તો આવી હકીકત તે કાળે લખી શકાય નહીં. શત્રુંજય મહાતીર્થ' હોઈ, તેને સિદ્ધરાજે ૧૨ ગામ આપ્યાની વાત અયુક્ત નથી. ઉદયપ્રભસૂરિએ આ દાન “આશુક મંત્રીના અનુરોધથી' આપ્યાનું સ્પષ્ટ રીતે જણાવેલ છે. ઉદયપ્રભસૂરિ સિદ્ધરાજના મૃત્યુ પછી લગભગ એંસી જ વર્ષ બાદ લખતા હોઈ, અન્ય પ્રબંધકારોથી તેમની સ્થિતિ સમયની દષ્ટિએ પણ સંગીન છે. પણ બીજી બીજ ગિરનારતીર્થને ૧૨ ગામ આપ્યાની છેક ૧૪મા શતકના મધ્યકાળના અરસાથી રચાતા આવેલ પ્રબંધોમાં નોંધાતી આવેલી વાત વિશ્વસનીય જણાતી નથી, અને શત્રુંજયને અન્વયે તે ઘડી કાઢવામાં આવી હોય તેમ લાગે છે. સોલંકીકાલીન કોઈ જ પ્રબંધચરિત્રાદિમાં, કે છેક મેરૂતુંગાચાર્ય સુધીના કોઈ જ લેખક તે વાત જણાવતા નથી. આ સિવાય દેવસૂરિને છાલાદિ ૧૨ ગામો સિદ્ધરાજે અર્પિત કર્યાની વાત પણ જરૂર અસંગત છે. સુવિહિત, સંવિજ્ઞવિહારી, ત્યાગી જૈન સાધુઓ આવાં દાન સ્વીકારી ન શકે. રાજવિહાર સંબંધમાં પ્રભાચંદ્રસૂરિએ એ વાત દેવસૂરિ સંબંધમાં સ્પષ્ટ કરી જ છે : એટલે આ વાત સાચી હોવાનો સંભવ નથી. અને ખરેખર આવું કોઈ દાન આપ્યું જ હોય તો તે રાજાએ બનાવેલ “રાજવિહાર'ને આપ્યું હોય, દેવસૂરિને નહીં, 3. Cf. B. A. Kathavate, Sridvyasrayamahakavyam, Bombay, 1921, 5.15-16. 8. Ed. Muniraj Jinavijaya, G. O. S. No. 14, Baroda, 1920. ૫. છેક ૧૫મા શતકમાં આ વિહારમાં મૂળ નામ ભુલાઈ કુમારવિહાર', અને ૧૪મા શતકથી “કુમારપુર’ બદલે ‘વાભટપુર' નામ મળવું શરૂ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249389
Book TitleSiddhrajkarit Jinmandiro
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Publication Year2002
Total Pages14
LanguageGujarati
ClassificationArticle & Tirth
File Size519 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy