Book Title: Siddhrajkarit Jinmandiro
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 14
________________ સિદ્ધરાજકારિત જિનમંદિરો 135 V. P. Jhoharapurkar, Epigraphia indica, Vol. XXXIII, July, 1959, pp. 117-120. આ પ્રમાણ અભિલેખીય હોઈ, તેમ જ પ્રબંધચિંતામણિથી સોએક વર્ષ પૂર્વનું હોઈ, વિશ્વસનીય છે. (6) સિદ્ધરાજના પ્રારંભિક સમયમાં રચાઈ હશે તે દિગંબર કવિ શ્રીચન્દ્રની અપભ્રંશ રચના કથાકોષના અંતિમ ભાગમાં જણાવ્યા મુજબ તેનું વ્યાખ્યાન સુંદુ નામની શ્રાવિકાએ કરાવેલું, જેનો (માતામહ) પ્રાગ્વટ સજ્જન અણહિલપુરપાટણમાં “મૂલરાજ રાજાના ધર્મસ્થાન'નો ગોષ્ઠિક હોવાનું કહ્યું છે : (જુઓ ગાંધી, “સિદ્ધરાજ અને જૈનો’, ઐતિહાસિક લેખસંગ્રહ, વડોદરા 1963, પૃ 107). સજજન ગોષ્ઠિકનો કાળ ભીમદેવ પ્રથમના અંતિમ ભાગ તેમ જ કર્ણદેવના શાસનકાળમાં સહેજે જ આવે; ને તે હિસાબે ૧૧માં શતકના ઉત્તરાર્ધમાં ત્યાંની દિગંબર જૈન વસતી મૂળરાજે બનાવી હોવાની સ્પષ્ટ ખબર હોવી જોઈએ. આ પ્રમાણ મેરૂતુંગાચાર્યથી લગભગ સવા બસો વર્ષ આગળ જતું હોઈ, અને મૂળરાજથી 6070 વર્ષ જ બાદનું હોઈ અને તેમાં સ્પષ્ટપણે ધર્મસ્થાન મૂલરાજનપતિકારિત હોવાનો નિર્દેશ હોઈ, શાસ્ત્રીજી તેમ જ તેમના પુરોગામી બૉમ્બે ગેઝેટિયરના લેખકની વાત ખોટી ઠરે છે. શાસ્ત્રીજીને એ મંદિરોના અસ્તિત્વ વિશે શંકા નથી, પણ એમનો વાંધો છે તે રાજકારિત હોવા અંગે, પણ મધ્યકાલીન ભારતમાં કર્ણાટ, ચોલદેશ, સપાદલક્ષ આદિ દેશોના શૈવધર્મી રાજવંશીયોએ જૈન મંદિરો બંધાવ્યાના દાખલા હોઈ, સોલંકીકાલીન ગુજરાત, કે જ્યાં જૈનધર્મનો મોટો પ્રભાવ હતો, ત્યાં શા માટે અન્યથા હોવું જોઈએ, અને સ્પષ્ટ રૂપે, કે સાહિત્યિક પ્રમાણમાં હોવા છતાં, તેને શા માટે ઉવેખવાં જોઈએ તે મુદ્દો ‘સાંપ્રદાયિક દૃષ્ટિકોણ’ સિવાય બીજી કોઈ રીતે સમજાવી શકાય તેમ નથી ! એક બીજી વાત સોલંકીકાલીન જૈન શ્રેષ્ઠીઓ માટે શાસ્ત્રીજી શેઠિયાઓ” શબ્દ વાપરે છે (પૃ. 383) અને શ્રેષ્ઠી અભયડને તેઓ “આભડ શેઠીયો” કહે છે (પૃ. 543), જયારે બ્રાહ્મણો માટે ક્યાંયે ‘ભામણ શબ્દ પ્રયુક્ત કરતા નથી, તે ઘટના તેમના જૈન શ્રેષ્ઠીઓ પરત્વેના મનોગત તુચ્છકારને છતી કરી રહે છે. (આવા થોડાક અન્ય દાખલા પણ તેમના લખાણમાંથી ટાંકી શકાય તેમ છે, જે અંગે વિશેષ ચર્ચા કરવી વર્તમાન સંદર્ભમાં ઉપયુક્ત નથી.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14