Book Title: Siddhrajkarit Jinmandiro
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 9
________________ ૧૩૦ નિર્ઝન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ તુષ્ટિદાનનો સ્વીકાર ન થતાં તેને બદલે “રાજવિહાર' નામક ઋષભદેવના ૮૪ અંગુલ પ્રમાણ પિત્તલમય બિંબવાળો પ્રાસાદ આશુક મંત્રીની સલાહથી પાટણમાં બંધાવ્યો હતો, જેની ચાર આચાર્યોએ પ્રતિષ્ઠા કરી હતી. તેનો જૂનામાં જૂનો ઉલ્લેખ સોમપ્રભાચાર્યના જિનધર્મપ્રતિબોધ(સં. ૧૨૪૧ | ઈ. સ. ૧૧૮૫)માં મળે છે. ત્યારબાદ બાલચંદ્રકૃત વસંતવિલાસમહાકાવ્ય (આ. ઈ. સ. ૧૨૪૦) અને પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવક ચરિત(સં. ૧૩૩૪ , ઈ. સ. ૧૨૭૮)માં, તેમ જ ૧૫મા શતકના પ્રબંધોમાં મળે છે. મોટે ભાગે તે આશુક મંત્રીની દેખરેખ નીચે બંધાયેલો. (૨) સિદ્ધરાજે સિદ્ધપુરમાં કરાવેલા “સિદ્ધવિહાર' નામક જિન મહાવીરની ચાર પ્રતિભાવાળા ચતુર્મુખપ્રાસાદ સંબંધી અત્યંત સંક્ષિપ્ત પણ મહત્વપૂર્ણ પ્રથમોલ્લેખ સમકાલિક લેખક આચાર્ય હેમચંદ્રના સંસ્કૃત દયાશ્રયકાવ્ય (ઈસ્વીસના ૧૨મા શતકના દ્વિતીય ચરણોમાં મળે છે. તે પછી ઉપરકથિત જિનધર્મપ્રતિબોધ (ઈ. સ. ૧૧૮૫), કુમારપાલપ્રબોધપ્રબંધ (ઈસ્વીસના ૧૪મા શતકનો મધ્ય ભાગ), મુનિસુંદરના સ્તોત્ર'માં (ઈસ્વીસની ૧૫મી શતાબ્દીનું પ્રથમ ચરણ) અને કવિ મેઘના રાણિગપુર ચતુર્મુખ પ્રાસાદ સ્તવન(ઈ. સ. ૧૪૪૦ બાદ)માં પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત પ્રાસાદ આલિગ મંત્રીની દેખરેખ હેઠળ બંધાયેલો અને તે રાજકારિત હોઈ, ૧૫મા શતકમાં તે “રાજવિહાર' નામે પણ ઓળખાતો હતો. ઉપર પ્રમાણો જોતાં દુર્ગાશંકર શાસ્ત્રીનાં સંશયાત્મક વિધાનો અને સોલંકી રાજાઓ શૈવ હોઈ જૈન મંદિરો ન બંધાવે તેવી માન્યતા પાછળ એમની પોતાની સંકીર્ણ, સાંપ્રદાયિક દૃષ્ટિ છતી થાય છે. શૈવમાર્ગી પણ સમદષ્ટિ સોલંકી રાજાઓ જૈન મંદિરો બાંધે તે તથ્ય પરત્વેની તેમની નાપસંદગી અને એ કારણસર સત્યનો વિપર્યાસ કરવાની વૃત્તિ-પ્રવૃત્તિ ઇતિહાસકાર તરીકેની તેમની અન્યથા મહાનું શક્તિઓને ગ્રહણ લગાવી દે છે. જૈનોની સમૃદ્ધિનો અને સોલંકીકાળમાં રહેલા તેમના પ્રભાવનો, ને તેમની ધર્મભાવના અને ઉત્કર્ષ પરત્વે આ વલણ એક પ્રકારના નિષ્કારણ કેષનું રૂપ જ છે અને શાસ્ત્રીજીનાં આવાં પક્ષપાતી, પૂર્વગ્રહપીડિત અને દુર્ભાગ્યપૂર્ણ લખાણોથી ગુજરાતના ઇતિહાસને પરિશુદ્ધ કરવાનો અને તેમણે અસંપ્રજ્ઞાતપણે વાવી દીધેલ સાંપ્રદાયિક વિષવૃક્ષનું ઉમૂલન કરવાનો સમય આવી ગયો છે. સદ્ભાગ્યે ગુજરાતનો ઈતિહાસ લખનાર આ પેઢીના બે કર્ણધારો—કે. કા. શાસ્ત્રી અને ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી–સાંપ્રદાયિક રાગદ્વેષથી પર રહ્યા છે, એથી ગુજરાતનો સોલંકીકાળને વિમલ અને વિશ્વસ્ત ઇતિહાસ તેઓ લખી શક્યા છે. જૈન લેખકોની ધર્મઘેલછા અને બ્રાહ્મણીય લેખકોના બામણવેડા” એ બરોથી દૂર રહેવામાં જ સાર છે.) વામયિક વર્ણનો પરથી સિદ્ધરાજે નિર્માણ કરાવેલ ઉપર ચર્ચિત બન્ને મંદિરો મોટાં અને ભવ્ય હશે. સિદ્ધવિહારને “ક્રીડાનગોપમ' અને “મેચૂલોપમ કહ્યો હોઈ, તેમ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14