Book Title: Shukraniti
Author(s): Iccharam Suryaram Desai
Publisher: Iccharam Suryaram Desai

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માર્થ કાર્યમાં ઉચ્ચપદે અભિષિક્ત કરે છે–અર્થાત, નીતિવા પુરૂષ, આલોકમાં સર્વ પ્રકારના ઐશ્વર્યને ભોક્તા થઈ આનંદી ને ડાહ્યો થાય છે, ને પરલોકમાં પરમસુખના પદપર વિરાજે છે. આ જ સાર્વજનિક નિયમ છે; આ જ પરમ ધર્મ છે; અને એ વિના નીતિવિના)નાં સર્વ કર્મ ધર્મ એક પણ ફળ આપ્યા વિનાના શુષ્કવૃક્ષ સમાન છે. શુરવીર અને સાધુ પુરુષના શ્રેટ આચરણનું બંધારણ, નીતિનું ભાવપૂર્વક, સ્વહિત અને પરહિત અર્થે. કરેલું સેવન છે. સ્વતઃ અને પરના, દેશના, ધર્મના, સર્વેના હિત અર્થે, પૂર્ણ સમ્રાઈથી નીતિ પાળતાં, વિપત્તિ આવે તો તે સહન કરવી જોઈયે, અને નીતિની વિશુદ્ધિ અર્થે, તેની પવિત્રતા જાળવવા માટે જીવિત પર્યંત કઠિણ વ્રત પાળવાં જોઈએ, અને તેમાં જે દુઃખ–વિટંબણું–વિપત્તિ આવે ત્યારે આ તીવ્રતના ફળાથે, નિડર થઈનિધડક ટક્કર ઝિલવાને તત્પર થઈ રહેવું, અને પિતાના ભવિષ્યના સુખ માટે, જેમ કેઇ માનવંતે કુલાચારમાં ખાંપણ ન આવે અને પૂર્વજોના યશસ્વી નામો નિષ્કલંકી રહે તે અર્થે જે જે શ્રમ લે ( ન્યાત જાત, અને દેશ વિદેશમાં પૂર્વજોએ સ્થાપેલી કીર્તિ અચલ રાખવા) તે સર્વે લેવા અવશ્યના છે. ઘણી વાર કસોટી કસાય છે, પણ તેના સામા ટક્કર ઝીલવા તત્પર રહેવું, ને સર્વ કાળ એક સરખે દઢ વિચાર રાખે, ને જય મેળવવો; બને તેમ અંતકાળ પર્યત-મરણશય્યા પર પડે ત્યાં સુધી જે પુરૂષ, પ્રત્યેક પ્રકારની નીતિથી સેવાયેલો રહે છે તે પુરૂષને કે અહોભાગ્ય નહિ કહી શકે? નીતિથી ડરીને, જે મહાશય, સદોદિત તેનાં પાસાં સેવે છે, તેની સમીપમાં, પ્રભુના પાર્ષદ સદાકાળ રહે છે, અને તેને જ શરણ આપે છે, માટે જ મહાશય સંપત્તિવાનું છે, એમ વિદ્વાન્ એરિસ્ટોટલે ભર્યું છે, માટે જ, કારલાઈલ કહે છે કે, “આપણે, મહાશય પ્રતિ, જ્યાં સુધી તેના પ્રતિથી કંઈ પણ પ્રાપ્ત થતું નથી ત્યાં સુધી, જરા જેટલી પણ દષ્ટિ કરવાના નહિ;” અને, માટે જ પ્રત્યેક મહાશયે પિતાનું વર્તન ઉચ્ચ રાખવું જોઈએ. જે જે મહાશ થઈ ગયા છે તેઓનો નિયને સંગી ને વિશ્વાસપાત્ર મિત્ર ને મંત્રી નીતિ જ હતો; ને જેઓને મહાશય થવાની વાંછા હોય તેઓને પણ તે જ અનુસંગી, મિત્રી ને મિત્ર હશે તો જ તેની ગણના, મહાશયમાં થશે, ધર્માચાર્યમાં થશે, ગુરૂમાં ગણાશે, રાજા કહેવાશે ને વર્તમાનને ભવિષ્યની પ્રજા તેને માન દેશે. જીવિત કેવળ માયિક અને મિથ્યા છે, છતાં અર્વાચીન સમયમાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 433