Book Title: Shrutsagar Ank 2013 12 035
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 77
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી અજાહરણ તીર્થ: એક પરિચય કનુભાઈ એલ. શાહ સંસારસાગરમાં ઓતપ્રોત થયેલા અને એના કાદવ-કીચડમાં ખરડાયેલા જીવોને તરવાનું સાધન તીર્થ છે. તેથી જ કહેવાયું છે કે “તારે તે તીર્થ” આવું જ એક પ્રાચીન તીર્થ છે “અજાહરા પાર્શ્વનાથ તીર્થ'. સૌરાષ્ટ્રને જૂનાગઢ જિલ્લાના અજાહરા ગામમાં શ્રી અજાહરા પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય તીર્થ આવેલું છે. અજાહરા કે અંજારા ગામને છેડે આ મંદિર આવેલું છે. શ્રી અજાહરા પાર્શ્વનાથ તીર્થના મૂળનાયક તરીકે બિરાજિત આ પ્રતિમાજી કેશરવર્તી અને વધુમાંથી નિર્મિત થયેલી છે. સપ્તફણાથી વિભૂષિત, પદ્માસનસ્થ આ પ્રતિમાજીની ઊંચાઇ ૪૬ સે.મી. ની છે. આ પ્રતિમાજી અત્યંત દિવ્ય, મનમોહક, ભવશોષક, પાપરોધક, રક્તવર્ણ અતિ અદૂભૂત ભવ્ય પ્રતિમા છે. પૂર્વે જીર્ણ અને નાના લાગતા જિનાલયે અત્યારે વિશાળ રૂપ ધારણ કર્યું છે. શ્રી અજાહરા પાર્શ્વનાથ પરમાત્માની મૂળ ગાદી મૂળસ્થાન અકબંધ રાખીને, તેમનું પબાસન સુંદર આરસથી મઢીને, નૂતન સુંદર છત્રી તૈયાર કરવામાં આવી છે. શ્રી અજાહરા દાદાની જમણી બાજુ શ્રી શાંતિનાથ પરમાત્મા અને ડાબી બાજુ શ્રી સંભવનાથ પરમાત્માની પ્રતિમાજી છે. આ ત્રણે પરમાત્માઓને ઉત્થાપન કર્યા વિના જ સુંદર કલાકૃતિમય આરસની છત્રી તૈયાર કરાવેલ છે. છત્રીની પાછળ જગ્યા કરીને ગભારામાં જ પરમાત્માને પ્રદક્ષિણા આપી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. મૂળનાયક શ્રી અજાહરા દાદાના ગભારાની બાજુ બીજા બે ગભારામાં પહેલાં વિરાજિત પરમાત્માને ઉસ્થાપિત કરી, દૃષ્ટિમળ સાંધી, વેધ આદિ દોષોનું નિવારણ કરીને પ્રતિમાજી બિરાજિત કરવામાં આવેલ છે. ૧૯૪૦માં ખોદકામ કરતાં નીકળેલા બે કાઉસગિયાજી શ્રી આદિનાથ તથા શ્રી મહાવીરસ્વામિની પ્રતિમાઓ બિરાજિત કરેલી છે. બંને કાઉસગિયાયુક્ત અભૂત ચોવિશીને પણ યોગ્ય દેરીઓમાં પ્રતિસ્થિત કરેલી છે. પ્રાચીન જિનાલયને ફરતો અતિ ભવ્ય નૂતન મંડપ નિર્માણ થયેલ છે. કે જેમાં નૂતન શ્રી ગૌતમસ્વામીની પ્રતિમા, નૂતન શ્રી વિજયહરસૂરીશ્વરજીની મૂર્તિ, શ્રી માણીભદ્રવીરની મૂર્તિ, શ્રી પદ્માવતી દેવીની મૂર્તિની સ્થાપના કરેલી છે. મંડપમાં બીજા વચ્ચેના ગાળામાં ફરતે શ્રી અજાહરા તીર્થનો ઇતિહાસ, શ્રી પાર્શ્વનાથ પરમાત્માના ૧૦ ભવ, શ્રી વિજય હરસૂરીશ્વરજી મ.સા. નો સંક્ષિપ્ત ઇતિહાસ દર્શાવતાં સુંદર ચિત્રપટ સ્થાપિત કર્યા છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84