Book Title: Shrutsagar Ank 2013 12 035
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 80
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 9૮ दिसम्बर - २०१३ એ પ્રતિમાને પ્રતિષ્ઠિત કરશે. એ નગર અજયપુરનગર તરીકે ઓળખાશે. પદ્માવતીદેવીના કથન અનુસાર આ પ્રતિમા હું શ્રી અજયપાળ રાજાને અર્પણ કરીશ. શ્રી રત્નરાજે પદ્માવતી દેવીની આજ્ઞાનુસાર નાવિકોને સમુદ્રમાં ઉતારી પ્રતિમાની શોધ કરાવી કલ્પવૃક્ષના સંપુટને તરત જ નાવમાં લઇ લીધો. ભગવાન નાવમાં આવ્યા હોવાના કારણે વહાણ આગળ ચાલવા લાગ્યું. સમુદ્રમાં આવેલું ભયંકર તોફાન શમી ગયુ. સૌના દિલમાં આનંદની લહેર પ્રસરી ગઇ. રત્નસાર દ્વારા સમાચાર મળતાં જ શ્રી અજયપાળ રાજા વાજતે-ગાજતે સ્ત્રી-પુરુષો સાથે સમુદ્રતટે કલ્પવૃક્ષના સંપુટને લેવા ગયા. કલ્પવૃક્ષના સંપુટને ધામધૂમપૂર્વક રાજાએ નગરપ્રવેશ કરાવ્યો. રાજમહેલમાં સિંહાસન ઉપર સંપુટમાંથી કાઢીને શ્રી પાર્શ્વનાથ પ્રભુની રમણીય પ્રતિમાને સિંહાસન ઉપર સ્થાપિત કરી. પ્રભુના દર્શન થતાં જ રાજાનું શરીર હર્ષથી રોમાંચિત થયું અને દર્શન માત્રથી રાજાના સર્વ રોગ દૂર થવા લાગ્યા. લાંબા સમય બાદ પોતાના શરીરમાં આજે પરિવર્તન થવાથી રાજાનો હર્ષ સમાતો ન હતો. શ્રી અજયપાળ રાજાએ દીવનગરની નજીકમાં સારી ભૂમિ જોઇ શુભ મુહૂર્ત નગરનું ખાતમુહૂર્ત કર્યું. શિલ્પીઓએ થોડા સમયમાં જ અનેક સગવડતાપૂર્વક નગરની રચના કરી. નગરીમાં લોકોને વસાવવામાં આવ્યા. ભવ્ય પ્રાસાદમાં પ્રભુ પાર્શ્વનાથની મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવવામાં આવી. મહારાજે આ નવી નગરીનું નામ અજયપુર પાડ્યું. તેવી જ રીતે ભગવાન પાર્શ્વનાથ પણ અજાહરા પાર્શ્વનાથના નામે ઓળખાયા. આ દેરાસરના નિર્વાહને અર્થે અજયપુર નગર અર્પણ કર્યું તેમજ બીજા પણ દશ ગામો આપ્યાં. સંવત ૧૯૬૭ માં આચાર્ય ભગવંત શ્રી વિજય દેવસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં ઉના નિવાસી કુંબરજી જીવરાજ દોશીએ આ તીર્થનો ચૌદમો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ૧૪ જીર્ણોદ્ધાર બાદ આ ૧૫મો જીર્ણોદ્ધાર છે. શ્રી અજાહરા પાર્શ્વનાથ પંચતીર્થ જૈન કારખાના પેઢીની વિનંતી સ્વીકારીને ૫. પૂ. યોગનિષ્ઠ આ. વિજય શ્રીમદ્ કેસરસૂરીશ્વરજી મ. સા. ના પટ્ટાલંકાર ગચ્છાધિપતિ પ. પૂ. આ. ભગવંત શ્રીમદ્ વિજય હેમપ્રભસૂરીશ્વરજી મ. સાહેબની નિશ્રામાં અનેક સાધુ-સાધ્વી ભગવંતોની હાજરીમાં ૧૫મો જીર્ણોદ્ધાર થયા બાદ પુનઃ પ્રતિષ્ઠા, નૂતન પ્રતિષ્ઠા તેમજ કળશ તથા ચાંદીની ધજા ચઢાવવા વગેરે વિ.સં. ૨૦૫૯ ના ચૈત્ર વદ ૫ સોમવાર તા. ૨૧-૪-૨૦૦૨, મંગલ દિવસે અષ્ટાલિકા મહોત્સવની ઉજવણી ખૂબ જ ઉલ્લાસપૂર્વક કરાવવામાં આવેલ છે. (અનુ. ઘેજ નં. ૮૦ ઉપર) For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84