Book Title: Shrutsagar Ank 2012 08 019
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अगस्त २०१२ ઘર્મની રક્ષા કાજે - સ્વ. રતિલાલ મફાભાઈ શાહ ‘શંકરદિગ્વિજય'ના લેખકના જણાવ્યા મુજબ, સુધન્વા રાજાની સરદારી નીચે, ભારતમાં કાશ્મીરથી માંડી કન્યાકુમારી સુધી શ્રમણોની કતલ ચાલી હો કે એ કેવળ એક લોકશ્રુતિ હો, છતાં એટલું તો ચોક્કસ છે કે એ કારણે અથવા તો અન્ય કોઈ પણ કારણો પ્રજાના મોટા ભાગમાં તત્કાલીન નૃપતિઓ સામે ભારે અસંતોષ પ્રવર્તતો હતો. એના પરિણામ રૂપે થોડા જ સમયમાં મુસલમાનોનાં એક પછી એક ધાડાં ભારતમાં ઊતરી આવવા છતાં પ્રજા એનો પ્રતિકાર કરવા જેટલો ઉત્સાહ દાખવી શકી નહોતી. નહિ તો અમુક હજાર જેટલા પરદેશીઓ કરોડોની સંખ્યામાં વસેલા ભારતને આવી ભૂંડી રીતે ચૂંથી ન શકત. અને એ ધાડાં એટલેથી જ અટક્યા નહીં, પણ બસો વર્ષ સુધી ચાલુ રહી ઉત્તર ભારતમાં સર્વભૌમ રાજ્ય મેળવીને જ જંપ્યાં. મુસ્લિમોએ આમ ઉત્તર ભારતમાં એકચક્રી રાજ્ય સ્થાપ્યું હતું. સાથે દક્ષિણમાં પણ એમણે રાજ્યો ઊભાં કરવા માંડ્યાં હતાં. આથી હોયશલ વંશના પરાક્રમી રાજા વીર બલાળદેવ ત્રીજાએ એ વેગને રોકવા કમર કસી. અને એણે એક પછી એક મુસ્લિમ થાણાં ઉખેડી નાખી વિજયનગરના સામ્રાજ્યનો પાયો નાખ્યો. એના મરણ પછી રાય હરિહર ત્યાર બાદ રાય બુક્કારાયના સમયમાં તો વિજયનગર એક સમૃદ્ધિશાળી અને શક્તિશાળી વિશાળ સામ્રાજ્ય બની ગયું. બુકારાય અને તેના અનુગામી કૃષ્ણદેવરાય (કૃષ્ણાજી નાયક) મહારાજા હર્ષવર્ધન પછી પ્રથમ હિન્દુ સમ્રાટ બન્યા હોઈ હિંદુ પ્રજામાં નવું ચેતન આવ્યું હતું. આથી બ્રાહ્મણોએ ફરી વેદ ધર્મના પ્રચાર અને પુનરુદ્ધાર માટે પ્રબળ પ્રયત્નો શરૂ કર્યા. નવા આવેલા મુસ્લિમો-મ્લેચ્છો માટે તે હિંદુ ધર્મમાં કોઈ સ્થાન નહોતું; અને બૌદ્ધો તો આ દેશમાંથી ક્યારના ચાલ્યા ગયા હતા, એટલે પછી એમનો સપાટો જૈનો સામે ચાલ્યો. શંકરાચાર્યના દિગ્વિજય પછી પણ જેનો લાખોની સંખ્યામાં પોતાના ધર્મમાં ટકી રહ્યા હતા. એટલે વૈદિકોએઅને તેમાંય ખાસ કરી નવા જન્મેલા વૈષ્ણવ સંપ્રદાયોએ-એ યુગની હવા પ્રમાણે, જૈનો વિરુદ્ધ જબરી હિલચાલ શરૂ કરી; કારણ કે નાસ્તિક, પાખંડી, વેદબાહ્ય મનાતા જૈનો, હિંદુ રાજ્યમાં અળખામણા થઈ પડ્યા હતા, તેમજ દિગંબર મુનિઓની ઉત્કટ આત્મસાધનાના પ્રતીક રૂપ દિગંબરાણાએ પણ પ્રજામાં ઠીકઠીક વિરોધભાવ પેદા કર્યો હતો. એમણે રાજા પાસે ફરિયાદ કરી કે એવા નાસ્તિક લોકોના સંસર્ગથી પ્રજા ધર્મવિમુક બનતી જાય છે, તો એવા વેદબાહ્ય લોકોને રાજ્યમાંથી દૂર કરવા જોઈએ. અને એ માટે જૈનોની નાસ્તિકતા, અને એમનું પાખંડીપણું સિદ્ધ કરી બતાવવા શાસ્ત્રચર્ચા કરવાની પણ માગણી મૂકવામાં આવી. શાસ્ત્રચર્ચાની વારંવાર કરવામાં આવતી આગ્રહભરી માગણીને વશ થઈને છેવટે મહારાજા બુકારાયે એમની શાસ્ત્રચર્ચા સાંભળવાનું સ્વીકાર્યું. અને જો જૈન પંડિતો પોતાના ધર્મની ઉપયોગિતા, આસ્તિકતા અને પાખંડરહિતપણું પુરવાર ન કરી શકે તો એમની સામે પગલાં લેવાની જાહેરાત એમણે કરી. અષાડ સુદી બીજનો દિવસ શાસ્ત્રચર્ચા માટે જાહેર કરવામાં આવ્યો અને જૈન પંડિતોને પોતાના ધર્મની ઉપયોગિતા સિદ્ધ કરવા આવાહન આપતી દાંડી પણ પિટાવવામાં આવી. કામ બહુ મોટું હતું, જવાબદારી પણ ઘણી મોટી હતી; અને સમય ત્રણેક મહિના જેટલો સાવ ઓછો હતો; એટલે રાત્રે વિજયનગરનો જૈનસંધ તરતજ આ બાબત પર વિચાર કરવા ધર્માગારમાં એકત્ર થયો. શિવસ્વામી, બંસીલાલજી મહારાજ તથા પ્રસિદ્ધ પંડિત બસવેશ્વર જેવા તે તે સંપ્રદાયના સમર્થ વિદ્વાનો સામે ટકી શકે એવો એક પણ પંડિત કે મુનિ સંઘના ધ્યાનમાં નહોતો. એટલે જો એ શાસ્ત્રચર્ચામાં જૈનોનો પરાજય થાય તો સમગ્ર દક્ષિણ ભારતમાંથી હમેશાને માટે જૈનોનો પગ નીકળી જાય, એમ એમને લાગ્યું. વળી દિગંબરપણા સામેના વિરોધમાંથી જન્મેલા લિંગાયત જેવા સંપ્રદાયો તો જૈનોના ખાસ વિરોધી બન્યા હતા તેમજ અન્ય પ્રજાને પણ એમની સામે એજ કારણે અણગમો હતો. આ પરિસ્થિતિમાં કોઈની પણ સાથ મળવો મુશ્કેલ હતો. તેથી સંઘમાં એક પ્રકારની ચિંતા અને ભયની લાગણી પેદા થઈ અને ઘડીભર તો સંઘનાયકો શુન્યમનસ્ક બનીને જ બેસી રહ્યા. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20