________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अगस्त २०१२
આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર
જુન-૨૦૧૨ નો સંક્ષિપ્ત કાર્ય અહેવાલ જ્ઞાનમંદિરના વિવિધ વિભાગોમાં પોત-પોતાના કાર્યો રાબેતા મુજબ ચાલી રહેલ છે. આ કાર્યોમાંથી જુન માસમાં થયેલાં મુખ્ય-મુખ્ય કાર્યોની ઝલક નીચે પ્રમાણે છે. ૧. કલાસ શ્રુતસાગર ગ્રંથ સૂચિ ભાગ ૧૩ માટે હસ્તપ્રત વિભાગમાં કાર્યરત પંડિત મિત્રો દ્વારા ૧૨૦૦ કૃતિઓનું
લિંકીંગ કાર્ય કરવામાં આવ્યું. અત્યાર સુધી ૪૭૦૦ લિંકનું કાર્ય પૂર્ણ થઇ ગયેલ છે. ૨. હસ્તપ્રત વિભાગ હેઠળ ફૉર્મ ભરવા, કયૂટર ઉપર પ્રાથમિક માહિતી ભરવી, ગ્રંથ ઉપર નામ-નંબર
લખવા, રેપર તૈયાર કરવાં, તાડપત્રોની સફાઈ-પૉલિશ, ફ્યુમિગ્રેશન તથા સ્કેનીંગ કાર્ય માટે હસ્તપ્રત ઇશ્યરીસીવ પ્રક્રિયા આદિ રાબેતા મુજબના કાર્યો થયા. ૩. પ. પૂ. રાષ્ટ્રસંત આચાર્ય શ્રીપદ્મસાગરસૂરીશ્વરજી મ. સા. તરફથી જ્ઞાનમંદિરને કુલ ૧૩ હસ્તપ્રતો તથા ૧
ગુટકો ભેટ સ્વરૂપે પ્રાપ્ત થયા. ૪. લાયબ્રેરી વિભાગમાં જુદા-જુદા ૭ દાતાઓ તરફથી ૧૧૫ પુસ્તકો ભેટ સ્વરૂપે પ્રાપ્ત થયાં. પ. આ મહિના દરમ્યાન ૧,૦૭,૮૬૫ રૂ. ની કિંમતના પુસ્તકોની ખરીદી કરવામાં આવી. ૬. લાયબ્રેરી વિભાગમાં ૨૦૬ પ્રકાશનોની સંપૂર્ણ માહિતીનું શુદ્ધિકરણ કાર્ય કરવામાં આવ્યું. ૭. મેગેઝીન વિભાગમાં ૩૨૮ પેટાંકોની સંપૂર્ણ માહિતીઓ ભરવામાં આવી તથા તેની સાથે યોગ્ય કૃતિ લિક
કરવામાં આવી. ૮. આ માસ દરમ્યાન કુલ ૧૪ વાચકોને હસ્તપ્રત તથા પ્રકાશનોના ૩૫૫૪ પાનાની પ્રીન્ટ કોપીઓ ઉપલબ્ધ
કરાવવામાં આવી. આ સિવાય વાચકોને કુલ પ૧૯ પુસ્તકો ઇશ્ય થયાં તથા ૪૬૮ પુસ્તકો જમા લેવામાં
આવ્યાં. ૯. સમ્રા સંપ્રતિ સંગ્રહાલયની ૭૭૬ યાત્રાળુઓ દ્વારા મુલાકાત લેવામાં આવી. ૧૨. હસ્તપ્રત સ્કેનીંગ પ્રોજેક્ટ હેઠળ સચિત્ર હસ્તપ્રતોના ૪૨૩૫ પાના તથા નોર્મલ હસ્તપ્રતોના ૭૨૩૦૫
પાનાઓને સ્કેન કરવામાં આવ્યા. આ સિવાય ૭૪૪ ગ્રંથોની પીડીએફ પ્રોગ્રામમાં લિંક કરવામાં આવી. ૧૧. પાટણમાં નવા તૈયાર થતા સંગ્રહાલય માટે વડોદરા મ્યુઝિયમમાંથી આવેલી ટીમને કેટલાંક ચિત્રો તૈયાર
કરવા અંગે પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી પદ્મસાગરસૂરિજીએ માર્ગદર્શન આપ્યું હતું. ૧૨. શહેર શાખા ગ્રંથાલય (સીટી સેન્ટર લાઇબ્રેરી)માં સાધુ-સાધ્વી ભગવંતો તથા વિદ્વાનો, જિજ્ઞાસુઓને
પુસ્તકોની આપ-લેનું કામ થાય છે તથા તેમને જરૂરી માહિતીઓ પણ પૂરી પાડવામાં આવે છે. ૧૩. શ્રુત સરિતા-બુક સ્ટૉલ દ્વારા જૈન ધાર્મિક સાહિત્ય, જીવન ઘડતર અંગેનું ઉત્તમ સાહિત્ય તેમ જ જૈન
ઉપકરણોનું નિયમિત વેચાણ કરવામાં આવે છે. ૧૪. જ્ઞાનમંદિરની મુલાકાતે આવેલ સાધુ-સાધ્વીજી ભગવંતો, વિદ્વાનો, સ્કૉલરો દ્વારા આપેલા અભિપ્રાયોમાંથી એક વિશિષ્ઠ અભિપ્રાય નીચે પ્રમાણે છે :
આજે આ શ્રુતસાગર સમા સંકુલની સ્પર્શના કરવાનું સર્વ પ્રથમ સૌભાગ્ય પ્રાપ્ત થયું. જૈનશાસનની ભારતીય સંસ્કૃતિની મહામૂલ્યવાન ધરોહર અહીં સંગ્રહિત છે. પુ. આચાર્ય ભગવંતનો અનંત ઉપકાર છે. અહીં સચવાયેલ પ્રાચીન જ્ઞાનખજાનાને બહાર લાવી વર્તમાનકાલીન વિશ્વને નવો પ્રકાશ પ્રાપ્ત કરાવે તેવી પૂરી ગુંજાઈશ છે. આ સંસ્થા તેના ધ્યેયમાં સદાય પ્રગતિશીલ રહે તેવી હાર્દિક શુભકામના.' -જૈન મુનિ ભાસ્કરજીસ્વામી (સ્થાન. જેના લીંબડી અજરામર સંપ્રદાય, સુરેન્દ્રનગર)
For Private and Personal Use Only