________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जून २०१२ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનભંslણ પાટણનો એક આછો પરિચય
(ગતાંકથી આગળ) હસ્તપ્રત જાળવણી અને ગોઠવણી
આ જ્ઞાનભંડારમાં ભોજપત્ર, તાડપત્ર, કાગળ અને કાપડ ઉપર ઇ. સ. ૧૧મી થી ૧૯-૨૦મી સદી દરમ્યાન લખાયેલી હસ્તપ્રતો છે. પ્રાચીન હસ્તપ્રતોની સાચવણી એ એક સમસ્યા છે. આગ, ગરમી, ભેજવાળા હવામાનથી તથા ધૂળના રજકણોથી બચાવવાના હેતુસર ફાયરપ્રુફ ભવનમાં હવાચુસ્ત લોખંડના ૪૦ કબાટોમાં, લાકડાની પેટીઓમાં કાપડ યા કાગળથી વીંટાળીને મૂકવામાં આવે છે. આ ઉપરાંત જંતુનાશક દવાઓનો ઉપયોગ પણ કરવામાં આવે છે. આ બધી પ્રતો ભંડાર મુજબ અનુક્રમ નંબરથી ગોઠવવામાં આવી છે. મુલાકાતીઓ અને સૂચિપત્રો
આ ગ્રંથભંડારોની સમૃદ્ધિને લીધે દેશવિદેશના અનેક સંશોધકો અહીં આવી જ્ઞાનસાધના કરે છે. આ પૈકી કર્નલ જેમ્સ ટૉડ (૧૯૩૨), એલેક્ઝાન્ડર કિન્લોક ફોર્બસ (૧૮૫૩), જી, બુલ્હણ (૧૮૭૩), એફ. ક્લિફોર્ન (૧૮૮૦૮૧), ડૉ. આર. જી. ભાંડારકર, પ્રો. કાથવટે (૧૮૮૩-૮૪), પ્રો. મણિલાલ નભુભાઈ દ્વિવેદી (૧૮૯૨), પી. પીટર્સન (૧૮૯૩), સી.ડી. દલાલ (૧૯૧૪), મુનિ પુણ્યવિજયજી (૧૯૩૯), મુનિ જમ્બવિજયજી વગેરે ઉલ્લેખનીય છે. આ બધા જ વિદ્વાનોએ તૈયાર કરેલા (ટૉડ અને ફોર્બસ સિવાય) રિપોર્ટ્સ, કેટલોગ્સ વગેરે પ્રકાશિત થયેલ છે. સમાપન
ગુજરાતમાં અમદાવાદ, કોબા (ગાંધીનગર), ખંભાત, છાણી, વડોદરા, સુરત, લીંબડી વગેરે સ્થળોએ જ્ઞાનભંડારો જોવા મળે છે. આ પૈકી કેટલાંક સ્થળોએ પાટણની સરખામણીમાં વિપુલ હસ્તપ્રતો સચવાયેલી છે. આમ છતાં ગ્રંથોની પ્રાચીનતા અને વિષયવૈવિધ્યની દૃષ્ટિએ પાટણના ભંડારો પોતાનું આગવું સ્થાન ધરાવે છે. આ ભંડારોનું સર્વેક્ષણ કરતાં પીટર્સને નોંધ્યું છે : “પાટણ જેવું ભારતભરમાં એક પણ બીજું નગર મેં જોયું નથી, તેમ જ એનાં જેવાં આખા જગતમાં માત્ર જૂજ નગરો છે કે જે આટલી ભવ્ય પ્રાચીનતાવાળી હસ્તપ્રતોનો સંગ્રહ અને સંગોપનનું ગૌરવ ધરાવી શકે. આ હસ્તપ્રતો યુરોપની કોઈ પણ વિદ્યાપીઠનો મગરૂબી લેવા લાયક અને ઈર્ષ્યા આવે એવી રીતે સાચવી રાખેલો ખજાનો થઈ શકે તેમ છે.”
મુનિ પુણ્યવિજયજીના શબ્દોમાં “પાટણના જ્ઞાનભંડારની મહત્તા મુખ્યત્વે તેમાં રહેલા અલભ્ય-દુર્લભ પ્રાચીન સાહિત્યને લીધે જ છે. તે છતાં તે પ્રતોની અનેકવિધ લિપિઓનાં પલટાતાં સમયે, તાડપત્રો અને કાગળની વિવિધ જાતિઓ, ત્રિપાઠ, પંચપાઠ, સ્તબક આદિ અનેક પ્રકારની લેખનશૈલીએ હસ્તપ્રતોના વિવિધ આકારો, તેમાં લખાતા અક્ષરાંકો, પ્રતોમાં આલેખાતાં વિવિધ સુશોભનો અને ચિત્રો ઇત્યાદિ દૃષ્ટિએ પણ આ પ્રાચીન જ્ઞાનભંડારો વિદ્વાનોના અધ્યયનના સાધનરૂપ છે.' - જ્ઞાનમંદિરના ટ્રસ્ટીઓ હસ્તપ્રતોનો મહત્તમ ઉપયોગ થાય તે માટે સંશોધકોને યથાશક્ય સહાય કરવા તત્પર છે. ટ્રસ્ટીનું સ્વપ્ન છે કે આ જ્ઞાનમંદિર જ્ઞાનનું સતત વિતરણ અને નિર્માણ કરતું રહે તે માટે જૈન વિદ્યાકેન્દ્રમાં પરિવર્તિત પામે. આપણો શ્રદ્ધા રાખીએ કે આ સ્વપ્ન સાકાર થાય અને પાટણ પુનઃ જૈનવિદ્યાના એક પ્રખર કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત થાય અને અગ્રણી શોધ-સંશોધન તરીકે ખ્યાતિ પામી પોતાની યશપતાકા વિશ્વમાં ફરકાવતું રહે.
સ્થાપત્યકલા અને ગ્રંથસમૃદ્ધિની દૃષ્ટિએ પાટણનું આ એક દર્શનીય સ્થળ છે. પાટણની શોભા છે. પાટણના જૈન સમાજની આ એક અણમોલ સાંસ્કૃતિક વિરાસત છે જે, પટણીઓ માટે ગર્વરૂપ છે. ગ્રંથસંગ્રહની પ્રેરણા આપનાર મુનિ ભગવંતો અને તેમની આજ્ઞાને મૂર્તિમંત કરનાર શ્રેષ્ઠીઓને કોટિ કોટિ વંદન!
આશા સેવીએ કે જ્ઞાનમંદિરની સ્થાપના મૂળભૂત હેતુઓની પરિપૂર્તિ માટે પાટણમાં જૈન વિદ્યાના કેન્દ્રની સ્થાપના થાય અને તેમાં જૈન વિદ્યાવિષયક સંશોધન, અધ્યયન અને અધ્યાપનની શ્રેષ્ઠ વ્યવસ્થા ગોઠવાય.
ઉપરાંત જૈનવિદ્યાનું એક અનુપમ ગ્રંથાલય આકાર લે કે જેમાં જનવિઘા વિષયક તમામ પ્રકારનું સાહિત્ય પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક માધ્યમમાં ઉપલબ્ધ હોય. વિશ્વના કોઈ પણ છેડેથી કોઈ પણ જિજ્ઞાસુ તેની યથેષ્ઠ ઉપયોગ કરી શકે તેટલું સશક્ત. બીજા શબ્દોમાં જૈન વિદ્યાના રાષ્ટ્રીય ગ્રંથાલયનો પર્યાય બની રહે તેટલું સમૃદ્ધ! શ્રદ્ધા રાખીએ કે પાટણના શ્રેષ્ઠીઓ આ દિશામાં અગ્રેસર થશે.
(મિલેનિયમ હિસ્ટ્રી ઑફ પાટણ' ગ્રંથમાંથી સાભાર)
For Private and Personal Use Only