Book Title: Shrutsagar Ank 2012 04 015
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જ્ઞાન ઉત્સવને અંતરના ઉમળકાથી વધાવીએ! લેખ ૧. ગોડીજી પાર્શ્વજિન સ્તોત્ર છેલ્લા ૨૫ વર્ષથી શ્રીમહાવીર જૈન આરાધના કેન્દ્રની અંતર્ગત આચાર્ય શ્રીકૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરમાં આપણા જૈન સંઘના લુપ્તપ્રાય થતા, વિસરાતા જતાં, શ્રુતવારસા રૂપ હસ્તપ્રતોના સંગ્રહ માટે અથાગ પરિશ્રમ પૂર્વક સંનિષ્ઠ પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. જેમાં સમગ્ર ભારતની સંસ્કૃતિ, એનો ઇતિહાસ, એની પરંપરાઓ વિગેરેની વિશદ માહિતી સંગ્રહીત છે. એવી લગભગ ૬૦ લાખ જેટલી હસ્તપ્રતો ભારતના વિવિધ વિસ્તારોમાં સચવાયેલી, સંગ્રહાયેલી છે. ગુજરાતમાં આવી ૨૦ લાખ જેટલી હસ્તપ્રતો હોવાનો એક અંદાજ છે. પરમ પૂજ્ય રાષ્ટ્રસંત આચાર્યશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ.સાહેબે પોતાની વિહાર યાત્રા દરમ્યાન અનેક લોકો સાથે સંપર્ક કરીને પોતાની તમામ સૂઝબુઝ અને શક્તિ વાપરીને મેળવેલી લગભગ ૨ લાખ જેટલી હસ્તપ્રતો દેવર્કિંગણિ ક્ષમાશ્રમણ હસ્તપ્રત ભાંડાગાર હેઠળ સંગ્રહીત કરી છે. એમના વિદ્વાન અને વિચક્ષણ શિષ્ય દિવંગત મુનિશ્રી નિર્વાણસાગરજી મ.સા.ની અપૂર્વ ધીરજ, લગન, મહેનત અને શ્રુતોપાસનાના પરિપાક રૂપે એ હસ્તપ્રતોની પ્રારંભિક સૂચિ અને ઘણી ઉપયોગી માહિતીઓનું સંકલન થયું. પૂજ્ય આચાર્યભગવંતશ્રીના શ્રુતોપાસક શિષ્ય પંન્યાસ શ્રીઅજયસાગરજી મ.સા.ની વિચક્ષણ અને વિલક્ષણ પ્રતિભાના સહારે આ સમગ્ર સંકલનને ગ્રંથસ્થ તથા કોમ્પ્યુટ૨માં સંગ્રહીત કરવામાં આવ્યું અને ત્યારબાદ ઈ. સં. ૨૦૦૩ થી ૨૦૧૦ સુધી કૈલાસ શ્રુતસાગર ગ્રંથસૂચિ શીર્ષક હેઠળ એનું પ્રકાશન પ્રારંભ થયું. અત્યારે કુલ ૮ ભાગ પ્રકાશિત થયા છે. જેમાં ૨૩૯૪૨ હસ્તપ્રતો અને એની સાથે સંલગ્ન ૫૪૨૧૬ જેટલી વિગતો પ્રકાશિત ક૨વામાં આવી છે. ૨૦૧૧-૧૨માં સંપાદિત થયેલ ભાગ ૯ થી ૧૨નું વિમોચન મુંબઈ ખાતે રાષ્ટ્રસંત પૂજ્ય આચાર્ય ભગવંતની નિશ્રામાં શ્રીગોડીજી જૈન દેરાસરના દ્વિ-શતાબ્દી મહોત્સવ પ્રસંગે આયોજીત કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્ય માટે જ્ઞાનમંદિરમાં કાર્યરત ૧૧ જેટલા વિદ્વાન પંડિતમિત્રોએ રાત-દિવસ અત્યંત ધીરજ, લગન અને પરિશ્રમપૂર્વક પોતાની પ્રજ્ઞાનો વિનિયોગ કર્યો છે. જે ખરેખર પ્રશંસનીય, અનુમોદનીય અને ઉદાહરણરૂપ છે. શ્રમણ ભગવાન મહાવીરની શ્રુત પરંપરાને યત્કિંચિત્ રૂપે સુરક્ષિત, સુવ્યવસ્થિત અને સંકલિત કરવાના શ્રુતયજ્ઞમાં નાનકડું યોગદાન પ્રદાન કરવા બદલ જ્ઞાનમંદિર પરિવાર અત્યંત ગૌરવ, હર્ષ અને સંતુષ્ટિની લાગણી અનુભવે છે. મુંબઈમાં ૨૧-૪-૨૦૧૨ના આયોજીત ગ્રંથસૂચિનો વિમોચન સમારોહ સમગ્ર જૈન સંધ માટે આનંદ અને ઉત્સવની ઘટના છે. ઉત્સવ રંગ વધામણા! શ્રુતજ્ઞાનની દિવ્ય વાટે! અનુક્રમ २. ज्ञानमंदिर का ज्ञानयज्ञ 3. गोडीजी पार्श्वनाथ जैन मंदिर की गौरव गाथा ४. कैलास श्रुतसागर ग्रंथसूचि की विशिष्टता ५. आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर, कोबा के बढ़ते चरण ૭. ગ્રંથ પરિચય ૭. વસ્તુપાલ તેજપાલની સખાવોના સોનેરી આંકડા ૮. હસ્તલિખિત પ્રતિઓની લિપિઓ ૯. સમાચાર સાર Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only લેખક આશિષ આર. શાહ એપ્રિલ ૨૦૧૨ डॉ. हेमंत कुमार डॉ. हेमंत कुमार डॉ. हेमंत कुमार કનુભાઈ શાહ બી. વિજય જૈન ડૉ. ભારતીબહેન શેલત વિનય મહેતા, હિરેન દોશી જ હા ર อ 4.3 ૧૪ ૧૮ ૧૯ ૨૦ ૨૪

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28