________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
29
श्रुतसागर
सितम्बर-२०१६ કેટલાંક જૂનાં બાદશાહી ફરમાનો છે એ સનદો તથા ફરમાનોની સંખ્યા હોટી નથી. પરંતુ જે છે તે કેટલેક ભાગે ગુજરાતના ઇતિહાસને ઉપયોગી છે એ સંગ્રહમાંથી એક ફારસી લેખનું ભાષાંતર થોડા વખત પર “ગુજરાતીના દીવાળીના અંકમાં “પેશ્વા સાથેનો એક કરાર” એ મથાળા હેઠળ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ગુજરાતની અર્વાચીન સ્થિતિને લગતો એ કરાર હતો. એ સ્થિતિ જોડે સંબંધ રાખતો એક બીજો લેખ એ સંગ્રહમાંથી મળી આવ્યો છે. જે વખતે જનરલ ગોડાર્ડ (General Goddard)ના હાથમાં અમદાવાદ આવ્યું તે વખતે એણે એક જાહેરનામું પ્રસિદ્ધ કરાવેલું. તે જાહેરનામાની ખરી નકલ ગોડાર્ડની સહી સાથેની એ સંગ્રહમાંથી મળી આવી છે. દરેક વિજયી સેનાપતિ એવી રીતનાં જાહેરનામાં કે ઢંઢેરા પોતાના તાબામાં આવેલી રૈયતના સાન્તવન અર્થે બહાર પાડતા, અને હજી પણ પાડે છે. છેલ્લી મ્હોટી લડાઈ વખતે જર્મનો પણ એવાં જાહેરનામાં ઠેર ઠેર બહાર પાડતા હતા. આ જાહેરનામું ટકું પણ મુદ્દાસર છે.
શાબ આલમ બાદશાહ ગાઝી અમીર ઉદ્દોલા જનરલ ગોડાર્ડ બહાદુર ફતેહજંગ ફીદવી સને ૧૧૯૪ અસલ મુજબ નકલઃ
નથુ (નાનુ) શંકર સુબા વગેરે અમદાવાદની રિયાત, એ શહેરના વતનીઓ તથા ત્યાં રહેનારા અને વસનારા સઘળાને માલુમ થાય
એમ થાઓ કે હવે સૌ લોકોએ ખાતર જમા રાખી પોતાના મકાનમાં રહેવું. અને કોઈ પણ રીતનો અંદેશો કે ડર પોતાની હંમેશની રહેણી કરણી સંબંધે ન રાખતાં રોજના કામકાજમાં મશગૂલ રહ્યા જવું, કારણ કોઈ પણ માણસ તેમને કોઈ રીતની અડચણ કે અટકાવ કરશે નહિ. આ બાબત તેમણે ખાતરી રાખવી, અને આમાં લખ્યા મુજબ હેમણે વર્તવું. લખું તારીખ ૫ મહીનો સફર હી. સ. ૧૧૯૪ તે ગીદીએ બેઠાનો સને ૩૫
(અંગ્રેજીમાં સહી) Thomas Goddard
જાહાંગીર અને શાહજહાંન બાદશાહના વખતમાં અમદાવાદનો જૈન વેપારી, ઝવેરી શાંતિદાસ (કે સતિદાસ) બહુ વગવાલો માણસ થઈ ગયો હોય એમ જણાય છે. એ બાદશાહોના તરફથી એને ઘણાં ફરમાનો મળ્યાં હોય એમ લાગે છે, અને તે સર્વે જૈનધર્મના સિદ્ધાંતોને અનુસરી ચાલનારાઓને દરેક રીતે અડચણમાંથી
For Private and Personal Use Only