________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
SHRUTSAGAR
30
September-2016
મુક્તિ રાખવાને માટે એણે કાઢાવ્યાં છે જીવહિંસાની મના, શિકારનો પ્રતિબંધ, જૈન દહેરાસર તથા ધર્મશાળાઓ વિગેરેના ઉપયોગમાં પરધર્મીઓ તરફથી થતી અડચણોનો અટકાવ, એ આ ફરમાનોની મુખ્ય મતલબ છે. પોતાની હિંદુ રૈયતને હેનો ધર્મ, ત્યેની મરજી મુજબ અબાધિત રીતે પાળવા દેવા માટે હેમાં દરેક રીતે કાળજી દર્શાવવામાં આવી છે.
શેત્રુંજાની આસપાસ જાનવરોની કતલ કે ત્હનો શિકાર ન થાય તથા ત્યાં માછલાં મારવાં કે પકડવાં નહિ, એવો કોઇ ફરમાનથી હુકમ થયો છે, તો કોઈ બીજા ફરમાનથી હિંદુઓની ધર્મની જગા પાસે કોઇ એક મુસલમાન ફકીર ગેરકાયદે દરગાહ બનાવી બેઠો હતો ત્યેને એકદમ ખસી જવાની આજ્ઞા થઈ છે. આ ફરમાનોની ભાષા ફારસી છે ને મજકુરમાં અપક્ષપાતપણું લીટીએ લીટીએ તરી આવે છે. ધર્મ સંબંધી છૂટ હેમાં વાક્યે વાક્યે દેખાઈ આવે છે. એ ફરમાનોમાંથી થોડાંક નમૂનારૂપે આપ્યાં છે.
અ (બીજું ફરમાન)
સોંરઠ સરકાર હાલમાં કામ કરતા તથા ભવિષ્યમાં થનાર અમલદારો જેઓ સુલ્તાનની મહેરબાનીની આશા રાખે છે, તથા તે મહેરબાનીને યોગ્ય ગણાવા માગે છે હેમને માલુમ થાય કે ગૂદ્દે ઉલ્ અકરાન (એક ખેતાબ છે) શાંતિદાસ ઝવેરીએ, સ્વર્ગ સમાન અમારી દરબારમાં એક અરજદાર તરીકે, અરજ કરી જણાવ્યું કે સદરહુ સરકારના તાબાના પરગણામાં મોજે પાલીતાણા નામે એક ગામ આવેલું છે હેમાં હિંદુઓની પૂજાનું એક સ્થાન જેને શેત્રુંજો કહે છે તે આવેલું છે અને ત્યાં આસપાસના માણસોની તીર્થ માટે જાત્રા કરવા આવ-જાવ થયા કરે છે તેથી ઉંચા દરજ્જા અને ઉમદા પીવાલા (બાદશાહ)નો હુકમ કાઢવા તથા પ્રદર્શિત કરવામાં આવે છે કે પાનખર ઋતુની શરૂઆતથી (પીચીઈલ મહીનાથી) મજકૂર મોજો (ગામ) ઉપર જણાવેલા ગૂદ્દે ઉ અકરાનને હમે મહેરબાનીની રાહે ઈનામમાં આપીએ છીએ અને તેથી સૌની ફરજ છે કે, એ ઈનામ હેમણે કબૂલ રાખી કોઈ પણ રીતે તેને હરકત કરવી નહીં. અને આસપાસના માણસો ત્યાં નિશ્ચિંત પણે તીર્થ કરવા આવે જાય, હેમને આ હુકમની રૂએ કોઈ પણ રીતે હરકત હલ્લો કરવો નહિ. લખ્યું તા. ૨૯ મોહોરમ ઉલ્ હરામ મહીનો. ગાદીએ બેસવાનું વર્ષ ત્રીજું.
આ સનંદના ઉપરના ભાગમાં શાહજહાન બાદશાહનાં મહોર ને સિક્કો છે, અને કોઈ અલીતકીખાન મારફત એ મોકલવામાં આવી છે એવું લખ્યું છે.
(વધુ આવતા અંકે....)
For Private and Personal Use Only