Book Title: Shrutsagar 2016 09 Volume 03 04
Author(s): Hiren K Doshi
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir SHRUTSAGAR [28 September-2016 સદાય ન્યાયપ્રિય, ધર્મપ્રિય, અને શાંતિપ્રિય રહ્યા છે. તેમણે અન્યાય અને અનીતિ સામે પથ્યપ્રકોપ પ્રગટાવ્યો છે. સમાજની-પ્રજાની નેતાગીરી કરી છે અને પ્રજાના હિતમાં પોતાનું હિત માની રાજા અને પ્રજા વચ્ચે પુલરૂપ બની દેશભક્તિ અને પ્રજાહિતના કાર્યો કરી પોતાનાં ધર્મસ્થાનોની પણ ખૂબ ખૂબ રક્ષા કરી છે. આ ફરમાનમાં શેઠ હરખા પરમાનંદજીએ સમ્રા જહાંગીરના દરબારમાં અરજી કરી, તે વખતનાં મહાન્ યુગલ જૈનાચાર્યો શ્રી વિજયસેનસૂરિ, શ્રી વિજયદેવસૂરિ અને ખુશફહમ (સારી બુદ્ધિવાળા. ખુશફહમનું બિરુદ બાદશાહ જહાંગીરે સિદ્ધિચંદ્રને આપ્યું છે તેમજ સમ્રાટ અકબરે મંદિવિજયને આપ્યાનું પ્રસિદ્ધ છે. આ મંદિવિજયજી કદાચ તે જ હોય, ખુશફહમ સારી બુદ્ધિવાળા. શ્રી વિજયસેનસૂરિજી જગગુરૂ શ્રી હીરવિજયસૂરીશ્વરજીના મુખ્ય પધર છે. તેઓ પણ સમ્રાટ અકબરની વિનંતિથી લાહોર અકબરને મળ્યા હતા. શ્રી વિજયદેવસૂરિ, શ્રી વિજયસેનસૂરિજીના પટ્ટધર છે. અને સમ્રાટ જહાંગીર તેમને માંડવગઢમાં મળ્યો હતો.) નંદિવિજય તેમનાં ધર્મસ્થાનો ઉપાશ્રયો અને મંદિરોની રક્ષાની માંગણી કરી છે. ધર્મસ્થાનોમાં કોઈ ઊતરે નહીં, આશાતના કરે નહીં અને ધર્મકાર્યમાં દખલ કરે નહીં તેમજ સિદ્ધગિરિ-શત્રુજ્ય તીર્થ ઉપર જતાં યાત્રાળુઓનો કર માફ કરાવ્યો છે. અને આ ફરમાનમાં જણાવ્યા મુજબના દિવસોમાં અહિંસા-અમારી પળાવી છે. મોગલ સમ્રાટ અકબરના દરબારમાં જઈ જગદ્ગુરૂ શ્રી હીરવિજયસૂરિજીએ જૈન શાસનની જે પ્રભાવના કરી, જૈનધર્મનો જે પ્રચાર કર્યો અને જૈન સાધુઓનાં ત્યાગ-તપ-સંયમનો જે પ્રભાવ બેસાડ્યો અને અહિંસા ધર્મની જે ઉદ્ઘોષણા કરાવી; તે માર્ગ તેમના શિષ્ય-પ્રશિષ્યોમાં શ્રાવકોમાં અને અન્ય ગચ્છીય આચાર્યો દ્વારા પણ ચાલુ રહ્યો હતો, જેનાં ફળ આપણે આવાં ફરમાનો દ્વારા જાણી. શકીએ છીએ. આ છયે ફરમાનોનો સાક્ષર શ્રી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીએ કરેલો અનુવાદ, જૈન જનતા માટે ઉપયોગી સમજીને, ગૂજરાતી સાહિત્ય પરિષદના ઇ.સ. ૧૯૨૪ના અહેવાલમાંથી સાભાર લઇ અહીં આપું છું. કેટલાક અપ્રસિદ્ધ જૂના લેખો સંપાદક-શ્રીયુત રા. રા. શ્રી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી ૧. (પહેલું ફરમાન) શ્રી ફોર્બ્સ ગુજરાતી સભાના સંગ્રહમાં કેટલીક જૂની ફારસી સનદો અને For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36