________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सितम्बर-२०१६
27
श्रुतसागर
ચોથું ફરમાન- આ ફરમાનમાં તો તે વખતના મુગલ સમ્રાટોની હિન્દુ જાતિ પ્રત્યે, હિન્દુ ધર્મ પ્રત્યેની નિષ્પક્ષપાત નીતિનું આછું દર્શન બહુ જ સુંદર રીતે થાય છે.
પ્રસંગ એવો છે કે સમ્રાટ્ શાહજહાં દિલ્હીના તખ્ત ઉપર ગાદીનશીન થયો છે. ન્યાય અને નીતિથી ભારતવર્ષનું પાલન કરે છે.
આ વખતે ઔરંગઝેબને ગુજરાતની સૂબાગીરી સોંપાયેલી છે. એના ઝનૂની અને ધર્માંધ સ્વભાવ મુજબ સૂબાગીરીના તોરમાં શેઠ શાંતિદાસે બંધાવેલા એક ભવ્ય જૈનમંદિર ઉપર તેની ધર્માંધતાની ક્રૂર દૃષ્ટિ પડી છે અને ત્યાં થોડી મેહેરાબ (કમાનો) બનાવી તેને મસીદ બનાવી છે. બાદશાહ પાસે આ સંબંધી ફરિયાદ જતાં બાદશાહે મેહેરાબવાળા ભાગ અને જૈન મંદિર વચ્ચે દીવાલ ચણાવી લેવરાવીને જૈન મંદિરમાં પૂર્વવત્ દર્શન પૂજન હક્ક-વ્યવસ્થા શાંતિદાસ શેઠની મરજી મુજબ થાય તેવો હુમક આપ્યો છે, તેમજ કેટલાક ફકીરોએ ત્યાં ધામા નાખ્યા હશે અને મંદિરમાં જતા આવતા ભક્તોને અડચણ કરતા હશે, બાદશાહે તેમને માટે ત્યાંથી ઊઠી જવાનો હુકમ કાઢી મંદિરને અને ભક્તજનોને શાંતિ આપી છે. વળી તે વખતે ‘બાવરી’ જાતના કેટલાક માણસો જૈન મંદિરની ઇમારતનો મસાલો ઉપાડી લૂંટી ગયા છે તે પાછો અપાવવા અને તેમ ન બને તો રાજ્યના ખર્ચે તે મસાલોતેની કિંમત અપાવવાનું સૂચવ્યું છે. પોતાના પુત્રનીયે પરવા કર્યા સિવાય બાદશાહ શાહજાહાંએ કરેલો. આ હુકમ તેની નિષ્પક્ષ વૃત્તિનો અચૂક પુરાવો છે એમાં તો સંદેહ નથી જ. આ ફરમાન ૧૦૮૧ હીજરી સંવતનું છે. ફરમાન ઉપર મહોર સમ્રાટ્ના પુત્ર મહંમદ દારા શકુહની છે.
પાંચમું પરમાન શેઠ શાંતિદાસની મોગલ સમ્રાટ્ના દરબારમાં કેટલી લાગવગ, કેટલું ચલણ હશે તે સૂચવે છે.
શેઠના બાગબગીચા, હવેલીઓ, દુકાનો-પેઢીઓના રક્ષણ માટે આ ફરમાન છે. તેમને, તેમનાં ફરજંદોને કે નોકરોને અડચણ ન પડે; તેમનાં બાગબગીચા, હવેલીઓમાં કોઈ અફસરોના ધામા ન નંખાય, તેમજ તેમની મિલકત જપ્ત ન થાય, અને તેમના નોકરોને ભાડું વગેરે ઉઘરાવતાં કોઈ ડખલગીરી ન કરે તે સંબંધી સખત આજ્ઞા છે.
આ ફરમાન હીજરી સં. ૧૦૪૫નું છે. લેખના ઉપર ભાગમાં મહોર સિક્કો સમ્રાટ શાહજહાંનો છે અને બીજો સીક્કો દારા શકુહનો છે.
છઠ્ઠું ફરમાન આખા જૈન સંઘને લગતું છે. મોગલ સમ્રાટોના દરબારમાં જૈનોનું કેટલું માન હતું તેનું આ ફરમાન આપણને પૂરેપૂરું ભાન કરાવે છે. જૈનો
For Private and Personal Use Only