________________
૮૨ ઃ શ્રીમદ્દ અને ગાંધીજી
વાંચનારને એમ નહીં લાગે કે કયાંયે વિચાર અપૂર્ણ છે કે વાક્યરચના તૂટેલી છે અથવા શબ્દની પસંદગીમાં ખેડ છે. આ વર્ણન સંચમીને વિશે સંભવે.” નીતરતું સત લખાણ
શ્રીમનું લખાણ અધિકારીને સારું છે, બધા વાંચનાર તેમાં રસ નહિ લઈ શકે, ટીકાકારને તેની ટીકાનું કારણ મળશે, પણ શ્રદ્ધાવાન તે તેમાંથી રસજ લૂંટશે. તેમનાં લખાણમાં “સંત” નીતરી રહ્યું છે, એ મને હંમેશા ભાસ આવ્યા છે. તેમણે પિતાનું જ્ઞાન બતાવવા સારૂં એક પણ અક્ષર નથી લખ્યો, લખનારને હેત વાંચનારને પિતાના આત્માનંદમાં ભાગીદાર બનાવવાનું હતું. જેને આત્મકલેશ ટાળ છે, જે પિતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે; તેને શ્રીમદુના લખાણમાંથી બહુ મળી રહેશે એ મારે વિશ્વાસ છે. પછી ભલે તે હિન્દુ કે અન્ય ધમ.” જે અનુભવ્યું તે જ લખ્યું
તેમનાં લખાણોમાં એક અસાધારણતા એ છે કે
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org