Book Title: Shramankriya Sutra Sandarbh Author(s): Prabhanjanashreeji Publisher: Shantilal Chunilal Shah View full book textPage 8
________________ એમ વિચારતાં સમજાશે કે જ્ઞાન કરતાં ક્રિયાનું સ્થાન જરા ય ઉતરતું નથી, એ ઉપરાંત કિયા જ્ઞાનની જેમ ભાડે મળતી નથી. જ્ઞાન તે બીજાનું પણ કામ લાગે છે, ક્રિયા એકની કરેલી બીજાને ઉપકાર કરતી નથી. વળી માતાની જેમ જ્ઞાનને પ્રગટ કરનાર, શુદ્ધ કરનાર, રક્ષણ કરનાર, કે વૃદ્ધિ પમાડનાર, ક્રિયાને જ્ઞાનની માતા તુય પણ કહી શકાય. માટે જ સમિતિ ગુપ્તિને પ્રવચન માતા કહી છે. સમર્થ તત્ત્વવેત્તા (ચૌદ પૂર્વધ) પણ ક્રિયાને અખણ્ડ આરાધે છે. બીજી વાત એ પણ છે કે જ્ઞાનથી દેવ–ગુરૂ કે ધર્મ એ ઉપકારીઓની ઓળખાણ થાય છે, આત્માના જ્ઞાન-દર્શન અને ચારિત્ર જેવાં અમૂલ્ય રતનેની પીછાણ થાય છે, પણ એ ઉપકારીઓની કે જ્ઞાનાદિ રત્નની પ્રાપ્તિ તે ક્રિયા વિના થતી નથી. તે ઉપરાન્ત જ્ઞાન બીજા સામાન્ય જીને અદશ્ય-પક્ષ હોવાથી માત્ર તે આત્માને જ ઉપકાર કરે છે અને ક્રિયા અન્યને પણ પ્રત્યક્ષ હોવાથી સ્વ–પર ઉપકારક છે. અહીં કેઈ કહે કે જ્ઞાન પરને ઉપકાર કરે જ છે, તે સમજવું જોઈએ કે તે ઉપકાર ઉપદેશ દ્વારા કરે છે, સ્વતંત્ર રીતે નહિ, અને એ જ્ઞાનને ઉપદેશ પણ એક ક્રિયા છે, માટે ક્રિયા દ્વારા જ્ઞાન ભલે પરને ઉપકારક હોય, સ્વતંત્રતયા નહિ, જ્યારે કિયા તે બાહ્ય પ્રવૃત્તિરૂપ હોવાથી પ્રત્યક્ષ દેખાય છે, તેથી તેને જોઈને પણ એગ્ય જીવે અનુમોદના–પ્રશંસા વિગેરે કરીને લાભ મેળવી શકે છે. આ સિવાય પણ ક્રિયાની મહત્તા અનેક પ્રકારે ભિન્ન ભિન્ન યુક્તિઓથી સમજી શકાય તેમ છે, પણ અહીં આટલું જ જણાવવું બસ છે.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 372