Book Title: Shramankriya Sutra Sandarbh Author(s): Prabhanjanashreeji Publisher: Shantilal Chunilal Shah View full book textPage 6
________________ પ્રા કથન. જ્ઞાન-ચિળ્યાં મોઢા આત્માને અનાદિ દુખમાંથી છૂટકારે સમજપૂર્વકનાં કર્તવ્ય કરવાથી થાય છે. એ શ્રી જિનેશ્વરદેવને ઉપદેશ છે અને એ કર્તવ્યનું સ્વરૂપ પણ તેઓએ સમજાવ્યું છે. તેને સમજીને જીવનને કર્તવ્યપરાયણ બનાવવું એ દુઃખમાંથી છૂટવાને સારો ઉપાય છે. આ કર્તવ્યરૂપ પુરૂષાર્થ બે પ્રકાર છે. એક જડ સામગ્રી દ્વારા થતે બાહ્ય અને બીજે ચિતન્ય (આત્મગુણે) દ્વારા થતે અભ્યન્તર. જ્ઞાનીઓએ “જ્ઞાન અને કિયા” બેના સંયુક્ત પુરૂષાર્થથી મોક્ષ થાય એમ કહ્યું છે, તેમાં જ્ઞાન ચિત રૂપ છે અને ક્રિયા સ્વરૂપે જડ છે. સંસારી છવાસ્થ છે સઘળા ય જડના (કર્મના) સંગવાળા છે. માટે મૂળસ્વરૂપને પ્રગટાવવા જડ સ્વરૂપ ક્રિયા પણ તેઓને આવશ્યક છે. કારણ કે તત્વષ્ટિએ તે જડ ચિતન્યને કે ચિતન્ય જડને કંઈ કરી શકતું નથી, કિન્તુ જડકિયાથી જડનું બન્ધન તેડી શકાય છે અને જ્ઞાનાદિ ચિતન્યથી આત્માનું જ્ઞાનાદિ શુદ્ધસ્વરૂપે પ્રગટ કરી શકાય છે. એમ બે કાર્યો સાથે થાય છે. વસ્તુતઃ જડથી મુક્તિ સાથે ચૈતન્યનું પૂર્ણ પ્રગટીકરણ અથવા ચિતન્યના સંપૂર્ણ પ્રગટીકરણ સાથે જડથી સર્વથા મુક્તિ, એ જ મેક્ષ છે. એકલી જડની મુક્તિ કે એક ચિતન્યને પ્રાદુર્ભાવ થત નથી. જેમ દિવસની સમાપ્તિએ જ રાત્રી, અને રાત્રીને પ્રારમ્ભ એ જ દિવસની સમાપ્તિ છે, તેમ અને જડથી મુક્તિ એ જ ચિતન્યને પ્રાદુર્ભાવ અને ચિત્યનને પ્રાદુર્ભાવ એ જ જડથી મુક્તિ છે.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 372