Book Title: Shramankriya Sutra Sandarbh Author(s): Prabhanjanashreeji Publisher: Shantilal Chunilal Shah View full book textPage 7
________________ આટલું સમજ્યા પછી કેવળ જડક્રિયાને આગ્રહ કે માત્ર જ્ઞાનને પક્ષ ટકી શકતું નથી. પન્થ કાપવામાં પગ અને ચક્ષુ બેને સહકાર આવશ્યક છે. પંગુ દેખવા છતાં અને અન્ય ચાલવાની શક્તિવાળે છતાં એકલે ઈષ્ટ સ્થળે પહોંચી શકતું નથી, પરસ્પરના સહકારથી પહોંચી શકે છે, અહીં પણ જ્ઞાન અને ક્રિયા બન્નેના સહકારથી મુક્તિરૂપ કાર્ય સિદ્ધ થઈ શકે છે. ' એમ છતાં શાસ્ત્રમાં ક્રિયાની મહત્તા કરતાં જ્ઞાનની મહત્તા ઘણી બતાવેલી છે, જ્ઞાનને સૂર્ય સમાન અને ક્રિયાને ખજુઆ તુલ્ય કહી છે, તે પણ સત્ય છે. કિંતુ તેમાં અપેક્ષા જ્ઞાનના વિષયમાં જ્ઞાનનું પ્રાધાન્ય ભલે હોય, તેથી ક્રિયાનું પ્રાધાન્ય ઘટતું નથી, ક્રિયાના વિષયમાં ક્રિયાનું મહત્ત્વજ્ઞાનના જેટલું જ છે. માથાના મુગટની કિંમત ભલે ગમે તેટલી મોટી હોય પણ પગરખાંનું કામ મુગટ કદી કરી શકે નહિ, પાઘડીની કિંમત ભલે ગમે તેવી મેટી હેય પણ લગેટનું (લજા ઢાંકવાનું કામ તે કરી શકે નહિ, કેડોની કિંમતને હીરે પણ અટવીમાં લાગેલી સખ્ત તૃષા વખતે જીવાડનારા પાણીનું કામ કરી શકે નહિ, સૂર્ય તીવ્ર અન્ધકારને નાશક છતાં ભેંયરાના અન્ધકારને ટાળનાર દીપકનું કાર્ય તે કરી શકે નહિ, તેમ જ્ઞાન પણ ગમે તેટલું સમર્થ છતાં કર્મોને (જડને) નાશ કરનારી ક્રિયાની ખોટ પૂરી શકે નહિ. હા, ક્રિયાના સહકારથી જ્ઞાન આત્મસ્વરૂપને પ્રગટાવી શકે, પણ એમ તે જ્ઞાનના સહકારથી ક્રિયા પણ જડનાં બનને સમૂળ નાશ કરી જ શકે છે.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 372