Book Title: Shramankriya Sutra Sandarbh
Author(s): Prabhanjanashreeji
Publisher: Shantilal Chunilal Shah

Previous | Next

Page 11
________________ પર અપકાર પણ કરે છે. માટે જ ક્રિયાના વિધિને અખન્ડ સાચવવું જરૂરી છે. શ્રીવીતરાગ કથિત આત્મહિતનાં અનુષ્ઠાનેને મનસ્વીપણે જે જેમ ફાવે તેમ કરે તેને જ્ઞાનીઓએ વિરાધક કહ્યો છે, કારણ કે તેનું અનુકરણ કરતાં પરમ્પરાએ ક્રિયાનું મૂળરૂપ બદલાઈ જાય અને એમ અનવસ્થા ઉભી થાય, મિથ્યાત્વ પણ વધે અને જિનાજ્ઞાને ભર્ગ પણ થાય. ઈત્યાદિ શાસનને મેક્ષમાર્ગને ઘણે ધકકો લાગે. એ પણ સમજવાનું છે કે જ્ઞાનની જેમ ક્રિયા એ કેઈ એક વ્યક્તિનું ધન નથી, કિન્તુ ભવ્ય જીને મેશનગર જવા માટેની મહાપુરૂષોએ બાંધેલી અને સાચવેલી સુન્દર સડક છે, સડક ઉપર ચાલવાને અધિકાર હોય પણ તેને તેડવાને કે મનસ્વી ઉપયોગ કરવાને અધિકાર કેઈને ન હોય, તેમ કિયા-અનુષ્ઠાન આચરવાનો આત્માર્થી જીવને અધિકાર છે, કિન્તુ તેને વિરોધ કે મનસ્વી ઉપગ કરવાને કઈને અધિકાર નથી. પૂર્વના મહર્ષિઓએ એવા પ્રસંગ ઉભા થતાં મનસ્વી-આગ્રહી આરાધકોની ઉપેક્ષા કરી છે, પણ વિધિને ધકકો પહોંચવા દીધું નથી. હા, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રિને ક્રિયામાં ફેરફાર કરવાનું વિધાન છે, પણ તે કઈ એક વ્યક્તિ કે પક્ષને નહિ, શ્રમણસડઘ શાસનના અને આરાધક આત્માઓના હિતાહિતને વિચાર કરી પ્રમાદાદિ શત્રુઓથી ભવ્યાત્માઓનું રક્ષણ થાય અને જિનકથિત અનુષ્ઠાનના તેઓ આરાધક બની શકે એ રીતે તેમાં ફેરફાર કરી શકે છે. મનસ્વી ક્રિયાને કરનારાઓ અને તેમાં સહાય કરનારાઓ શાસનને કેવું અહિત કરે છે તે સમજાવવા માટે શાસ્ત્રમાં કહેલું શ્રીકૃષ્ણજીની ભેરીનું દૃષ્ટાન્ત વિચારવા લાયક છે.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 372