Book Title: Shraman Kriyana Sutro Sarth
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 11
________________ એ જ દિવસની સમાપ્તિ છે તેમ. અને જડથી મુક્તિ એ જ ચૈતન્યના પ્રાદુર્ભાવ અને ચૈત્યનના પ્રાદુર્ભાવ એ જ જડથી મુક્તિ છે. આટલુ` સમજ્યા પછી કેવળ જડ ક્રિયાના આગ્રહ કે માત્ર જ્ઞાનના પક્ષ ટકી શકતા નથી. પન્થ કાપવામાં પગ અને ચક્ષુ એના સહકાર આવશ્યક છે. પશુ દેખવા છતાં અને અન્ય ચાલવાની શક્તિવાળા છતાં એકલા ઇષ્ટ સ્થળે પહેાંચી શકતા નથી, પરસ્પરના સહકારથી પહેાંચી શકે છે; અહી પણ જ્ઞાન અને ક્રિયા ખન્નેના સહકારથી મુક્તિરૂપ કાર્ય સિદ્ધ થઈ શકે છે. એમ છતાં શાસ્ત્રમાં ક્રિયાની મહત્તા કરતાં જ્ઞાનની મહત્તા ઘણી બતાવેલી છે, જ્ઞાનને સૂર્ય સમાન અને ક્રિયાને ખજીઆ તુલ્ય કહી છે, તે પણ સત્ય છે. કિન્તુ તેમાં અપેક્ષાએ જ્ઞાનના વિષયમાં જ્ઞાનનુ પ્રાધાન્ય ભલે હાય, તેથી ક્રિયાનુ પ્રાધાન્ય ઘટતુ નથી; ક્રિયાના વિષયમાં ક્રિયાનુ મહત્ત્વ જ્ઞાનના જેટલું જ છે. માથાના મુગટની કિ`મત ભલે ગમે તેટલી માટી હાય, પણ પગરખાંનુ કામ મુગટ કી કરી શકે નહિ; પાઘડીની કિંમત ભલે ગમે તેવી માટી હાય પણ લંગોટનુ' (લજ્જા ઢાંકવાનુ) કામ તે કરી શકે નહિ; ક્રોડાની કિંમતના હીરા પણુ અટવીમાં લાગેલી સખ્ત તૃષા વખતે જિવાડનારા પાણીનુ કામ કરી શકે નહિ; સૂર્ય તીવ્ર અન્ધકારને નાશક છતાં ભાંયરાના અન્ધકારને ટાળનાર દીપકનુ કાર્ય તે કરી શકે નહિ; તેમ. જ્ઞાન પણ ગમે તેટલુ સમર્થ છતાં કર્મોને (જડને) નાશ કરનારી ક્રિયાની

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 376