________________
- જરૂરી “વિવેક આપણને એમણે શીખવ્યો છે. સંપત્તિનો અભાવકે અલ્પતા બહુબહુ તો જીવને 3 ન દુ:ખી બનાવી દે છે પણ, વિવેકનો અભાવકે વિવેકની અલ્પતા તો જીવને પાપી બનાવી દે
છે. દુ:ખ આત્માને માટે દુર્ગતિ જ સરજે એવો કોઈ ફાયદો નથી જ્યારે પાપ આત્માને માટે સદ્ગતિના તે દરવાજા બંધ કરી દે છે એમાં કોઈ શંકા નથી. તેથી પાપથી બચાવે, પાપના રસ્તેથી પાછાવાળે અને :: છેવટે પાપથી મુક્ત કરે એ જ ઉપકાર મહત્ત્વનો
આવા સાચા સુખના નિધાનભૂત વિવેકનું દાન કરનાર દેવ ગુરુ ધર્મના ઉપકારની તોલે આ જગતનો કોઈ જ ઉપકાર આવે તેમ નથી. અને એટલે જ તો પૂજ્યપાદ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે સભ્યત્વના સડસઠ બોલની સક્ઝાયમાં કહી દીધું: “સમકિતદાતા ગુરુ તણો પચ્ચેવયાર ન થાય, ભવકોડાકોડે કરી, કરતાં સર્વ ઉપાય.
સમર્થ સિદ્ધાંત સંરક્ષક-પ્રભાવક સુવિશાલગચ્છાધિપતિ વ્યાખ્યાનવાચસ્પતિ પૂજ્યપાદ નર આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા જેવા મહાન સૂરિ પુરંદરના અને તેઓશ્રીના
આજ્ઞાવર્તિ–નિશ્રાવર્તિ પૂજ્યોના સત્સમાગમ કલ્પનેશભાઈ અરિહંત જેવા ઉચ્ચ કોટિના દેવ અને
નિગ્રંથ ગણાતા પૂજ્ય ગુરુભગવંતોના અને સૂક્ષ્મ અહિંસાપ્રેરક જૈન ધર્મના ઋણમાંથી મુક્ત બનવા કોડ અનુપમ ભક્તિ કરે છે. શ્રીપાલનગર જિનાલયમાં બારે માસ શુદ્ધ ઘીના દીપકની રોશની દ્વારા ના દીપક પૂજાના ફળ – કેવળજ્ઞાન ગુણને પ્રગટ કરવા તત્પર છે. તદુપરાંત પ્રતિદિન ભક્તિસભર હૈયે, પરમાત્મ ભક્તિ દ્વારા આઠેય કર્મોની જાળને શિથિલ કરી રહ્યા છે.
વિ.સં. ૨૦૫૪ ફાગણ સુદ ૧૩નાશ્રી સિદ્ધગિરિની છ ગાઉની યાત્રામાં સાધર્મિક ભક્તિના પાલોનો એક્લાએ સંપૂર્ણ લાભ મેળવી હજારો યાત્રિકોનાહિયે પરમાત્માના શાસનની શાન પ્રજ્વલિત કરવા કટિબદ્ધ બનેલા.
મુંબઈથી ત્રણ સ્પેશીયલટેનો દ્વારા લગભગ ચાર હજાર યાત્રિકો તેમજ અન્ય અનેક સ્થળેથી તો બસ દ્વારા આવેલા યાત્રિકોની સંખ્યાલગભગ ચાલીસ હજાર જેટલી હતી. ફાગણ સુદ તેરસ મંગળવારે કે
દાદાને ભારોભાર સોનાના વરખની દિવ્ય અંગરચના, શ્રીમતી બીનાબેન કલ્પનેશભાઈ જરીવાળાએ પોતાની રકમમાંથી બનાવેલો ત્રણસો ત્રીશ ગ્રામ સુવર્ણનો હાર દાદાને ચઢાવ્યો, જય તળેટીએ સર્વ
પ્રથમ યોજાયેલી મહાપૂજામાં ચોવીશ તોલા સુવર્ણનો વરખ વપરાયો, મોટા મોટા વેવીશ પાલોમાં છે: અનેક પ્રકારની વિશિષ્ટ ખાદ્ય સામગ્રીથી સાધર્મિકોની ભક્તિ કરાઈ. દરેકને પ્રભાવના રૂપે દ્રાક્ષની :
પેટી અર્પણ કરાઈ. જરીવાળા પરિવારના રોમેરોમે વસેલા “સૂરિરામ'ના આકર્ષક ગુરુમંદિર પાસે સુશ્રાવક કલ્પનેશભાઈએ ગદ્ગદ્ કંઠે વંદના કરી વ્યવસ્થા માટે ખીસ્સામાં રાખેલાં ૫૦૦ની નોટોના જેટલાં પણ બંડલ હતાં તે બધાં જ ગુરુપૂજનરૂપેધરી અપૂર્વગુરુભક્તિપ્રદર્શિત કરી હતી. જરીવાળા પરિવારના આ ઉજ્જવળ સુકૃતની યશોગાથા જનજનના હૈયે વસી ગઈ હતી. આવી અપૂર્વતીર્થભક્તિ કરી જરીવાળા પરિવારે ખરેખર સમકિતને નિર્મળ કર્યું અને હજારો જીવોના હૃદયમાં બોધિબીજનું