________________
જિwww
ભાવાનુવાદકારના ભાવોની
અભિવ્યક્તિ
લગાતાર પાંચ ચાતુર્માસમાં વ્યાખ્યાનમાં શ્રાદ્ધવિધિ ગ્રંથનું વાંચન કર્યું. એ Sજ દરમિયાન એકવાર શ્રાદ્ધદિનકૃત્યનું નિરીક્ષણ કર્યું. એગ્રંથને જોયા પછી વિચાર આવ્યો
કે આ ગ્રંથમાં ૨૮ દ્વારોથી વ્યવસ્થિત રીતે શ્રાવકના દૈનિક કર્તવ્યોનું વર્ણન છે. આથી
ચાતુર્માસમાં આ ગ્રંથના માધ્યમથી વ્યાખ્યાન વાંચવામાં આવે તો વિશેષ લાભ થાય. આ પણ શ્રાદ્ધવિધિવગેરે ગ્રંથોમાં જણાવેલા અનેક પદાર્થો આમાં નથી તેથી મેંશ્રાદ્ધવિધિ ક વગેરે ગ્રંથોમાં જણાવેલા કેટલાક બહુઉપયોગી પદાર્થો આમાં આવી જાય તેવા વિવેચન
સહિત આ ગ્રંથનો ભાવાનુવાદ કરવાનો નિર્ણય ક્ય. સાથે એ પણ વિચાર આવ્યો કે આ ગ્રંથ સાધારણ ખાતાની રકમમાંથી પ્રકાશિત થાય એ હિતાવહ છે. આથી હું શ્રુતભક્તિનો લાભ લેનારા શ્રાવકો તૈયાર થાય તેવો પ્રયત્ન કરવાના વિચારમાં હતો. જાણે મારા આ વિચારોનો પડઘો સુશ્રાવક કલ્પનેશ બાબુભાઈ જરીવાળાના હૃદયમાં
પડ્યો હોય તેમ તેમણે મને શ્રુતભક્તિનો લાભ આપવા વિનંતી કરી. મેંતુરત એમની Yછે વિનંતીનો સ્વીકાર કર્યો. પરિણામે આજે આ ગ્રંથ ચતુર્વિધ સંઘના કરકમલોને ર ' શોભાવનારો બન્યો છે.
શ્રાદ્ધદિનકૃત્ય ગ્રંથ ઉપર એક સ્વોપ સંસ્કૃત ટીકા છે, અને બીજી અવસૂરિ જ છે. તેમાં સ્વપજ્ઞ ટીકા બહુજ મોટી છે તથા કેટલાક સ્થળે ટીકામાં ગહન પદાર્થો લીધા
છે, જે શ્રાવકોને સમજવા કઠીન પડે. અવચૂરિ સંક્ષિમ છે. પ્રસ્તુત પુસ્તકમાં અવચૂરિનો W7 ભાવાનુવાદ આપવામાં આવ્યો છે. અવચૂરિના કર્તાનું નામ વગેરે જાણી શકાયું નથી. જ જ અવસૂરિમાં ઘણા સ્થળે શબ્દપ્રયોગો સ્વોપજ્ઞટીકાને મળતા આવે છે. એથી સંભવ છે કે અ૪ કે અવચૂરિકારે સ્વોપજ્ઞ ટીકાના આધારે જ થોડા ફેરફાર સાથે અવચૂરિની રચના કરી V હોય, અને એથી જ કર્તા તરીકે પોતાના નામનો ઉલ્લેખ નક્ય હોય. મૂળ ગ્રંથકારનો , જ પરિચય આ જ પુસ્તકમાં અલગ આપવામાં આવ્યો છે.
આ પ્રસંગે મારા ઉપકારીઓ સિદ્ધાંત મહોદવિ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય R