Book Title: Shraddhdin Krutya Sutram Author(s): Rajshekharsuri Publisher: Arihant Aradhak Trust View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्राद्धदिन ooooooooooooooooooo | આથી આચાર્ય દેવેન્દ્રસૂરિનો શિષ્ય પરિવાર સં. ૧૩૧૯માં ખંભાતમાં લઘુ પોષાળના નામે પ્રસિદ્ધ પામ્યો. “લઘુપોષાળ એ હું વાસ્તવમાં તપાગચ્છનું જ નામાન્તર છે. ગચ્છભેદ- આચાર્ય વિજયચંદ્રસૂરિનો શિષ્ય પરિવાર મોટી પોષાળમાં જેમનો તેમ શિથિલ બની રહ્યો. આ શિથિલ આચારના કારણે સં. ૧૩૧૯માં ખંભાતમાં જ તપાગચ્છની મૂળ શાખાથી બીજી જુદી શાખા વડીપોષાળના નામથી અસ્તિત્વમાં આવી. આ સમયે મૂળ શાખાનું બીજું નામ તપાગચ્છ લઘુપોષાળ, લહુડીપોષાળ, લોઢી પોષાળ પડ્યું. આચાર્યદેવેન્દ્રસૂરિના વ્યાખ્યાનમાં સંવેગ, ત્યાગના અમોઘ રસવાળો શાંતરસનો પ્રવાહ વહેતો હતો. તેઓ ખંભાતના હિત કરી ચોકમાં રહેલા “કુમારપાલ વિહારના ઉપાશ્રયમાં’ ધર્મોપદેશ દેતા હતા. મહામાત્ય વસ્તુપાલ તેમને વંદન કરવા આવ્યો ત્યારે ની આચાર્ય મહારાજે ચાર વેદ ઉપર વ્યાખ્યાન આપ્યું. જેમાં જેન અને જૈનેતર દર્શન સંબંધી સિદ્ધાંતોનું તલસ્પર્શી નિરુપણ કર્યું. મહામાત્ય વસ્તુપાલ વ્યાખ્યાનમાં સામાયિક લઇને બેઠેલાઓને “મુહપત્તિની પ્રભાવના' કરી. લગભગ ૧૮૦૦ મુહપત્તિઓ ત્યારે તેમણે વહેંચી. (ગુર્નાવલી-શ્લો. ૧૧૪) પટ્ટધર આચાર્ય મહારાજ ત્યાંથી વિહાર કરતા પાલનપુર પધાર્યા. આચાર્ય મહારાજે અહીં સંઘની વિનંતીથી સં. ૧૩રરમાં - પાલનપુરમાં પલ્લવિયા પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં ઉપાધ્યાય વિદ્યાનંદગણિને આચાર્યપદ અને પંન્યાસ ધર્મકીર્તિને ઉપાધ્યાયપદ આપ્યું. આ સમયે મંદિરના મંડપમાં કેસરની દેવી વૃષ્ટિ થઇ. લોકમાં આશ્ચર્ય અને આનંદ ફેલાયો. આચાર્યશ્રીએ આચાર્ય વિદ્યાનંદસૂરિને ગુજરાતમાં વિચરવાની આજ્ઞા આપી. અને પોતે સં. ૧૩૨૪માં વિહાર કરતાં કરતાં ફરીવાર માળવા પધાર્યા. સંભવ છે કે, તેમણે ઉપાધ્યાય ધર્મકીર્તિને માળવાના વિહારમાં પોતાની સાથે રાખ્યા હોય. 200oodboobodoodbodoodoo oooooooooooooooooooooo III Podoodoodoodo For Private and Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 218