Book Title: Shraddhdin Krutya Sutram Author(s): Rajshekharsuri Publisher: Arihant Aradhak Trust View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्राद्धदिन० ગ્રંથભંડાર બનાવ્યો. તેઓ ત્યારબાદ સં. ૧૩૦૭માં થરાદ પધાર્યા. ત્યાં તેમને આચાર્ય મહેન્દ્રસૂરિ મળ્યા. ત્યાર બાદ આચાર્ય- 13મ સૂત્રમ્ દેવેન્દ્રસૂરિ માળવા તરફ વિહાર કરી ગયા, અને લગભગ ૧૨ વર્ષે ગુજરાત પધાર્યા. આ બાર વર્ષના ગાળામાં આચાર્ય વિજયચન્દ્રસૂરિ ખંભાતમાં ચૈત્યવાસીઓની પાસત્યાવાળી ‘વડીપોષાળ'માં રહ્યા. ત્યાં તે ચૈત્યવાસીઓ સાથેનો મીઠો સંબંધ, શ્રાવકો પ્રત્યેનો ગાઢ પ્રેમ અને ઋદ્ધિગારવથી શિથિલાચારી-પ્રમાદી બની ગયા હતા. તેમણે આચાર્ય દેવેન્દ્રસૂરિની આજ્ઞા' છોડી, પોતાનો સ્વતંત્ર ગચ્છ બનાવ્યો. આચાર્ય દેવેન્દ્રસૂરિ પોતાના સંવેગી પરિવાર સાથે ગુજરાતમાં આવ્યા, અને સં. ૧૩૧૯માં ખંભાત પધાર્યા. આચાર્ય | વિજયચંદ્રસૂરિએ ગર્વના ઘેનમાં તેમનો વિનય-સત્કાર કર્યો નહીં, તેમજ શિથિલાચાર પણ છોડ્યો નહીં. આચાર્યદેવેન્દ્રસૂરિએ “આ | શિથિલાચારીઓની વડીપોષાળમાં ઊતરવાનું ઉચિત ન ધાર્યું. અને બીજા સ્થાનમાં ઊતરવાનો વિચાર કર્યો. આ રીતે સં. ૧૩૧૯માં બે ગુરુભાઇઓ વચ્ચે ખંભાતમાં ભેદ પડ્યો. ઘણા વિચારશીલ શ્રાવકોને “આ બંને આચાર્યો વચ્ચે ભેદ પડે” તે ઠીક ન લાગ્યું. સંગ્રામ સોનીના પૂર્વજ “સોની સાંગણ ઓસવાલે” આ બંને શાખામાં કયી શાખા સાચી છે ? તેનો | નિર્ણય કરવા તપસ્યા કરી, પ્રત્યક્ષપ્રભાવિ જિનપ્રતિમાની સામે ધ્યાન ધર્યું. શાસનદેવીએ સાંગણ સોનીને જણાવ્યું કે, “આચાર્યદેવેન્દ્રસૂરિ યુગોત્તમ આચાર્ય પુંગવ છે. તેમની જ ગચ્છપરંપરા લાંબા કાળ સુધી ચાલશે, માટે તારે તેમની ઉપાસના કરવી.'' (ગુર્વાવલી ગ્લો. ૧૩૭-૧૩૮) સંગ્રામ સોની ભીમદેવ ત્યાગ અને સંયમમાર્ગની તરફેણ કરતો હતો. તેણે આચાર્ય દેવેન્દ્રસૂરિને નાની પોષાળમાં ઉતાર્યા. წიწიწიიიიიიიიიიიიიიიიიიიიიი //BIL For Private and Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 218