Book Title: Shraddhavidhi Prakaran
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Parivar Trust

View full book text
Previous | Next

Page 13
________________ ૧. આર્દ્રકુમારાદિની જેમ રાગ-દ્વેષ વિનાનો મધ્યસ્થ જીવ ધર્મને યોગ્ય જાણવો. આ થઇ ભદ્રક પ્રકૃતિ ગુણની વાત. ૨. વિશેષ-નિપુણમતિ-તે વિશેષજ્ઞ :- જેની બુદ્ધિ વિશેષથી ચાલે, તે વિશેષજ્ઞ. અથવા હેયછોડવા યોગ્ય અને ઉપાદેય - ગ્રહણ કરવા યોગ્ય વચ્ચેના અંતરને પારખવામાં નિપુણ-કુશળ બુદ્ધિવાળો વિશેષજ્ઞ છે. ઉપર બતાવેલા ગામડિયાના દૃષ્ટાંત જેવો મૂઢ હોય, તે તો ધર્મ માટે અયોગ્ય જ છે. ૩ ન્યાયમાર્ગ રતિ:- ન્યાય (આગળ વ્યવહાર-શુદ્ધિ અધિકારમાં કહેવાશે તે) માર્ગમાં રતિ (પ્રીતિ) જેને હોય અને અન્યાયમાર્ગે જરા પણ રતિ ન હોય, તે પણ ધર્મને યોગ્ય જાણવો. ૪ દૃઢનિજવચનસ્થિતિ :- દઢ (આકરી) પણ શિથિલ નહીં, એવી નિજ (પોતાની) વચનસ્થિતિ (પ્રતિજ્ઞા) જેની છે. એ પણ ધર્મને યોગ્ય જાણવો. આ ચાર ગુણોના સૂચનથી આગમમાં કહેવાયેલા શ્રાવકના એકવીશ ગુણો પણ અહીં સમજી લેવાના. (શ્રાવકના એકવીશ ગુણો આ છે) (૧) અક્ષુદ્ર - વિશાળ હૃદયવાળો (ઉદાર અને ગંભીર) (૨) રૂપવાનું - પાંચ ઇંદ્રિયોથી સંપૂર્ણ, (બોબડો, લૂલો પાંગળો ન હોય એવો); (૩) પ્રકૃતિસૌમ્ય - સ્વભાવથી જ પાપ કાર્યોથી દૂર રહેનારો તથા નોકરો જેની સેવા સરળતાથી કરી શકે એવો હોય (પણ દૂર સ્વભાવ ન હોય); (૪) લોકપ્રિયદાન, વિનય, શીલ-સદાચારવાળો હોય (૫) અક્રૂર – અક્લિચિત્ત અદેખાઇ વગેરેથી રહિત હોય (૬) ભીરુ - પાપ અને અપયશથી ડરવાવાળો. (૭) અશઠ - બીજાને નહીં છેતરવાવાળો (૮) સદાક્ષિણ્ય બીજાની પ્રાર્થના - વિનંતીને નહીં નકારવાવાળો પ્રાર્થનાભંગભીરુ (૯) લજ્જાળું અકાર્યવર્જક, (અકાર્ય કદી નહીં કરે); (૧૦) દયાળુ - જીવો પ્રત્યે અનુકંપાવાળો; (૧૧) મધ્યસ્થ - રાગદ્વેષ રહિત. તેથી જ સૌમ્યદૃષ્ટિ, મધ્યસ્થ – સોમદષ્ટિ બંને ગુણ એક જ છે. જે મધ્યસ્થ છે તે જ ધર્મના યથાર્થ સ્વરૂપને જાણતો હોવાથી દોષોનો ત્યાગ કરે છે ને તેથી સોમદૃષ્ટિ બને છે. (૧૨) ગુણરાગી - ગુણવંતનો જ પક્ષ લે. અવગુણીની ઉપેક્ષા કરે; (૧૩) સત્કથ - સત્ - ધર્મયુક્ત કથા - વાતો જ જેને ઇષ્ટ છે, તે સત્કથ: (૧૪) સુપયુક્ત - સુશીલ, અનુકુળ પરિવારવાળો: (૧૫) સુદીર્ઘદર્શી - બધા કાર્યોમાં ભવિષ્યમાં આવનારા પરિણામને જોઇ શકતો હોવાથી જે છેવટે બહુ લાભ અને અલ્પ વ્યયવાળું હોય, તેવા જ કાર્ય કરવાવાળો; (૧૬) વિશેષજ્ઞ – પક્ષપાતરહિત હોવાથી ગુણ-દોષનું અંતર સમજી શકે એવો; (૧૭) વૃદ્ધાનુગ-આચારવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને વયોવૃદ્ધ એ ત્રણે વૃદ્ધોની સેવા કરવાવાળો; (૧૮) વિનીત - અધિક ગુણીનું બહુમાન કરનારો; (૧૯) કતજ્ઞ - બીજાએ કરેલા ઉપકારને યાદ રાખનારો; (૨૦) પરહિતાર્થકારી - ઇચ્છા-અપેક્ષા વિના પરોપકાર કરવાવાળો.; (૨૧) લબ્ધલક્ષ - ધર્મકાર્યોમાં નિપુણ થયેલો. આ ગુણોવાળો ધર્મરત્નને યોગ્ય છે. આ ગ્રંથના કર્તાએ બતાવેલા મુખ્ય ચાર ગુણોમાં ઘણું કરીને આ બધા ગુણોનો સમાવેશ થઇ શકે છે. તે આ રીતે : (ચારમાં એકવીશનો સમાવેશ) પહેલા ભદ્રકપ્રકૃતિ ગુણમાં: ૧) અક્ષદ્રપણું ૨) પ્રકૃતિસૌમ્યતા ૩) અક્રુરત ૪) સદક્ષિણત્વ શ્રાદ્ધવિધિ પ્રકરણ ૦૫

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 291