________________
૪
શિલ્પ રત્નાકર
[ પ્રથમ રાજ परमाणुरिति प्रोक्तो रेणुश्चैव तदष्टभिः ॥ रेण्वष्टभिश्च केशाग्रः केशाग्राष्टा च लिक्षिका ॥६॥ लिक्षा यूका यवैश्चैव चाष्टगुणैर्मतोऽङ्गुलः ॥
गायत्र्याक्षरसंख्यैश्च हस्तः स्यात्शुभलक्षणः ॥७॥ સૂર્યોદય થયા પછી ગૃહાદિના જાળીયામાંથી સૂર્યનાં જે કિરણે આપણી દષ્ટિએ પડે છે અને તેમાં જે સૂમ રજકણ જોવામાં આવે છે તેને પરમાણુ કહે છે. એવાં આઠ પરમાણુ મળી એક રેણુ થાય છે. આઠ રેણુને એક કેશાચ, આઠ કેશાગ્રની એક “લિફા” (લીખ), આઠ લિક્ષાની એક ચૂકા” (“જુ), આઠ યુકાને એક આડો થવ’ (નવ) અને આઠ યવને એક “અંગુલ” (આંગળ) થાય છે. ગાયત્રી મંત્રના અક્ષરો વીસ છે તેથી તેટલી સંખ્યાવાળો અર્થાત્ વીસ આગળને એક ‘હસ્ત' (ગજ) થાય છે, તે શ્રેષ્ઠ છે. પ, ૬, ૭
रक्तचंदनकाष्ठस्य मधूकखदिरौ तथा ॥
वंशजो धातुजः कार्यः शिल्पशास्त्रविशारदैः॥८॥ શિલ્પશાસ્ત્રના વિદ્વાન શિલ્પિઓએ રક્ત ચંદન, મહુડે, ખેર, વાંસ અને તાંબું, ચાંદી તથા સેનાને ગજ બનાવ. ૮.
ગજમાં ફૂલ તથા રેખા વિધાન. पर्वरेखास्त्रिमात्राभिस्ताश्च पुष्पैरलङ्कताः ॥
अग्रे रुद्रो विधिर्मध्ये विष्णुरन्ते प्रतिष्ठितः ॥९॥ હસ્તમાં (ગજમાં) ત્રણ ત્રણ માત્રાઓ (આંગળ) ના અંતરે પર્વની રેખાઓ કરવી અને તેમને ફૂલે (ચેકડીઓ) વડે અલંકૃત કરવી. હસ્તના પહેલા છેડા ઉપર રૂદ્ર, મધ્ય ભાગમાં બ્રહ્મા અને અંતના છેડા ઉપર વિષ્ણુની પ્રતિષ્ઠા કરવી. ૯.
रुद्रो वायुर्विरूपश्च वहिर्ब्रह्मा यमस्तथा ॥
वरुणो धनदो विष्णुः पुष्पेषु नव देवताः ॥ १० ॥ રૂક, વાયુ, વિશ્વકર્મા, અગ્નિ, બ્રા, કાલ, વરૂણ, કુબેર અને વિષ્ણુઅ. નવ દેવતાઓ પુપિમાં રહેલા છે અર્થાત્ પર્વના દેવતાઓ છે. ૧૦.
एकैकाङ्गलभागेषु त्रयोविंशतिरेखकाः ।। ईशो वायुश्च विश्वेशो वहिर्ब्रह्मा च भास्करः ॥ ११ ॥