Book Title: Shastra Sandesh Mala Part 01 Author(s): Vinayrakshitvijay Publisher: Shastra Sandesh Mala View full book textPage 8
________________ સ્વાધ્યાયથી મુક્તિ .......! શ્રી જિનેશ્વરદેવના શાસનમાં સ્વાધ્યાયનું સ્થાન પણ અજોડ છે. વૈયાવચ્ચ ગુણ જેમ આ શાસનમાં અપ્રતિપાતી મનાય છે, તેમ સ્વાધ્યાય પણ એક અજબ વસ્તુ મનાય છે. સ્વાધ્યાયની ઉપેક્ષા કરનારાઓ પણ, સઘળી ય વસ્તુની ઉપેક્ષા કરનારા આ શાસનમાં મનાય છે. આ શાસનમાં સ્વાધ્યાય, એ આરાધના આદિનું પરમ સાધન છે. અનંત ઉપકારીઓ ફરમાવે છે કે - કાલવેલાના પરિવાર રૂપ મર્યાદા અથવા તો જે જે સૂત્રનો અભ્યાસ જે જે (પોરિસિ)માં કરવાનો વિધિ હોય તેવિધિના પાલનરૂપ મર્યાદાનું આસેવન કરવાપૂર્વક અધ્યયન કરવું, એનું નામ સ્વાધ્યાય કહેવાય છે. આ “સ્વાધ્યાય' નામનો અત્યંતર તપ પાંચ પ્રકારનો છે, “વાચના, પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા આ પાંચ સ્વાધ્યાયના પ્રકારો છે. મહત્વાકાંક્ષાની જ સાધનાને માટે શ્રી જિનશાસનનો સ્વાધ્યાય કરનારા સ્વપરના હિત માટે શ્રાપરૂપ જ નિવડે છે. મુક્તિની કામનાથી આરાધાતો આ સ્વાધ્યાય, સ્વપરના હિતની સાધના માટે અનુપમ સાધન છે. - પૂ.આ.દેવ. શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 306