________________ સ્વાધ્યાયથી મુક્તિ .......! શ્રી જિનેશ્વરદેવના શાસનમાં સ્વાધ્યાયનું સ્થાન પણ અજોડ છે. વૈયાવચ્ચ ગુણ જેમ આ શાસનમાં અપ્રતિપાતી મનાય છે, તેમ સ્વાધ્યાય પણ એક અજબ વસ્તુ મનાય છે. સ્વાધ્યાયની ઉપેક્ષા કરનારાઓ પણ, સઘળી ય વસ્તુની ઉપેક્ષા કરનારા આ શાસનમાં મનાય છે. આ શાસનમાં સ્વાધ્યાય, એ આરાધના આદિનું પરમ સાધન છે. અનંત ઉપકારીઓ ફરમાવે છે કે - કાલવેલાના પરિવાર રૂપ મર્યાદા અથવા તો જે જે સૂત્રનો અભ્યાસ જે જે (પોરિસિ)માં કરવાનો વિધિ હોય તેવિધિના પાલનરૂપ મર્યાદાનું આસેવન કરવાપૂર્વક અધ્યયન કરવું, એનું નામ સ્વાધ્યાય કહેવાય છે. આ “સ્વાધ્યાય' નામનો અત્યંતર તપ પાંચ પ્રકારનો છે, “વાચના, પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા આ પાંચ સ્વાધ્યાયના પ્રકારો છે. મહત્વાકાંક્ષાની જ સાધનાને માટે શ્રી જિનશાસનનો સ્વાધ્યાય કરનારા સ્વપરના હિત માટે શ્રાપરૂપ જ નિવડે છે. મુક્તિની કામનાથી આરાધાતો આ સ્વાધ્યાય, સ્વપરના હિતની સાધના માટે અનુપમ સાધન છે. - પૂ.આ.દેવ. શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા